Stock Market Today: વૈશ્વિક બજારમાં ઘટાડા વચ્ચે ભારતીય શેરબજારની શરૂઆત પણ અઠવાડિયાના ચોથા ટ્રેડિંગ દિવસે એટલે કે 22 મે 2025ના રોજ ઘટાડા સાથે થઈ છે. સવારે લગભગ 9:30 વાગ્યે સેન્સેક્સ 728 પોઈન્ટ ઘટીને 80800ની નીચે ગયો હતો. નિફ્ટી પણ 24,550ની નીચે આવી ગયો હતો. સ્મોલ કેપ અને મિડ કેપ શેરોમાં ભારે વેચવાલીથી ભારે દબાણ છે. આવી સ્થિતિમાં BSE પર લિસ્ટેડ કંપનીઓની માર્કેટ વેલ્યૂ 2.5 લાખ કરોડ રૂપિયાનો ઘટાડો થયો. એટલે કે રોકાણકારોને થોડીવારમાં જ 2.50 લાખ કરોડ રૂપિયાનું મોટું નુકસાન થયું છે.
ગુરુવારે ઇન્ડસઇન્ડ બેન્કના શેરમાં લગભગ 4 ટકાનો ઘટાડો થયો હતો, કારણ કે બેન્કમાં નાણાકીય ગેરવહીવટ અને 19 વર્ષમાં પ્રથમ ચોથા ક્વાર્ટરમાં નુકસાન થયું હતું. બેન્કને 2300 કરોડ રૂપિયાથી વધુનું નુકસાન થયું છે. ફક્ત મેટલ અને પીએસયુ બેન્ક નિફ્ટી ઇન્ડેક્સમાં તેજી જોવા મળી રહી છે
ઇન્ડસઇન્ડ બેન્ક સહિત ઘણી કંપનીઓના શેર ઘટ્યા
આ ઉપરાંત ટેક મહિન્દ્રા અને પાવર ગ્રીડના શેરમાં પણ ભારે ઘટાડો જોવા મળી રહ્યો છે. HDFC, ICICI અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના શેરમાં ઘટાડાએ પણ શેરબજારને નીચે ખેંચી લીધું છે. આજે જે કંપનીઓ તેમના ચોથા ક્વાર્ટરના પરિણામો જાહેર કરશે તેમાં ITC, મેક્સ એસ્ટેટ્સ, MTAR, GMR એરપોર્ટ્સ, ગ્રાસિમ ઇન્ડસ્ટ્રીઝ, ગુડલક ઇન્ડિયાનો સમાવેશ થાય છે.
ગુરુવારે એશિયન બજારોમાં પણ ઘટાડો જોવા મળ્યો હતો. જાપાનનો નિક્કી 0.5 ટકા ઘટ્યો, જ્યારે કોસ્પી 0.59 ટકા ઘટ્યો અને ASX 200 પણ 0.36 ટકા ઘટ્યો હતો.
બુધવારે છેલ્લા ત્રણ ટ્રેડિંગ દિવસોથી ચાલુ રહેલા શેરબજારમાં ઘટાડા પર પૂર્ણવિરામ લાગી ગયું હતુ. બીએસઈ સેન્સેક્સ 410 પોઈન્ટ વધ્યો જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 130 પોઈન્ટ વધ્યો હતો. અન્ય એશિયન બજારોમાં મજબૂત વલણ વચ્ચે HDFC બેન્ક અને ICICI બેન્કમાં ખરીદીને કારણે બજારમાં તેજી જોવા મળી હતી.