ભારતીય શેરબજારોમાં આજે 1000નો કડાકો જોવા મળી રહ્યો છે. બપોરે 1.34 વાગ્યે સેન્સેક્સ 736 અંક ઘટી 47611 પર કારોબાર કરી રહ્યો છે.
ઈન્ડસઈન્ડ બેન્ક 1.79 ટકા ઘટી 836.05 પર કારોબાર કરી રહ્યો છે. જોકે ITC, ટેક મહિન્દ્રા, M&M, લાર્સન, અલ્ટ્રાટેક સિમેન્ટ સહિતના શેરના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે. ITC 1.71 ટકા વધી 211.45 પર કારોબાર કરી રહ્યો છે. ટેક મહિન્દ્રા 1.35 ટકા વધી 985.15 પર કારોબાર કરી રહ્યો છે.
સેન્સેક્સ પર HUL, ઈન્ડસઈન્ડ બેન્ક, રિલાયન્સ, એક્સિસ બેન્ક, ICICI બેન્ક સહિતના શેરમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. HUL 2.01 ટકા ઘટી 2350.75 પર કારોબાર કરી રહ્યો છે.
25 જાન્યુઆરીએ સેન્સેક્સ 531 અંકના ઘટાડા સાથે 48,347.59 પર અને નિફ્ટી 133 અંક ઘટી 14,238.90 પર બંધ થયો હતો. એક્સચેન્જ ડેટા મુજબ, વિદેશી સંસ્થાગત રોકાણકારોએ 765.30 કરોડ રૂપિયા અને ઘરેલુ સંસ્થાગત રોકાણકારોએ 387.76 કરોડ રૂપિયાના શેર વેચ્યા હતા.
શેરબજાર ધડામ, 1000 પોઈન્ટનો કડાકો બોલતા રોકાણકારોના લાખો રૂપિયા ધોવાયા
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
27 Jan 2021 02:38 PM (IST)
ભારતીય શેરબજારોમાં આજે 1000 નો કડાકો જોવા મળી રહ્યો છે.1000 પોઈન્ટનો કડાકો બોલતા રોકાણકારોના લાખો રૂપિયા ધોવાયા છે. બપોરે 1.34 વાગ્યે સેન્સેક્સ 736 અંક ઘટી 47611 પર કારોબાર કરી રહ્યો. જ્યારે નિફ્ટી 213 અંક ઘટી 14,027 પર કારોબાર કરી રહ્યો છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -