Stock Market Closing:  બજારમાં સતત સાતમા દિવસે તેજી જોવા મળી હતી. નિફ્ટીએ નવો હાઈ બનાવ્યો છે. સેન્સેક્સ પણ 65500ને પાર કરી ગયો છે. બજારને તેલ અને ગેસ અને રિયલ્ટી સેક્ટરનો સપોર્ટ મળ્યો છે. આજે ફરી બજાર લીલા નિશાન સાથે બંધ થયું છે. સેન્સેક્સ 339.60 પોઈન્ટ વધીને 65,785.64ની સર્વકાલીન ટોચે બંધ રહ્યો છે જ્યાકે નિફ્ટી 19,497.30 પર બંધ રહ્યો છે. 

 

ગુરુવારનું ટ્રેડિંગ સેશન પણ ભારતીય શેરબજાર માટે ઐતિહાસિક સાબિત થયું છે. બેન્કિંગ, એનર્જી અને ઓટો શેરોમાં ખરીદીના કારણે શેરબજાર ફરી એક નવા ઐતિહાસિક સ્તરે પહોંચ્યું હતું. સેન્સેક્સ અને નિફ્ટી બંને તેમના નવા રેકોર્ડ ઉચ્ચ સ્તરે બંધ થયા છે. આજના કારોબારના અંતે BSE સેન્સેક્સ 339.60 પોઈન્ટના ઉછાળા સાથે 65,785.64 અને નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 98.80 પોઈન્ટના ઉછાળા સાથે 19,497.30 પોઈન્ટની સપાટીએ બંધ રહ્યો હતો.

ઈન્ડેક્સનું નામ બંધ સ્તર ઉચ્ચ સ્તર નિમ્ન સ્તર ફેરફાર ટકાવારીમાં
BSE Sensex 65,785.64 65,832.98 65,328.29 0.52%
BSE SmallCap 33,224.09 33,247.70 33,031.69 0.67%
India VIX 11.84 12.21 11.78 -0.36%
NIFTY Midcap 100 36,373.10 36,379.90 36,043.70 0.97%
NIFTY Smallcap 100 11,167.40 11,175.15 11,083.60 0.80%
NIfty smallcap 50 5,085.75 5,089.20 5,046.80 0.68%
Nifty 100 19,397.10 19,410.05 19,279.65 0.51%
Nifty 200 10,264.20 10,269.90 10,198.65 0.58%
Nifty 50 19,497.30 19,512.20 19,373.00 0.51%

રોકાણકારોની સંપત્તિમાં મોટો ઉછાળો

આજના વેપારમાં રોકાણકારોની સંપત્તિમાં રૂ. 1.70 લાખ કરોડનો ઉછાળો જોવા મળ્યો છે. BSE પર લિસ્ટેડ કંપનીઓનું માર્કેટ કેપ રૂ. 301.70 લાખ કરોડ પર બંધ થયું છે. જ્યારે બુધવારે તે 300.12 લાખ કરોડ રૂપિયા પર બંધ રહ્યો હતો. બુધવારે પ્રથમ વખત BSE પર લિસ્ટેડ શેરોનું માર્કેટ કેપ રૂ. 300 લાખ કરોડને પાર કરવામાં સફળ રહ્યું હતું.

સેક્ટર અપડેટ

આજના કારોબારમાં ઉર્જા ક્ષેત્રના શેરોમાં ખાસ કરીને રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ અને અન્ય ઓઈલ માર્કેટિંગ કંપનીઓના શેરોમાં ભારે ખરીદી જોવા મળી હતી. જેના કારણે નિફ્ટી એનર્જી ઈન્ડેક્સ 540 પોઈન્ટના ઉછાળા સાથે 25,575 પોઈન્ટ પર બંધ થયો છે. બજારને તેજી અપાવવામાં આ સેક્ટરનો મહત્વનો ફાળો રહ્યો છે. આ સિવાય બેન્કિંગ,ઓટો,ફાર્મા,મેટલ્સ,મીડિયા,ઈન્ફ્રા સેક્ટરના શેરમાં ખરીદી જોવા મળી હતી.

ટોપ ગેઈનર્સ


ટોપ લૂઝર્સ


માર્કેટમાં ઉતાર ચઢાવ


સવારે કેવી હતી બજારની સ્થિતિ

ભારતીય શેરબજારમાં આજે સુસ્ત કારોબાર જોવા મળ્યો હતો અને બજારની શરૂઆત મામૂલી ઘટાડા સાથે થઈ હતી. બેન્ક નિફ્ટી પણ લગભગ 100 પોઈન્ટના ઘટાડા સાથે 45,000 ની ઉપર ખુલ્યો હતો. બજાર ખુલતાની સાથે જ સેન્સેક્સ પણ શરૂઆતની મિનિટોમાં 65400 ની નીચે ગયો હતો અને તે ઉતાર-ચઢાવ સાથે કારોબાર કરતો જોવા મળ્યો હતો. આજના કારોબારમાં BSE ના 30 શેરો વાળા ઈન્ડેક્સ 54.16 પોઈન્ટના ઘટાડા સાથે 65,391 પર ખુલ્યા. તો બીજી તરફ NSE નો 50 શેરો વાળા ઈન્ડેક્સ નિફ્ટી 12.80 પોઈન્ટ ના મામૂલી ઘટાડા સાથે 19,385 ના સ્તર પર કારોબાર કરી રહ્યો હતો.

Join Our Official Telegram Channel: https://t.me/abpasmitaofficial