
આ વીડિયોને સોશિયલ મીડિયામાં અત્યાર સુધી લાખો વીડિયો વ્યૂ મળી ચૂક્યા છે. જેમાં અંબાણી પરિવારના નજીકના મિત્રના લગ્નમાં તેઓ પહોંચ્યો હતાં.
આ લગ્નમાં અંબાણી પરિવાર શામેલ થયો હતો. આ અવસરે નીતા અંબાણીની બહેન મમતા દલાદ પણ ઉપસ્થિત રહ્યાં હતા. જે સોંગ પર નીતા અંબાણી ડાંસ કરી રહ્યા હતા તે તેમનું ફેવરિટ સોંગ છે. આ સોંગ પર તેઓ અનેકવાર ડાંસ કરી ચૂક્યા છે. નીતા અંબાણી સાથે ઈશા અને શ્લોકાએ પણ ડાંસ કર્યો હતો.
આ ઉપરાંત આકાશ અને શ્લોકાની દુલ્હા તથા દુલ્હન સાથેની તસવીરો પણ સામે આવી છે. હાલ શ્લોકા મહેતા, ઈશા અંબાણી અને નીતા અંબાણીનો વીડિયો વાયરલ થયો છે.