Snap Layoff : નવી દિલ્હીઃ સ્નેપચેટની પેરન્ટી કંપની સ્નેપએ છટણીની જાહેરાત કરી છે. કંપની પોતાન 500થી વધુ કર્મચારીઓને નોકરીમાંથી કાઢવા જઇ રહી છે. આ સ્નેપના કુલ કર્મચારીઓના 10 ટકા છે. છેલ્લા કેટલાક સમયથી નાની-મોટી ટેક કંપનીઓ છટણીની જાહેરાત કરી રહી છે. આ વર્ષની શરૂઆતમાં અમેઝોન અને અલ્ફાબેટે જેવી ટેક કંપનીઓએ પણ છટણી કરી હતી. આ લિસ્ટમાં સ્નેપ પણ સામેલ થઇ ગઇ છે.


અગાઉ પણ છટણી કરી ચૂકી છે સ્નેપ


સ્નેપ 2022 બાદથી અનેક રાઉન્ડમાં છંટણી કરી ચૂકી છે. તાજેતરમાં જ ગયા વર્ષે નવેમ્બર મહિનામાં કંપનીએ પોતાના પ્રોડક્ટ કર્મચારીઓને નોકરીમાંથી કાઢ્યા હતા. તે સિવાય કંપનીમાં ઓગસ્ટ 2022માં મોટા પ્રમાણમાં છટણી કરાઇ હતી. કંપનીએ તે સમયે 20 ટકા કર્મચારીઓને નોકરીમાંથી કાઢ્યા હતા. સ્નેપના પ્રવક્તાએ સીએનબીસીને કહ્યું હતું કે અમે હાયરાર્કીને ઓછું કરવા અને વ્યક્તિગત સહયોગ વધારવા માટે પોતાની ટીમને રિ-ઓર્ગેનાઇઝ કરી રહ્યા છીએ.


ટેક કંપનીઓમાં મોટા પાયે થઇ રહી છે છટણી


સોશિયલ મીડિયા કંપની સ્નેપ 2024માં છટણી કરનારી લેટેસ્ટ કંપની છે. જાન્યુઆરી મહિનામાં 24000 ટેક કર્મચારીઓને પોતાની નોકરી ગુમાવવી પડી છે. આ મહિનાની શરૂઆતમાં સાઇબર સિક્યોરિટી અને આઇડેન્ટીટી કંપની okta અને Zoomએ કર્મચારીઓની છટણી કરી હતી.


IT Industry May Stop Hiring New People: જો તમે આઈટી ઈન્ડસ્ટ્રીમાં કામ કરી રહ્યા છો, આ વર્ષે કોર્સ પૂરો કરી રહ્યા છો અથવા તમારું ભવિષ્ય અહીં બનાવવાનું વિચારી રહ્યા છો તો આ સમાચાર તમારા માટે ઉપયોગી છે. આ વર્ષે આઈટી ઈન્ડસ્ટ્રીમાં નોકરીઓમાં ઘટાડો થઈ શકે છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ઈન્ફોર્મેશન ટેક્નોલોજીના વૈશ્વિક નુકસાનને કારણે આવું થઈ શકે છે. આ ક્ષેત્રની દિગ્ગજ ગણાતી ચાર મોટી કંપનીઓ નવી ભરતી નહી કરવાનું વિચારી રહી છે.


શું કહે છે રિપોર્ટ


આ સંદર્ભમાં મિન્ટના અહેવાલ અનુસાર, દેશની ટોચની IT રિક્રુટર કંપનીઓ નવી ભરતી કરવાનું ટાળી રહી છે. Tata Consultancy Services Limited, Infosys Limited, HCL Technologies Limited અને Wiproમાં કુલ કર્મચારીઓની સંખ્યામાં 49,936 નો ઘટાડો થયો છે. આ ડેટા ત્રિમાસિક અને વાર્ષિક નાણાકીય અહેવાલોમાંથી એકત્રિત કરવામાં આવ્યો છે.