Sovereign Gold Bond Scheme: 12 જુલાઈથી સસ્તામાં સોનું ખરીદવાની તક, જાણો કેટલો હશે ભાવ અન શું છે સ્કીમ

આ યોજનામાં ભારતીય નાગરિકો, હિન્દુ અવિભાજિત પરિવારો, ટ્રસ્ટ, યુનિવર્સિટીઓ અને ચેરિટેબલ સંસ્થાઓ સોનાના બોન્ડ ખરીદી શકે છે.

Continues below advertisement

નવી દિલ્હીઃ સસ્તું સોનું અને સોનામાં રોકાણ કરવાની શાનદાર તક આવી રહી છે. 12 જુલાઈના રોજ સોવરેન ગોલ્ડ બોન્ડ સ્કીમ 2021-22ની ચોથી સીરીઝનું વેચાણ શરૂ થવા જઈ રહ્યું છે. જણાવીએ કે આ વેચાણ માત્ર 16 જુલાઈ સીધી જ રહશે.

Continues below advertisement

રિઝર્વ બેંકની જાહેરાતમાં કહેવામાં આવ્યું છે કે, પ્રતિ ગ્રામ સોનાની કિંમત 4807 રૂપિયા નક્કી કરવામાં આવી છે. સોવરેન ગોલ્ડ બોન્ડની ચોથી સીરીઝ સોમવારથી પાંચ દિવસ માટે સબ્સક્રિપ્શન માટે ખુલશે. આરબીઆઈએ કહ્યું કે, બોન્ડ માટે જ કોઈ ઓનલાઈન અરજી કરે છે તો તેને પ્રતિ ગ્રામ 50 રૂપિયાની છૂટ મળશે. એટલે કે રોકાણકારને 4757 રૂપિયા પર મળશે.

સોવરિન ગોલ્ડ બોન્ડ યોજનામાં ભારતીય નાગરિકો, હિન્દુ અવિભાજિત પરિવારો, ટ્રસ્ટ, યુનિવર્સિટીઓ અને ચેરિટેબલ સંસ્થાઓ સોનાના બોન્ડ ખરીદી શકે છે. અહીં તમને જણાવી દઇએ કે સોવરિન ગોલ્ડ બોન્ડ આઠ વર્ષ માટે આપવામાં આવે છે. તો પાંચમા વર્ષ પછી રોકાણકારને આ બોન્ડ યોજનામાંથી બહાર નીકળવાનો વિકલ્પ મળે છે. આ ગોલ્ડ બોન્ડનું વેચાણ વેપારી બેન્કો, સ્ટોક હોલ્ડિંગ કોર્પોરેશનો, પોસ્ટ ઓફિસ અને સ્ટોક એક્સ્ચેંજ બીએસઈ અને એનએસઈ દ્વારા થાય છે.

સોવરિન ગોલ્ડ બોન્ડ વિશે જાણવા માટેની મુખ્ય બાબતો

  • આ યોજના હેઠળ ન્યુનતમ રોકાણ 1 ગ્રામ છે.
  • નાણાકીય વર્ષ (એપ્રિલ-માર્ચ) માં વ્યક્તિ દીઠ મહત્તમ રોકાણ 500 ગ્રામ છે.
  • ગોલ્ડ બોન્ડ યોજના ડીમેટ અને પેપર ફોર્મમાં ઉપલબ્ધ છે.
  • બોન્ડ્સ સ્ટોક એક્સચેંજ એનએસઈ અને બીએસઈ દ્વારા વેચે છે. સ્ટોક હોલ્ડિંગ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (SHCIL), પોસ્ટઓફિસથી પણ ખરીદી કરી શકો છો. પરંતુ યાદ રાખજો કે સ્મોલ ફાઈનાન્સ બેન્કો અને પેમેન્ટ બેન્કો દ્વારા તેનું વેચાણ કરાશે નહીં.
  • આ યોજનાનો કાર્યકાળ આઠ વર્ષનો છે, જેમાં 5 મી વર્ષથી બહાર નીકળવાના વિકલ્પો છે.
  • લોન મેળવવા માટે ગોલ્ડ બોન્ડનો ઉપયોગ કોલેટરલ તરીકે થઈ શકે છે.
  • ગોલ્ડ બોન્ડ ભારત સરકાર દ્વારા ગેરેન્ટેડ છે.
  • રોકાણની કિંમત પર 5 ટકા ગેરેન્ટેડ ફિક્સ વ્યાજ પણ મળે છે.
  • બોન્ડનો ગાળો 8 વર્ષનો હોય છે અને 5માં વર્ષ બાદ પ્રીમેચ્યોર વિથડ્રોલ કરી શકાય છે.
  • 3 વર્ષ બાદ તેના પર લોંગ ટર્મ કેપિટલ ગેન ટેક્સ લાગે છે.
  • મેચ્યોરિટી સુધી રાખવા પર કેપિટલ ગેન ટેક્સ નહીં લાગે.
Continues below advertisement
Sponsored Links by Taboola