Stock Market Closing: બે દિવસની તેજી બાદ બુધવારના સત્રમાં પ્રોફિટ બુકિંગના કારણે ભારતીય શેરબજાર ઘટાડા સાથે બંધ થયું હતું. આ ઘટાડાને કારણે સેન્સેક્સ તેની ઊંચાઈથી 400 પોઈન્ટ અને નિફ્ટી તેની ઊંચાઈથી 125 પોઈન્ટ ઘટી ગયો હતો. આજના કારોબારમાં BSE સેન્સેક્સ 223.94 પોઈન્ટના ઘટાડા સાથે 65,393.90 પોઈન્ટ પર બંધ થયો હતો જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 55.10 પોઈન્ટના ઘટાડા સાથે 19,384.30 પોઈન્ટ પર બંધ થયો હતો. 


 






સેક્ટરની સ્થિતિ
આજના કારોબારમાં બેન્કિંગ, આઈટી, મેટલ્સ, એનર્જી અને કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ સેક્ટરના શેર ઘટાડા સાથે બંધ થયા છે. જ્યારે ફાર્મા, એફએમસીજી, રિયલ એસ્ટેટ, મીડિયા હેલ્થકેર અને ઓઈલ એન્ડ ગેસ સેક્ટરના શેર તેજી સાથે બંધ થયા હતા. બજારમાં ઘટાડા છતાં સ્મોલ કેપ અને મિડ કેપ શેરો તેજી સાથે બંધ થયા છે.


BSE માર્કેટ કેપમાં વધારો


આજના કારોબારમાં બજાર ઘટવા છતાં BSE માર્કેટ કેપમાં ઉછાળો જોવા મળ્યો છે. BSE પર લિસ્ટેડ શેરોની માર્કેટ કેપ રૂ. 301.61 લાખ કરોડ રહી છે, જ્યારે અગાઉના ટ્રેડિંગ સેશનમાં માર્કેટ કેપ રૂ. 301.31 લાખ કરોડ હતી. એટલે કે આજના વેપારમાં રોકાણકારોની સંપત્તિમાં રૂ. 30,000 કરોડનો ઉછાળો આવ્યો છે.


તેજીવાળા શેરો
આજના કારોબારમાં એશિયન પેઈન્ટ્સ 0.48 ટકા, સન ફાર્મા 0.42 ટકા, નેસ્લે 0.39 ટકા વધીને બંધ રહ્યા હતા. જ્યારે ઈન્ફોસિસ 1.17 ટકા, ટાટા મોટર્સ 1.15 ટકા, અલ્ટ્રાટેક સિમેન્ટ 1.14 ટકા, HDFC બેન્ક 0.95 ટકા ઘટીને બંધ થયા હતા.


ટોપ લૂઝર્સ




ટોપ ગેઈન




સેન્સેક્સમાં ઉતાર ચઢાવ




સવારે કેવી રહી શરુઆત


વૈશ્વિક બજારના મિશ્ર સંકેતો વચ્ચે ભારતીય શેરબજાર આજે એટલે કે સપ્તાહના ત્રીજા ટ્રેડિંગ દિવસે (બુધવાર) તેજી સાથે શરૂઆત થઈ હતી. આજે GIFT નિફ્ટી પણ ફ્લેટ ખુલ્યો હતો અને 19,500 ના સ્તરની આસપાસ ટ્રેડ થતો જોવા મળ્યો હતો. સેન્સેક્સ 149.65 પોઈન્ટ અથવા 0.23% વધીને 65,767.49 પર અને નિફ્ટી 50.20 પોઈન્ટ અથવા 0.26% વધીને 19,489.60 પર હતો. લગભગ 1447 શેર વધ્યા, 482 શેર ઘટ્યા અને 129 શેર યથાવત. LTIMindtree, JSW સ્ટીલ, ITC, ONGC અને ટાઇટન કંપનીએ નિફ્ટીમાં ટોપ ગેઈનર્સ હતા, જ્યારે IndusInd બેન્ક, M&M, મારુતિ સુઝુકી, ડૉ. રેડ્ડીઝ લેબ્સ અને સિપ્લાને ટોપ લુઝર્સ હતા. 


ઓનલાઈન ગેમિંગ કંપનીઓના શેરમાં ધબડકો
GST કાઉન્સિલે ઓનલાઈન ગેમિંગ ઈન્ડસ્ટ્રી માટે 28 ટકા GSTની શું જાહેરાત કરી છે, ભારતીય શેરબજારમાં ઓનલાઈન ગેમિંગ કંપનીઓના શેરમાં તીવ્ર ઘટાડો જોવા મળી રહ્યો છે. ભારતીય ઓનલાઈન ગેમિંગ કંપનીઓ નઝારા ટેક્નોલોજીસ, ઓનમોબાઈલ ગ્લોબલ અને ડેલ્ટા કોર્પમાં તીવ્ર ઘટાડો નોંધાયો છે. બુધવારે શેરબજારમાં આ ઓનલાઈન ગેમિંગ કંપનીઓના શેર જબરદસ્ત ઘટાડા સાથે ટ્રેડ થઈ રહ્યા છે.


કઈ કંપનીમાં કેટલો ઘટાડો થયો છે


નઝારા ટેક્નોલોજીસનો શેર 14.2 ટકા ડાઉન હતો અને હાલમાં રૂ. 677.50 પ્રતિ શેર પર ટ્રેડ થઈ રહ્યો છે. ઓનમોબાઇલ ગ્લોબલના શેરમાં 8.9 ટકાનો ઘટાડો થયો હતો અને હાલમાં તે શેર દીઠ રૂ. 76.40 પર જોવા મળી રહ્યો છે. ડેલ્ટા કોર્પના શેરમાં સૌથી વધુ 22.70 ટકાનો ઘટાડો જોવા મળી રહ્યો છે અને તે શેર દીઠ રૂ. 190.70ના દરે છે. જો કે આ વર્ષમાં અત્યાર સુધીમાં નઝારા ટેક્નોલોજીમાં 21.6 ટકા અને ડેલ્ટા કોર્પમાં 15.9 ટકાનો ઉછાળો જોવા મળ્યો હતો, પરંતુ આજના ઘટાડાથી તેની આગળની બધી તેજી ધોવાઈ ગઈ છે.


પોઝિટિવ ઓપનિંગ છતાં શેરબજાર ઉપરના સ્તરોથી તૂટી ગયું છે. બીએસઈ સેન્સેક્સ ઈન્ટ્રાડે હાઈથી લગભગ 330 પોઈન્ટ નીચે સરકી ગયો હતો, જે ટ્રેડિંગ ડે દરમિયાન 65,811 પર પહોંચ્યો હતો. પરંતુ IT, મેટલ અને FMCG શેરોમાં વેચવાલીથી ભારે ઘટાડો નોંધાઈ રહ્યો છે. ઇન્ડેક્સ હાલમાં 65,500ના સ્તરે આવી ગયો છે. એ જ રીતે નિફ્ટી પણ ઘટીને 19,400ની નજીક ટ્રેડ થઈ રહ્યો છે. ઈન્ફોસિસ અને અલ્ટ્રાટેક સિમેન્ટ નિફ્ટીમાં ટોપ લુઝર છે. ગઈકાલે એટલે કે 11 જુલાઈએ BSE સેન્સેક્સ 273 પોઈન્ટ વધીને 65,617 પર બંધ થયો હતો.


Join Our Official Telegram Channel: https://t.me/abpasmitaofficial