Stock Market Closing, 10th June 2023: સપ્તાહના પ્રથમ કારોબારી દિવસે ભારતીય શેરબજાર સપાટ સ્તરે બંધ રહ્યું. વોલેટાલિટીના કારણે આજે શેરબજાર સાધારણ વધારા સાથે બંધ રહ્યું. માર્કેટની સવારે તેજી સાથે બજારની શરૂઆત થયા બાદ દિવસભર જાળવી શક્યું નહોતું. પાવર, રિયલ્ટી, આઈટી ક્ષેત્રના શેર ઘટ્યા હતા, જ્યારે મેટલ સ્ટોક્સમાં ચમકારો જોવા મળ્યો હતો. આજના દિવસના અંતે રોકાણકારોની સંપત્તિ 299.60 લાખ કરોડ છે.
સપ્તાહના પ્રથમ કારોબારી દિવસે ભારતીય શેરબજારમાં ભારે ઉતાર-ચઢાવ જોવા મળ્યો. બેંકિંગ, આઈટી, એફએમસીજી સેક્ટરના શેર્સમાં નફાવસૂલી જોવા મળી, જોકે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના શેરે માર્કેટને ટકાવી રાખ્યું હતું. એક સમયે સેન્સેક્સ 355 અને નિફટી 100 પોઇન્ટના ઉછાળા સાથે કારોબાર કરતા હતા પરંતુ કારોબારી દિવસના અંતે સાધારણ વધારા સાથે બંધ થયા હતા.
તમામ સેક્ટર લાલ નિશાનમાં બંધ
આજના કારોબારી દિવસના અંતે સેન્સેક્સ 63.72 પોઇન્ટના વધારા સાથે 65344.17 અને નિફ્ટી 24.1 પોઇન્ટના વધારા સાથે 19335.90 પોઇન્ટ પર બંધ રહ્યા. બેંક નિફ્ટી 64.15 પોઇન્ટના ઘટાડા સાથે 44860.85 પોઇન્ટ પર બંધ રહ્યા. આજે 1454 શેર વધ્યા, 2123 શેર ઘટ્યા અને 114 શેરમાં કોઈ બદલાવ થયો નહોતો. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ, ટાટા સ્ટીલ, જેએસડબલ્યુ સ્ટીલ, એચડીએફસી લાઈફ અને ભારતી એરટેલ નિફ્ટીના ટોપ ગેઇનર્સ હતા, જ્યારે એચસીએલ ટેકનોલોજી, ટાટઈટન કંપની, પાવર ગ્રીડ કોર્પોરેશન, ટીસીએસ અને એચયુએલ ટોચના ઘટનારા હતા. તમામ સેક્ટોરિયલ ઈન્ડેક્સ લાલ નિશાનમાં બંધ થયા હતા. બીએસઈ મિડકેપ ઈન્ડેક્સમાં 0.45 ટકા અને સ્મોલકેપ ઈન્ડેક્સમાં 0.25 ટકા ઘટાડો થયો હતો.
સેક્ટર અપડેટ
આજના ટ્રેડિંગ સેશનમાં મેટલ્સ, એનર્જી, ઈન્ફ્રા, ઓઈલ એન્ડ ગેસ સેક્ટરના શેરો તેજી સાથે બંધ થયા છે. જ્યારે બેન્કિંગ ઓટો, આઈટી, એફએમસીજી, રિયલ એસ્ટેટ, મીડિયા, હેલ્થકેર, ફાર્મા સેક્ટરના શેરો ઘટ્યા હતા. મિડ કેપ અને સ્મોલ કેપ શેરો પણ ઘટીને બંધ થયા છે. સેન્સેક્સના 30 શેરોમાંથી 9 વધ્યા અને 21 નુકસાન સાથે બંધ થયા. જ્યારે નિફ્ટીના 50 શેરોમાંથી 16 શેરો વધ્યા અને 34 નુકસાન સાથે બંધ થયા.
રોકાણકારોની સંપત્તિ ઘટી
બજાર વધારા સાથે બંધ થયું હોવા છતાં રોકાણકારનો સંપત્તિમાં આજનાટ રેડમાં ઘટી છે. બીએસઈ પર લિસ્ટેડ કંપનીઓનું માર્કેટ કેપ 299.60 લાખ કરોડ રૂપિયા થયું છે, જે ગત કારોબારી સત્રમાં 299.68 લાખ કરોડ રૂપિયા હતું. આજના કારોબારમાં રોકાણકારોની સંપત્તિ 8000 કરોડ રૂપિયા ઘટી છે.
આજે કેવી થઈ હતી શરૂઆત
આજે સવારે બીએસઈનો 30 શેરનો ઈન્ડેક્સ સેન્સેક્સ લગભગ 220 પોઈન્ટના વધારા સાથે 65,500 પોઈન્ટની નજીક પહોંચી ગયો હતો. નિફ્ટી 60 પોઈન્ટથી વધુના વધારા સાથે 19,400 પોઈન્ટની નજીક ટ્રેડ થઈ રહ્યો હતો.
ઈન્ડેક્સનું નામ | બંધ થવાનું સ્તર | ઉચ્ચ સ્તર | નિમ્ન સ્તર | બદલાવ ટકામા |
BSE MidCap | 28,871.75 | 29,079.61 | 28,818.38 | -0.44% |
BSE Sensex | 65,390.76 | 65,633.49 | 65,246.40 | 0.17% |
BSE SmallCap | 33,038.94 | 33,251.35 | 32,987.75 | -0.27% |
India VIX | 11.46 | 12.01 | 11.36 | -0.61% |
NIFTY Midcap 100 | 35,938.05 | 36,190.25 | 35,831.80 | -0.38% |
NIFTY Smallcap 100 | 11,054.15 | 11,172.25 | 11,042.50 | -0.58% |
NIfty smallcap 50 | 5,019.90 | 5,081.50 | 5,015.35 | -0.71% |
Nifty 100 | 19,239.80 | 19,316.90 | 19,213.50 | 0.03% |
Nifty 200 | 10,175.40 | 10,214.65 | 10,159.30 | -0.03% |
Nifty 50 | 19,355.90 | 19,435.85 | 19,327.10 | 0.12% |