Stock Market Closing, 12th January, 2023:   ભારતીય શેરબજાર સતત ત્રીજા દિવસે ઘટાડા સાથે બંધ થયું. રોકાણકારોને 18 હજાર કરોડનું નુકસાન થયું છે. આજે બીએસઈમાં લિસ્ટેડ કંપનીનું માર્કેટ કેપ ઘટીને 280.06 લાખ કરોડ થઈ ગયું છે, જે બુધવારે ઘટીને 280.24 લાખ કરોડ રૂપિયા થઈ ગયું હતું.  આજે સેન્સેક્સ 147 પોઇન્ટ અને નિફ્ટી 37 પોઇન્ટના ઘટાડા સાથે બંધ થયા.

શેરબજારમાં આજે કેમ થયો ઘટાડો

સેન્સેક્સ 147.47 પોઇન્ટના ઘટાડા સાથે 59,958.03 અને નિફ્ટી 37.50 પોઇન્ટના ઘટાડા સાથે 17,858.20 પર બંધ થઈ હતી. બેંકિંગ, એનર્જી સ્ટોક્સમાં વેચવાલની કારણે આજે શેરબજારમાં ઘટાડો જોવા મળ્યો. જોકે આજના ટ્રેડિંગમાં આઈટી સેકટર બજારને સપોર્ટ આપ્યો.


બુધવારે કેટલા પોઇન્ટના ઘટાડા સાથે બંધ થયું હતું માર્કેટ

વોલેટાલિટીના કારણે બુધવારે સેન્સેક્સ 29.21 પોઇન્ટના ઘટાડા સાથે 60,086.27 પોઇન્ટ પર બંધ થયો. નિફ્ટી 23.95 પોઇન્ટના ઘટાડા સાથે 17,890.20 પર બંધ થઈ હતી. મંગળવારે સેન્સેક્સ 631.83 પોઇન્ટના ઘટાડા સાથે 60115.48 પોઇન્ટ પર, નિફ્ટી 187.05 પોઇન્ટના ઘટાડા સાથે 17914.15 પોઇન્ટ પર અને બેંક નિફ્ટી 568 પોઇન્ટના ઘટાડા સાથે 42014.75 પોઇન્ટ પર બંધ થયા હતા.

સેકટર્સની શું છે સ્થિતિ

બજાર ઘટવા છતાં આઈટી, ઓટો, મીડિયા સેક્ટરના શેરોમાં મજબૂતી રહી હતી. જ્યારે બેન્કિંગ, એનર્જી, એફએમસીજી, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ, હેલ્થકેર, ઓઈલ એન્ડ ગેસ, મેટલ્સ સેક્ટરના શેરમાં વેચવાલી જોવા મળી હતી. મિડકેપ અને સ્મોલકેપ શેરોમાં પણ વેચવાલી જોવા મળી હતી. સેન્સેક્સના 30 શેરોમાંથી 15 ઘટ્યા અને 15 વધ્યા. જ્યારે NSE નિફ્ટીના 50 શેરોમાંથી 26 શેરો ઉછાળા સાથે અને 24 ઘટાડા સાથે બંધ થયા હતા.

ઈન્ડેક્સનું નામ બંધ થવાનું સ્તર ઉચ્ચ સ્તર નિમ્ન સ્તર બદલાવ (ટકાવારીમાં)
BSE Sensex 59,958.03 60,290.35 59,632.32 -0.25%
BSE SmallCap 28,795.33 28,945.89 28,690.61 -0.02%
India VIX 15.28 16.0425 14.42 -1.04%
NIFTY Midcap 100 31,360.10 31,566.50 31,236.70 -0.31%
NIFTY Smallcap 100 9,647.65 9,704.10 9,596.85 -0.07%
NIfty smallcap 50 4,327.10 4,351.30 4,302.65 -0.09%
Nifty 100 18,028.30 18,105.15 17,932.75 -0.14%
Nifty 200 9,443.55 9,484.90 9,395.30 -0.17%
Nifty 50 17,858.20 17,945.80 17,761.65 -0.21%