Income Tax Return: જો તમારે પણ ઇન્કમટેક્સ રિટર્ન ફાઇલ કરવા માટે પૈસા ખર્ચવા પડે છે તો હવેથી તમે તમારું ITR ફ્રીમાં ફાઇલ કરી શકો છો. દેશની સૌથી મોટી સરકારી બેંક તમને આ સુવિધા આપી રહી છે. સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયાએ ટ્વીટ કરીને આ અંગે માહિતી આપી છે. બેંકે કહ્યું કે તમે માત્ર 5 દસ્તાવેજોની મદદથી મફતમાં ITR ભરી શકો છો. કરદાતાઓ પાસે રિટર્ન ફાઇલ કરવા માટે 31 ડિસેમ્બર સુધીનો સમય છે. જો તમારે 31 ડિસેમ્બર પછી ITR ફાઇલ કરવી હોય તો તમારે દંડ ભરવો પડશે.


SBI એ ટ્વિટ કર્યું


સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાએ તેના ટ્વીટમાં લખ્યું છે કે શું તમે ITR ફાઇલ કરવા માંગો છો? જો હા, તો પછી તમે YONO Tax2win ની મદદથી આ કામ મફતમાં કરી શકો છો. આ સિવાય, તમે CA ની સેવા પણ લઈ શકો છો. જો કે, તમારે આ સેવા માટે ફી ચૂકવવી પડશે અને તે 199 રૂપિયાથી શરૂ થશે.


આ દસ્તાવેજોની જરૂર પડશે


SBI ની મદદથી મફતમાં ITR ફાઇલ કરવા માટે, તમારે પાન કાર્ડ, આધાર કાર્ડ, ફોર્મ -16, વ્યાજ આવક પ્રમાણપત્ર, કર બચત માટે રોકાણ પુરાવા અને કર કપાતની વિગતોની જરૂર પડશે. તમે ફક્ત આ વિગતોનો ઉપયોગ કરીને ટેક્સ ફાઇલ કરી શકો છો.


આ લિંકની મુલાકાત લો


તમે મફતમાં ITR ફાઇલ કરવા માટે SBI ની સત્તાવાર વેબસાઇટ https://sbiyono.sbi/index.html ની મુલાકાત પણ લઈ શકો છો.




કોઈપણ સમસ્યા હોય તો આ નંબર પર મિસ્ડ કોલ કરો


જો રિટર્ન ફાઈલ કરતી વખતે કરદાતાને કોઈ સમસ્યા આવે તો તમે આ નંબર +91 9660-99-66-55 પર મિસ્ડ કોલ આપી શકો છો. આ સિવાય, તમે support@tax2win.in પર ઈ-મેલ કરી શકો છો.


ITR ફાઇલ કરવા માટે ફોલો કરો આ પ્રોસેસ


તમને જણાવી દઈએ કે આ માટે પહેલા તમારે YONO એપ પર લોગીન કરવું પડશે.


આ પછી તમે શોપ અને ઓર્ડર પર જાઓ.


પછી ટેક્સ અને રોકાણ પર જાઓ.


આ પછી તમે Tax2Win જોશો.


અહીં તમને બધી માહિતી મળશે.


વિગતવાર માહિતી મેળવ્યા પછી, તમે સરળતાથી ITR ભરી શકશો.