નવી દિલ્હીઃ હાલ ઘણી કંપનીઓ આઈપીઓ લાવી રહી છે. એક-બે અપવાદને બાદ કરતાં મોટાભાગની કંપનીઓએ સારુ વળતર આપ્યું છે. આ દરમિયાન દેશની સૌથી મોટી બ્રાન્ડ અમૂલના આઈપીઓને લઈ એમડી સોઢીએ મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, અમૂલ ક્યારેય આઈપીઓ નહીં લાવે.


બ્લૂમબર્ગના રિપોર્ટ પ્રમાણે પેકેજ બટરમાં કંપનીનો 95 ટકા બજાર હિસ્સો છે અને શું તેઓ આઈપીઓ લાવશે. તેના જવાબમાં આરએસ સોઢીએ સ્પષ્ટ ના પાડી હતી.  થોડા દિવસ પહેલા ટ્વીટરના નવા સીઈઓ તરીકે ભારતીય મૂળના પરાગ અગ્રવાલની જાહેરાત થઈ ત્યારે અમૂલે એક પોસ્ટર બનાવીને મેસેજ આપ્યો હતો,


ડેરી અગ્રણી અમૂલ ચાલુ નાણાકીય વર્ષે તેનું ટર્નઓવર 62 હજાર કરોડ સુધી પહોંચાડવાનો ટાર્ગેટ છે. જે ગત વર્ષે 53,000 કરોડ હતું. વિસ્તરણ, વિસ્તરણ અને વધુ વિસ્તરણ પર જ ભાર મુકી રહ્યા છીએ. અમે 2010 માં માત્ર ગુજરાતમાં જ નહીં, પરંતુ ગુજરાતની બહાર પણ અમારા દૂધ સંપાદન કેન્દ્રોનો વિસ્તાર કર્યો અને હવે અમે 15 થી વધુ રાજ્યોમાં કાર્યરત છીએ. અમે 17 ટકા દૂધ બહારના સ્ત્રોતોમાંથી મેળવીએ છીએ તેમ એક ઈન્ટરવ્યુમાં તેમણે કહ્યું હતું.


રાકેશ ઝુનઝુનવાલાએ ભલામણ કરી હોવા છતાં આ IPO કેમ પૂરેપૂરો ના ભરાયો ? કંપનીએ કેમ ઘટાડવી પડી સાઈઝ ?


શેરબજારમાં હાલ આઈપીઓની મોસમ ચાલી રહી છે. અનેક કંપનીઓ તેમના આઈપીઓ લઈને આવી છે. પેટીએમને બાદ કરતાં લગભગ કોઈએ રોકાણકારોને નિરાશ કર્યા નથી. જાણીતી હેલ્થ ઈન્શ્યોરન્સ કંપની સ્ટાર હેલ્થ પણ પોતાનો આઈપીઓ લઈને આવી છે. ખુદ રાકેશ ઝુનઝુનવાલાએ પણ આઈપીઓની ભલામણ કરી હોવા છતાં પૂરેપૂરો ભરાયો નથી.


ઝુનઝુનવાલાએ ભલામણ કરી હોવા છતાં આ શેર 79 ટકા જ ભરાયો છે. 44.9 મિલિયન શેર ઓફરની સામે 35.6 મિલિયન શેરની બિડ આવી છે. આઈપીઓને મળેલા નબળા પ્રતિસાદને જોતાં સ્ટોક એક્સચેંજોએ અંતિમ બે દિવસમાં બોલી લગાવવાની સમય મર્યાદા બે કલાક વધારીને સાંજે 7 વાગ્યા સુધી કરી દીધી હતી. તેમ છતાં આઈપીઓ પૂરેપૂરો સબ્સક્રાઈબ થયો નહોતો.


આશરે 7250 કરોડ રૂપિયાના આ આઈપીઓમાં 4400 કરોડ રૂપિયા ઓફર ફોર સેલમાં સામલેલ હતા. મુંબઈની ઈન્વેસ્ટમેન્ટ એડવાઇઝરી ફર્મ Wright Research ના ફાઉન્ડર સોનમ શ્રીવાસ્તવે જણાવ્યું, આઈપીઓ દ્વારા એકત્ર કરવામાં આવેલી 60 ટકા રકમ પ્રમોટરો પાસે જવાની હતી અને તેને કંપનીમાં રોકણ કરવામાં આવનારી નહોતી.. તેથી રોકાણકારોને ફંડિંગના વાસ્તવિક કારણ અને ઉપયોગને લઈ આશંકા હતી.