Stock Market Closing, 11th April 2023: ભારતીય હવામાન વિભાગ દ્વારા ચોમાસું સામાન્ય રહેશે તેવી કરવામાં આવેલી આગાહીના પગલે ભારતીય શેરબજારમાં આજે તેજી જોવા મળી. સેન્સેક્સ 300થી વધુ પોઈન્ટના ઉછાળા સાથે 60 હજારને પાર બંધ રહ્યો. આજના વધારા બાદ રોકાણકારોની સંપત્તિ 264.52 લાખ કરોડ થઈ છે.
કેવો રહ્યો આજનો કારોબારી દિવસ
આજના કારોબારી દિવસે ભારતીય શેરબજારનો સૂચકાંક સેન્સેક્સ 377.21 પોઇન્ટના વધારા સાથે 60,157.72 પોઈન્ટ પર અને નિફ્ટી 98.25 પોઇન્ટના વધારા સાથે 17722.30 પોઇન્ટ પર બંધ રહ્યા. સપ્તાહના પ્રથમ કારોબારી દિવસ સોમવારે સેન્સેક્સ 13.54. પોઇન્ટના સાથે 18522.17 પોઇન્ટ પર અને નિફ્ટી 24.9 પોઇન્ટના સાથે 17624.05 પોઇન્ટ પર બંધ રહ્યા.
કેમ આવી તેજી
ભારતીય શેરબજાર માટે મંગળવાર ખૂબ જ શુભ દિવસ હતો. બેન્કિંગ શેરોમાં આવેલી શાનદાર તેજીને કારણે સેન્સેક્સ ટ્રિપલ સેન્ચ્યુરી સાથે બંધ થયો છે.
સેક્ટર્સની સ્થિતિ
આજના કારોબારમાં બેન્કિંગ, ઓટો, એફએમસીજી, મેટલ્સ, એનર્જી, ઈન્ફ્રા, ઓઈલ એન્ડ ગેસ, હેલ્થકેર સેક્ટરના શેર તેજી સાથે બંધ થયા છે. વળી, આઈટી, કન્ઝ્યૂમર ડ્યૂરેબલ્સ સેક્ટરના શેરો ઘટાડા સાથે બંધ થયા હતા. આજના કારોબારમાં મિડકેપ અને સ્મૉલકેપ શેરોમાં પણ ખરીદી જોવા મળી હતી. નિફ્ટીના 50 શેરોમાંથી 39 શેરો વધ્યા અને 11 શેરો નુકસાન સાથે બંધ થયા હતા. જ્યારે સેન્સેક્સના 30માંથી 20 શેરો વધારો આવ્યો અને અને 10 શેરો નુકસાન સાથે બંધ થયા હતા.
વધેલા ઘટેલા શેર્સ
આજના કારોબારમાં કોટક મહિન્દ્રા બેન્ક 5 ટકા, ટાટા સ્ટીલ 2.43 ટકા, ITC 1.90 ટકા, ICICI બેન્ક 1.65 ટકા, મારુતિ સુઝુકી 1.42 ટકા, બજાજ ફિનસર્વ 1.41 ટકા, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા 1.3 ટકાના વધારા સાથે બંધ થયા હતા. વળી, TCS 1.50 ટકા, ઇન્ફૉસિસ 1.42 ટકા, HCL ટેક 1.41 ટકા ઘટાડા સાથે બંધ રહ્યાં હતા.
રોકાણકારોની સંપત્તિમાં થયો વધારો
આજના ટ્રેડિંગ સેશનમાં પણ રોકાણકારોની સંપત્તિમાં જોરદાર ઉછાળો જોવા મળ્યો છે. BSE પર લિસ્ટેડ કંપનીનું માર્કેટ કેપિટલાઇઝેશન વધીને રૂ. 264.52 લાખ કરોડ થયું છે, જે સોમવારે રૂ. 263.13 લાખ કરોડ હતું. આજના ટ્રેડિંગમાં રોકાણકારોની સંપત્તિમાં રૂ. 1.39 લાખ કરોડનો વધારો આવ્યો છે.
આજે કેવી થઈ હતી શરૂઆત
ભારતીય શેરબજારમાં આજે તેજી સાથે શરૂઆત થઈ હતી. સેન્સેક્સ 203.15 પોઈન્ટ અથવા 0.34% વધીને 60,049.66 પર હતો અને નિફ્ટી 62 પોઈન્ટ અથવા 0.35% વધીને 17,686 પર હતો. લગભગ 1382 શેર વધ્યા, 491 શેર ઘટ્યા અને 75 શેર યથાવત રહ્યા હતા.
ઈન્ડેક્સનું નામ | બંધ થવાનું સ્તર | ઉચ્ચ સ્તર | નિમ્ન સ્તર | બદલાવ ટકાવારીમાં |
BSE Sensex | 60,130.11 | 60,267.68 | 59,919.88 | 0.00 |
BSE SmallCap | 27,951.15 | 27,973.73 | 27,814.83 | 0.01 |
India VIX | 11.98 | 12.27 | 11.67 | -2.42% |
NIFTY Midcap 100 | 30,623.50 | 30,696.10 | 30,501.40 | 0.50% |
NIFTY Smallcap 100 | 9,261.55 | 9,286.60 | 9,238.80 | 0.00 |
NIfty smallcap 50 | 4,231.55 | 4,237.35 | 4,210.35 | 0.01 |
Nifty 100 | 17,540.80 | 17,571.05 | 17,476.20 | 0.01 |
Nifty 200 | 9,192.55 | 9,208.55 | 9,158.35 | 0.01 |
Nifty 50 | 17,722.30 | 17,748.75 | 17,655.15 | 0.01 |