શહેર | પેટ્રોલ | ડીઝલ |
દિલ્હી | 86.30 | 76.48 |
કોલકાતા | 87.69 | 80.08 |
મુંબઈ | 92.86 | 83.30 |
ચેન્નઈ | 88.82 | 81.71 |
Petrol Diesel Price Hike: પેટ્રોલ-ડીઝલની કિંમત આજે પણ વધી, જાણો તમારા શહેરમાં લેટેસ્ટ ભાવ શું છે
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
27 Jan 2021 08:29 AM (IST)
દેશની આર્થિક રાજધાની મુંબઈમાં પેટ્રોલની કિંમતમાં 24 પૈસાનો વધારો જોવા મળ્યો છે. જ્યારે ડીઝલની કિંમતમાં 27 પૈસાનો વધારો કરવામાં આવ્યો છે.
(ફાઈલ તસવીર)
NEXT
PREV
Petrol Diesel Price: નવા વર્ષમાં પેટ્રોલ ડીઝલની કિંમતમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. રાજધાની દિલ્હીમાં પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં 25 પૈસા પ્રતિ લિટરનો વધારો કરવામાં આવ્યો છે. આ વધારા બાદ દિલ્હીમાં પેટ્રોલ 86.30 રૂપિયા અને ડીઝલ 76.48 રૂપિયા પ્રતિ લિટર પર પહોંચી ગયો છે જે અત્યાર સુધીની સૌથી ઉચ્ચ સપાટી છે. જ્યારે કોલકાતામાં પેટ્રોલની કિંમતમાં 24 પૈસા પ્રતિ લિટરનો વધારો કરવામાં આવ્યો છે જ્યારે ડીઝલની કિંમતમાં 25 પૈસાનો વધારો કરવામાં આવ્યો છે.
દેશની આર્થિક રાજધાની મુંબઈમાં પેટ્રોલની કિંમતમાં 24 પૈસાનો વધારો જોવા મળ્યો છે. જ્યારે ડીઝલની કિંમતમાં 27 પૈસાનો વધારો કરવામાં આવ્યો છે. ચેન્નઈની વાત કરીએ તો પેટ્રોલની કિંમતમાં 22 પૈસાનો વધારો થયો છે જ્યારે ડીઝલની કિંમત 24 પૈસા વધી છે.
દરરરોજ 6 કલાકે કિંમતમાં ફેરફાર થાય છે
પેટ્રોલ અને ડીઝલની કિંમત દરરોજ સવારે છ કલાકે બદલાય છે. એટલે કે સવારે છ કલાકથી નવા દર લાગુ થઈ જાય છે. એક્સાઈઝ ડ્યૂટી, ડીલર કમીશન અને અન્ય ટેક્સ જોડ્યા બાદ પેટ્રોલ ડીઝલની કિંમત લગભગ બે ગણી થઈ જાય છે.
પેટ્રોલ ડીઝલની કિંમત દરરોજ સવારે 6 કલાકે અપડેટ થાય છે. પેટ્રોલ ડીઝલના રોજના રેટ SMS દ્વારા પણ જાણી શકો છે. ઇન્ડિયન ઓઈલના કસ્ટમર RSP લખીને 9224992249 નંબર પર અને બીપીસીએલના ગ્રાહકો RSP લખીને 9223112222 નંબર પર મોકલી ભાવ જાણી શકે છે. જ્યારે એચપીસીએલના ગ્રાહકો HPPrice લખીને 9222201122 નંબર પર મોકલીને ભાવ જાણી શકે છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -