નવી દિલ્હીઃ ભારતીય સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI)ના ગ્રાહકો માટે માઠા સમાચાર છે. બેંકે એફડી પર વ્યાજ દરોમાં ફેરફાર કર્યા છે. એસબીઆઈએ રિટેલ ડોમેસ્ટિક ફિક્સ્ડ ડિપોઝિટના વ્યાજ દરોમાં 0.10 ટકા ઘટાડો કર્યો છે. એસબીઆઈએ 2 વર્ષથી ઓછો ટર્મ ડિપોઝિટ દર 0.10% ઘટાડીને 6.8%થી 6.7% કરી દીધો છે. નવા દરો 26 ઓગસ્ટ, સોમવારથી લાગુ થશે.


આ પહેલા એસબીઆઈએ 1 ઓગસ્ટથી નવા વ્યાજ દરો લાગુ કર્યા હતા. શોર્ટ ટર્મની 179 દિવસની એફડી પર વ્યાજ દરમાં 0.5થી 0.75 ટકાનો કાપ મૂકવામાં આવ્યો છે. આવા જ રીતે લોન્ગ ટર્મ ફિક્સ્ડ ડિપોઝિટ પર રીટેલ સેગમેન્ટમાં વ્યાજ દરમાં 0.20 અને બલ્ક સેગમેન્ટમાં 0.35 ટકાનો કાપ મૂકવામાં આવ્યો છે. દેશની સૌથી મોટી બેંકે બે કરોડ રૂપિયા અને તેના ઉપરની ડિપોઝિટ પર પણ વ્યાજ દરોમાં કાપ મૂક્યો છે.



સારા સમાચાર એ છે કે બેંકે સેવિંગ એકાઉન્ટમાં જમા પૈસા પર મળનારા વ્યાજ દરોમાં કોઈ ફેરફાર નથી કર્યો.

અમદાવાદમાં આ તારીખે ધોધમાર વરસાદ પડે તેવી સંભાવના, હવામાન વિભાગે શું કરી આગાહી? જાણો વિગત

આયોડીનની ઉણપથી પીડાઈ રહી છે બોલીવુડની આ હોટ એક્ટ્રેસ, ખુદ કર્યો ખુલાસો, જાણો વિગત

જસપ્રીત બુમરાહે રચ્યો ઈતિહાસ, બનાવ્યો આ મોટો રેકોર્ડ, જાણો વિગતે