મોદી સરકાર વેચી રહી છે સસ્તામાં સોનું, ખરીદવા માટે છે માત્ર બે જ દિવસ
આ બોન્ડ આઠ વર્ષના સમયગાળા માટે રજૂ કરવામાં આવે છે અને પાંચ વર્ષ પછી બહાર નીકળવાનો વિકલ્પ પણ છે. ગોલ્ડબોન્ડમાં કોઇપણ પ્રકારની છેતરપિંડી કે અશુદ્ધતાની સંભાવના હોતી નથી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસરકારે આ સ્કીમ અંતર્ગત સોનાની કિંમત 49,120 રૂપિયા પ્રતિ 10 ગ્રામ નક્કી કરી છે. એટલે કે એક ગ્રામ સોનું ખરીદવા 4,912 રૂપિયા ચુકવવા પડશે. બજાર ભાવ કરતાં સોનું ઘણું સસ્તું છે. જો કે, દર વખતની જેમ આ વખતે પણ ઓનલાઇન અરજી કરનારા રોકાણકારોને બોન્ડના નિયત ભાવે ગ્રામ દીઠ રૂ.50 ની છૂટ આપવામાં આવશે.
આ યોજનામાં બોન્ડ્સ ખરીદીને રોકાણ કરી શકો છો. બોન્ડ તરીકે, તમે ઓછામાં ઓછું એક ગ્રામ અને મહત્તમ ચાર કિલો સોનામાં રોકાણ કરી શકો છો. સામાન્ય રીતે, સોવરેન ગોલ્ડ બોન્ડ યોજનામાં સોનાના ભાવ બજાર ભાવ કરતા ઓછા હોય છે. ગોલ્ડ બોંડ ખરીદવાનો સૌથી મોટો ફાયદો તેના પર 2.5 ટકા વાર્ષિક દરે વ્યાજ પણ મળે છે. સરકાર દ્વારા આ સ્કીમ શરૂ કરવાનો ઉદ્દેશ ગોલ્ડની ફિઝિકલ માંગ ઓછી કરવાનો છે.
આરબીઆઈ અનુસાર સરકારી ગોલ્ડ બોન્ડ યોજના સીરીઝ-11માં 1 ફેબ્રુઆરીથી 5 ફેબ્રુઆરી સુધી લોકો રોકાણ કરી શકે છે. આ સીરીઝ 5 જાન્યુઆરી 2021ના રોજ બંધ થશે. તે અંતર્ત 4912 રૂપિયા પ્રતિ ગ્રામની કિંમત નક્કી કરવામાં આવી છે.
નવી દિલ્હીઃ લોકો સુરક્ષિત રોકાણ તરીકે હંમેશા સોનું ખરીદતા હોય છે. બજેટ 2021 બાદ સોનાના ભાવમાં થોડો ઘટાડો થયો છે તેમ છતાં લોકો ગોલ્ડમાં રોકાણ કરવાથી દૂર થઈ રહ્યા છે. પરંતુ હવે લોકો રોકાણ તરીકે બજાર ભાવથી સસ્તામાં સોનું ખરીદી શકે છે. લોકો રોકાણ તરીકે સરકારની ગોલ્ડ સ્કીમ સોવેરિયન ગોલ્ડ બોન્ડ સ્કીમમાં રોકાણ કરી શકે છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -