હાલના નાણાંકીય વર્ષના પ્રથમ મહિને એટલે કે એપ્રિલમાં પણ IPOની લાઈન લાગવાની છે. આ મહિને ઓછામાં ઓછા છ IPO આવી રહ્યા છે. જાન્યુઆરી 2021થી માર્ચ 2021ની વચ્ચે 17 કંપનીઓ IPO લઈને આવી હતી. આ કંપનીઓ એત્યાર સુધીમાં આ IPO દ્વારા 18800 કરોડ રૂપિયા મેળવ્યા છે. એપ્રિલ મહિનામાં મેક્રોટેક ડેવલપર્સ (પહેલા લોઢા ડેવલપર્સ), ડોડલા ડેરી, સેવન આઈલેન્ડ્સ શિપિંગ, સોના કોમસ્ટાર, કૃષ્ણા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાઈન્સ લિમિટેડ, આધાર હાઉસિંગ ફાઈનાન્સ કંપની મોર્ગેજ નો IPO આવશે.


આ દિગ્ગજ કંપનીઓનો આઈહીઓ આ મહિને


મેક્રોટેક ડેવલપર્સના IPOમાં 2500 કરોડ રૂપિયાના નવા શેર ઈશ્યૂ થશે. મેકરોટેકની યોજના આ રકમનો ઉપયોગ 1500 કરોડ રૂપિયા દેવું ઘટાડવા માટે અને જમીન અધિગ્રહણ અથવા ડેવલપ કરવા મટે થશે. કંપનીનો IPO 7 એપ્રિલે આવશે અને 9 એપ્રિલે બંધ થશે. સ્ટોકની ઈશ્યુ પ્રાઈસ 483-486 રૂપિયા નક્કી કરવામાં આવી છે.


ડોડલા ડેરી દક્ષિણ ભારતીય કંપની છે. કંપની 800 કરોડ રૂપિયાનો IPO લાવી રહી છે. તે અંતર્ગત પચાસ કરોડ રૂપિયાના નવા શેર ઈશ્યુ થશે. કંપનીના પ્રમોટર અને ઇન્વેસ્ટર ઓફર સેલ દ્વારા 1,00,85,444 ઇક્વિટી શેર બહાર પાડશે. સેવન આઈલેન્ડ્સ શિપિંગ કંપનીના 600 કરોડ રૂપિયાના IPOને સેબી તરફથી મંજૂરી મળી છે. તેમાં 400 કરોડ રૂપિયાના ફ્રેશ ઈશ્યુ આવશે.


દેશની સમોતી મોટી ઓટો પાર્ટ્સ મેન્યુફેક્ચરિંગ કંપની લોન્ચ કરશે IPO


સોની બીએમડબલ્યૂ પ્રીસિશન ફોર્જિંગ્સ (સોના કોમસ્ટાર) દેશની સૌથી મોટી ઓટો પાર્ટ્સ મેન્યુફેક્ચરિંગ કંપની છે. તે IPO દ્વારા 6000 કરોડ રૂપિયા મેળવશે. કંપની આ મહિને IPO લાવશે. આધાર હાઉસિંગ ફાઈનાન્સ કંપની મોર્ગેજ ફાઈનાન્સર છે. કંપની ઓછી આવકવાળા લોકોને હાઉસિંગ ફાઈનાન્સની જરૂરત પૂરી કરે છે. કંપનીએ 7300 કરોડ રૂપિયાના IPO માટે સેબીની પાસે ડ્રાફ્ટ મેપર જમા કરાવ્યા હતા. આ IPO દ્વારા કંપની 1500 કરોડ રૂપિયાના ફ્રશ શેર બહાર પાડશે અને 5800 કરોડ રૂપિયાના શેર કંપનીના પ્રમોટર્સ અને શેરહોલ્ડર વેચશે.


IPOને મળી રહ્યો છે સારો રીસ્પોન્સ


કૃષ્ણા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાઈન્સ લિમિટેડ IPO દ્વારા 700 કરોડ રૂપિયા મેળવશે. આ આંધ્ર પ્રદેશ અને તેલંગાનાની સૌથી મોટું કોર્પોરેટ હેલ્થકેર ગ્રુપમાંથી એક છે. કંપની પબ્લિક ઈશ્યૂમાં 200 કરોડ રૂપિયાના ફ્રેશ શેર બહાર પાડશે. સાથે જ પ્રમોટર અને હાલના શેરહોલ્ડર્સ 21340931 શેર વેચશે. વિતેલા વર્ષથી અત્યાર સુધી આવેલ IPOને સારો રીસ્પોન્સ મળ્યો છે.