small savings scheme : નવા વર્ષ પહેલા સરકારે નાની બચત યોજનાઓમાં રોકાણ કરનારાઓ માટે મોટો નિર્ણય લીધો છે. નાણા મંત્રાલયના આર્થિક બાબતોના વિભાગે જાહેરાત કરી છે કે જાન્યુઆરી-માર્ચ 2025 ક્વાર્ટર માટે આ યોજનાઓના વ્યાજ દરોમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. આનો અર્થ એ છે કે વર્તમાન નાણાકીય વર્ષ 2024-25 ના છેલ્લા ત્રિમાસિક ગાળામાં પણ આ યોજનાઓ પર પહેલાથી જ નિર્ધારિત વ્યાજ દરો લાગુ રહેશે.
આ નિર્ણય કઈ યોજનાઓ પર લાગુ થશે ?
આ નિર્ણય નાની બચત યોજનાઓ જેવી કે પબ્લિક પ્રોવિડન્ટ ફંડ (PPF), સિનિયર સિટીઝન સેવિંગ સ્કીમ (SCSS), સુકન્યા સમૃદ્ધિ યોજના (SSY), નેશનલ સેવિંગ્સ સર્ટિફિકેટ (NSC), પોસ્ટ ઑફિસ ટાઈમ ડિપોઝિટ (POTD), મહિલા સન્માન સેવિંગ સર્ટિફિકેટ અને ઓફિસ મંથલી ઈન્કમ સ્કીમ (POMIS) પર પોસ્ટ લાગુ થશે. હાલમાં આ તમામ સ્કીમમાં રોકાણકારોને પહેલાના દરના આધારે જ વ્યાજ મળશે. મતલબ કે જે લોકો વિચારી રહ્યા હતા કે નવા વર્ષમાં તેમને આ યોજનાઓ પર વધુ વ્યાજ મળી શકે છે, હવે આવું નહીં થાય. સ્મોલ સેવિંગ્સ સ્કીમ પર જાન્યુઆરી-માર્ચ 2025 ક્વાર્ટર માટે આ યોજનાઓના વ્યાજ દરોમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.
સરકાર વ્યાજ દર કેવી રીતે નક્કી કરે છે ?
આવી નાની બચત યોજનાઓ કેન્દ્ર સરકાર દ્વારા સમર્થિત હોય છે અને તેમાં સોવરેન ગેરંટી હોય છે. સરકાર દર ક્વાર્ટરમાં આ યોજનાઓના વ્યાજ દરોની સમીક્ષા કરે છે. વ્યાજ દરો નક્કી કરવા માટે શ્યામલા ગોપીનાથ સમિતિની ભલામણોને અનુસરવામાં આવે છે. સમિતિના જણાવ્યા અનુસાર, આ યોજનાઓના વ્યાજ દરો સરકારી બોન્ડની ઉપજના આધારે નક્કી કરવામાં આવે છે. વ્યાજદરે સામાન્ય રીતે સરકારી બોન્ડની ઉપજથી 0.25 ટકાથી 1 ટકા વધુ રાખવામાં આવ છે, જેથી રોકાણકારો મારે આર્કષક બની રહે.
છેલ્લી વખત વ્યાજ દરો ક્યારે વધાર્યા હતા ?
નાની બચત યોજનાઓ પરના વ્યાજદરમાં છેલ્લે જાન્યુઆરી-માર્ચ 2024 ક્વાર્ટરમાં ફેરફાર કરવામાં આવ્યો હતો. તે સમયે ત્રણ વર્ષની પોસ્ટ ઓફિસ ટાઈમ ડિપોઝીટ અને સુકન્યા સમૃદ્ધિ યોજનાના વ્યાજ દરોમાં સુધારો કરવામાં આવ્યો હતો. એપ્રિલ 2024 પછી આ યોજનાઓના દરોમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.
ITR નહીં ફાઈલ કરનારા લોકોને મોટી રાહત, આ તારીખ સુધી લંબાવાઈ ડેડલાઈન