છેલ્લા કેટલાક દિવસોમાં શેરબજારમાં મોટો ઘટાડો જોવા મળ્યો હતો પરંતુ નાણાકીય નિષ્ણાતોએ SIP બંધ કરવાની સલાહ આપી ન હતી. તેનો અર્થ એ છે કે, બજારમાં ઉછાળો કે ઘટાડાને ધ્યાનમાં લીધા વગર SIP કરવાનું ચાલુ રાખવું જોઈએ. SIP હંમેશા લાંબા ગાળે શાનદાર વળતર મેળવવામાં મદદ કરે છે. હવે સવાલ એ થાય છે કે જો તમારે કરોડપતિ બનવું હોય એટલે કે 1 કરોડ રૂપિયા જમા કરાવવા હોય તો 5000 રૂપિયા કે 10,000 રૂપિયાની SIP સાથે કેટલા વર્ષ લાગશે ? ચાલો સંપૂર્ણ ગણતરીને સમજીએ.


SIP એ મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરવાની સારી રીત છે. આ હેઠળ, એક નિશ્ચિત રકમ દર મહિને આપમેળે ડેબિટ થાય છે, જેથી તમારે દર વખતે જમા કરાવવાની ચિંતા ન કરવી પડે. SIP ભારતીય રોકાણકારોમાં લોકપ્રિય છે. ડિસેમ્બરમાં જ મ્યુચ્યુઅલ ફંડ ફોલિયો વધીને 22.50 કરોડ થયો હતો.


₹10,000 માસિક SIPમાંથી ₹1 કરોડ જમા કરવામાં કેટલા વર્ષો લાગશે ?


જો કોઈ રોકાણકાર મ્યુચ્યુઅલ ફંડમાં રૂ. 10,000ની SIP કરે છે અને તેના રોકાણ પર વાર્ષિક 12% વળતર મેળવે છે, તો તેને આશરે રૂ. 1 કરોડ એકઠા કરવામાં 20 વર્ષ લાગશે.  જો તે દર વર્ષે SIP રકમમાં 10 ટકા વધારો કરે છે, તો તે 16 વર્ષમાં ₹1.03 કરોડ જમા કરી શકશે.  16 વર્ષ માટે 10,000 રૂપિયાની માસિક SIP, 10 ટકા વાર્ષિક સ્ટેપ-અપ સાથે, રૂ. 43,13,368નું રોકાણ અને લગભગ રૂ. 60,06,289નું વળતર આપશે.


₹5000 SIP થી ₹1 કરોડ જમા કરવા માટે કેટલો સમય લાગશે ?


જો તમે રૂ. 5000 ની SIP સાથે રૂ. 1 કરોડનું લક્ષ્ય હાંસલ કરવા માંગો છો, તો તમારે લગભગ 26 વર્ષ સુધી SIP કરવી પડશે. તમારે કરેલા રોકાણ પર વાર્ષિક 12 ટકાના દરે વળતર મેળવવાનું રહેશે. તમે 26 વર્ષમાં અંદાજે રૂ. 1,07,55,560 જમા કરશો. જ્યારે તમે વાર્ષિક 10% સ્ટેપ-અપ SIP કરો છો, તો તમે 21 વર્ષમાં 1 કરોડ રૂપિયા જમા કરશો.


Disclaimer: (અહીં આપેલી જાણકારી ફક્ત માહિતી માટે જ આપવામાં આવી રહી છે. અહીં એ નોંધવું જરૂરી છે કે બજારમાં રોકાણ બજારના જોખમોને આધીન છે. રોકાણકાર તરીકે નાણાંનું રોકાણ કરતા પહેલા હંમેશા નિષ્ણાતની સલાહ લો. ABPLive.com અહીં ક્યારેય કોઈને નાણાંનું રોકાણ કરવાની સલાહ આપતું નથી.)


નોકરિયાત લોકો માટે ખુશખબરી! હવે નોકરી બદલવા પર ચપટી વગાડતા થઈ જશે પ્રોવિડન્ટ ફંડ એકાઉન્ટ ટ્રાન્સફર