Stock Market Closing On 5 October 2023: સતત બે દિવસના ઘટાડા પછી, સારા વૈશ્વિક સંકેતોને કારણે ભારતીય શેર બજાર મજબૂત ઉછાળા સાથે બંધ થયું છે. બેન્કિંગ આઈટી શેરમાં ખરીદીને કારણે બજારમાં આ વધારો જોવા મળ્યો છે. આજના કારોબારના અંતે BSE સેન્સેક્સ 405 પોઈન્ટના ઉછાળા સાથે 65,631 પોઈન્ટ અને નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 109 પોઈન્ટના ઉછાળા સાથે 19,545 પોઈન્ટની સપાટીએ બંધ રહ્યો હતો. આમ સતત ઘટાડા બાદ માર્કેટમાં તેજી જોવા મળતા રોકાણકારોએ હાશકારો અનુભવ્યો છે.
સેક્ટરની સ્થિતિ
આજના કારોબારમાં બેન્કિંગ ઓટો, આઈટી, ફાઈનાન્સિયલ સર્વિસ, મીડિયા, પ્રાઈવેટ બેન્ક, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ, ઈન્ફ્રા, ઓઈલ એન્ડ ગેસ સેક્ટરના શેરમાં ઉછાળો રહ્યો હતો જ્યારે હેલ્થકેર, એનર્જી, મેટલ્સ, એફએમસીજી, ફાર્મા અને પીએસયુ બેન્ક ઈન્ડેક્સ નુકસાન સાથે બંધ થયા હતા. બજારમાં આજે સ્મોલ કેપ શેરોના ઈન્ડેક્સમાં તેજી રહી હતી જ્યારે મિડ કેપ શેરોના ઈન્ડેક્સ ઘટાડા સાથે બંધ થયા હતા. સેન્સેક્સના 30 શેરોમાંથી 22 શેર ઉછાળા સાથે અને 8 લાલ નિશાન પર બંધ થયા હતા. જ્યારે નિફ્ટીના 50 શૅર્સમાંથી 31 શૅર ઉછાળા સાથે અને 19 ઘટાડાની સાથે બંધ થયા હતા.
ઈન્ડેક્સનું નામ | બંધ સ્તર | ઉચ્ચ સ્તર | નિમ્ન સત્ર | ફેરફાર ટકાવારીમાં |
BSE Sensex | 65,631.57 | 65,753.20 | 65,443.34 | 0.62% |
BSE SmallCap | 37,649.51 | 37,797.33 | 37,543.67 | 0.59% |
India VIX | 10.94 | 11.66 | 10.84 | -6.13% |
NIFTY Midcap 100 | 40,046.00 | 40,402.40 | 40,014.05 | -0.01% |
NIFTY Smallcap 100 | 12,735.25 | 12,792.40 | 12,681.95 | 0.63% |
NIfty smallcap 50 | 5,892.45 | 5,925.45 | 5,870.05 | 0.63% |
Nifty 100 | 19,476.05 | 19,504.35 | 19,420.80 | 0.52% |
Nifty 200 | 10,445.00 | 10,464.15 | 10,418.80 | 0.44% |
Nifty 50 | 19,545.75 | 19,576.95 | 19,487.30 | 0.56% |
BSE માર્કેટ કેપમાં ઉછાળો
આજના વેપારમાં રોકાણકારોની સંપત્તિમાં ઉછાળો આવ્યો છે. શેરબજારમાં, BSE પર લિસ્ટેડ કંપનીઓનું માર્કેટ કેપિટલાઇઝેશન વધીને રૂ. 317.90 લાખ કરોડ થયું છે, જે ગયા ટ્રેડિંગ સેશનમાં રૂ. 316.72 લાખ કરોડ હતું. આજના વેપારમાં રોકાણકારોની સંપત્તિમાં રૂ. 1.18 લાખ કરોડનો ઉછાળો આવ્યો છે.
સ્ટોકમાં ઉતાર ચઢાવ
આજના ટ્રેડિંગમાં લાર્સન 2.44 ટકા, TCS 1.86 ટકા, ટાઇટન 1.60 ટકા, ઇન્ફોસિસ 1.54 ટકા, એશિયન પેઇન્ટ્સ 1.32 ટકા, SBI 1.11 ટકાના વધારા સાથે બંધ થયા હતા. જ્યારે પાવર ગ્રીડ 1.43 ટકા, NTPC 0.87 ટકા, સન ફાર્મા 0.55 ટકા, નેસ્લે 0.34 ટકા, HCL ટેક 0.31 ટકા, ટેક મહિન્દ્રા 0.30 ટકાના ઘટાડા સાથે બંધ થયા હતા.
ટોપ ગેઈનર્સ
ટોપ લૂઝર્સ
સેન્સેક્સ વ્યૂ
Join Our Official Telegram Channel: https://t.me/abpasmitaofficial