Silver Price Today: ઔદ્યોગિક માંગને કારણે મંગળવારે રાષ્ટ્રીય રાજધાનીના બુલિયન માર્કેટમાં ચાંદીની કિંમત 2,400 રૂપિયા વધીને 92,400 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર પહોંચી ગઈ છે. ચાંદી બજારમાં તેજીનું વલણ મુખ્યત્વે ઔદ્યોગિક માંગને કારણે છે. ઓલ ઈન્ડિયા બુલિયન એસોસિએશને આ માહિતી આપી હતી. એશિયન માર્કેટમાં ચાંદી 1.93 ટકા વધીને $31.46 પ્રતિ ઔંસ પર પહોંચી હતી.
સોનાના ભાવમાં ઘટાડાનો સિલસિલો યથાવત
સોનાના ભાવમાં ઘટાડાનો સિલસિલો મંગળવારે પણ ચાલુ રહ્યો હતો. રાષ્ટ્રીય રાજધાનીમાં સોનું રૂ.200 ઘટીને રૂ.79,000 પ્રતિ 10 ગ્રામ પર આવી ગયું હતું. જોકે, ચાંદીના બજારમાં મોટો ઉછાળો જોવા મળ્યો હતો અને તેની કિંમત 2,400 રૂપિયા વધીને 92,400 રૂપિયા પ્રતિ કિલો થઈ ગઈ હતી.
ચાંદીના વાયદાના ભાવમાં વધારો
મજબૂત હાજર માંગ વચ્ચે વેપારીઓએ તેમના સોદાનું કદ વધારતા મંગળવારે ચાંદીના ભાવ વાયદા બજારમાં રૂ. 470 વધીને રૂ. 91,280 પ્રતિ કિલોગ્રામ થયા હતા કારણ કે મલ્ટી કોમોડિટી એક્સચેન્જ પર, માર્ચ 2025 માં ડિલિવરી માટે ચાંદીના કોન્ટ્રેક્ટની કિંમત રૂ 470 એટલે 0.52 ટકા તેજી સાથે 91,280 પ્રતિ કિલો થઈ ગઈ છે. આમાં 25,746 લોટનો વેપાર થયો હતો. બજારના વિશ્લેષકોએ જણાવ્યું હતું કે સ્થાનિક બજારમાં મજબૂત વલણને કારણે વેપારીઓ દ્વારા નવા સોદાની ખરીદીને કારણે ચાંદીના વાયદાના ભાવમાં વધારો થયો હતો. વૈશ્વિક સ્તરે ન્યુયોર્કમાં ચાંદીનો ભાવ 0.41 ટકા વધીને 30.63 ડોલર પ્રતિ ઔંસ થયો હતો.
2025માં ચાંદીના ભાવમાં ઝડપથી વધારો થશે
ગ્લોબલ બ્રોકરેજ ફર્મ જેપી મોર્ગનના જણાવ્યા અનુસાર, ચીનના માલ પર સંભવિત યુએસ ટેરિફ 2025ની શરૂઆતમાં બેઝ મેટલ્સ માટે નજીકના ગાળામાં મંદી તરફ દોરી જશે, પરંતુ મજબૂત ચીની આર્થિક પ્રોત્સાહન અને શાનદાર મૂલ્યાંકનના કારણે વર્ષના અંતમાં બાઉન્સ-બેક જોવા મળી શકે છે. જેપી મોર્ગનના મતે 2025ના અંત સુધીમાં ચાંદીની કિંમત 38 ડોલર પ્રતિ ઔંસ સુધી પહોંચી શકે છે. એટલે કે ભારતીય બજારમાં ચાંદીની કિંમત 1 લાખ રૂપિયા પ્રતિ કિલોને પાર થઈ જશે.
MCX પર, માર્ચ ડિલિવરી માટે ચાંદીના કોન્ટ્રાક્ટ 1.38% વધીને રૂ. 92,061 પ્રતિ કિલો પર ટ્રેડ થઈ રહ્યા છે. એશિયન માર્કેટમાં ચાંદી 1.93% વધીને US$31.46 પ્રતિ ઔંસ પર પહોંચી છે.
Ration Card E KYC : રાશનકાર્ડમાં e-KYC કરો ઓનલાઈન, મોબાઈલથી ઘરે બેઠા જ થઈ જશે આ કામ