Stock Market Closing: છેલ્લા એક સપ્તાહથી ભારતીય શેરબજારમાં ચાલી રહેલી તેજી પર બ્રેક લાગી છે. બુધવારના ટ્રેડિંગ સેશનમાં ભારતીય શેરબજારમાં જોરદાર ઉતાર-ચઢાવ જોવા મળ્યો છે. દિવસના કારોબાર દરમિયાન સેન્સેક્સ 220 અને નિફ્ટી 50 પોઈન્ટ લપસી ગયા હતા. પરંતુ કલાકોમાં નીચલા સ્તરેથી બજારમાં રિકવરી જોવા મળી હતી. આમ છતાં BSE સેન્સેક્સ 33 પોઈન્ટના મામૂલી ઘટાડા સાથે 65,446 પર અને નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 9.50 પોઈન્ટના ઉછાળા સાથે 19,398 પોઈન્ટ પર બંધ થયો હતો.

 

સેક્ટરોલ અપડેટઆજના કારોબારમાં ઓટો,આઈટી,ફાર્મા,એફએમસીજી,મેટલ્સ,મીડિયા એનર્જી,કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ, હેલ્થકેર, ઓઈલ અને ગેસ સેક્ટરના શેરમાં તેજી જોવા મળી હતી. જ્યારે બેન્કિંગ અને ફાઇનાન્શિયલ સેક્ટરના શેર ઘટીને બંધ રહ્યા હતા. મિડ કેપ સેક્ટરના શેરમાં જોરદાર તેજી જોવા મળી હતી. મિડ-કેપ શેરોમાં ખરીદીને કારણે તે 0.71 ટકા અથવા 252 પોઈન્ટના વધારા સાથે 36,024 પોઈન્ટ પર બંધ થયો હતો. સ્મોલ કેપ શેરોમાં પણ તેજી જોવા મળી હતી.

ઈન્ડેક્સનું નામબંધ સ્તરઉચ્ચ સ્તરનિમ્ન સ્તરફેરફાર ટકાવારીમાં
BSE Sensex65,506.3865,584.3365,256.490.00
BSE SmallCap32,994.7033,036.5432,817.210.59%
India VIX11.8812.2111.571.56%
NIFTY Midcap 10036,024.6536,054.7535,786.900.71%
NIFTY Smallcap 10011,078.2511,087.6010,995.700.74%
NIfty smallcap 505,051.255,054.855,008.750.65%
Nifty 10019,297.9519,317.6019,239.850.14%
Nifty 20010,205.3010,214.7510,170.000.22%
Nifty 5019,398.5019,421.6019,339.600.05%

BSEનું માર્કેટ કેપ રેકોર્ડ સ્તરે

આજના કારોબારમાં, BSE પર લિસ્ટેડ શેરોનું માર્કેટ કેપ રૂ. 299.92 લાખ કરોડના ઐતિહાસિક સ્તરે બંધ થયું છે. એટલે કે રૂ. 300 લાખ કરોડથી માત્ર રૂ. 8,000 કરોડના અંતરે છે. મંગળવારે માર્કેટ કેપ 298.65 લાખ કરોડ રૂપિયા હતી. એટલે કે આજના કારોબારમાં રોકાણકારોની સંપત્તિમાં રૂ. 1.27 લાખ કરોડનો ઉછાળો આવ્યો છે.

ટોપ ગેઈનર્સ

ટોપ લૂઝર્સ

સેન્સેક્સમાં ઉતાર ચઢાવ

તેજીમાં ખુલ્યા બાદ શેરબજારમાં કડાકો

રતીય શેરબજારની સતત વૃદ્ધિની પ્રક્રિયા આજે અટકતી જોવા મળી રહી છે અને આજે સેન્સેક્સની શરૂઆત ધીમી પડી છે. જો કે સેન્સેક્સ અને નિફ્ટી માર્કેટ ઓપનિંગમાં વૃદ્ધિના લીલા નિશાન સાથે ખુલ્યા હતા, પરંતુ બજાર ખુલતાની સાથે જ બંને મહત્વપૂર્ણ સૂચકાંકો ઘટાડા તરફ સરકી ગયા હતા. જો કે બેન્ક નિફ્ટી 45100 ની ઉપર ખુલ્યો હતો, પરંતુ તેની શરૂઆત લાલ નિશાનમાં જ થઈ.

કેવી રહી હતી માર્કેટની શરૂઆત

સ્થાનિક શેરબજારની શરૂઆત મામૂલી ઉછાળા સાથે કરવામાં આવી અને બીએસઈનો 30 શેરનો ઈન્ડેક્સ સેન્સેક્સ 14.63 પોઈન્ટના મામૂલી વધારા સાથે 65,493.68 પર ખુલ્યો હતો. બીજી તરફ, NSEનો 50 શેરવાળો ઈન્ડેક્સ નિફ્ટી 16.95 પોઈન્ટના મામૂલી વધારા સાથે 19,405.95 પર ખુલ્યો. તે જ સમયે, લીલા નિશાન પર ખુલ્યા પછી તરત જ, શરૂઆતની મિનિટમાં જ સેન્સેક્સ અને નિફ્ટી લાલ નિશાનમાં સરકી ગયા હતા.

Join Our Official Telegram Channel: https://t.me/abpasmitaofficial