Stock Market Closing, 14th July, 2023: સપ્તાહના અંતિમ દિવસે ભારતીય શેરબજાર વધારા સાથે બંધ થયું. ગુરુવારે બોલેલા કડાકા બાદ આજે માર્કેટમાં શાનદાર વધારો જોવા મળ્યો હતો. ટીસીએસ અને રિલાયન્સ સૌથી વધુ એક્ટિવ શેર રહ્યા. ટીસીએસના શેરમાં 5 ટકાનો ઉછાળો જોવા મળ્યો હતો. આજના વધારા બાદ રોકાણકારોની સંપત્તિ વધીને 298.57 લાખ કરોડ થઈ છે, ગુરુવારે માર્કેટ બંધ રહ્યું ત્યારે BSE પર લિસ્ટેડ કંપનીઓનું માર્કેટ કેપ ઘટીને 295.96 લાખ કરોડ રૂપિયા હતું.
ભારતીય શેરબજારનો સૂચકાંક સેન્સેક્સ આજે 502.01 પોઇન્ટના ઉછાળા સાથે 66060.90 પોઇન્ટ અને નિફ્ટી 150.75 પોઇન્ટના વધારા સાથે 19564.50 પોઇન્ટ પર બંધ રહ્યા. બેંક નિફ્ટી 154.25 પોઇન્ટ વધીને 44819.30 પોઇન્ટ પર બંધ રહી. ટીસીએસ, ઈન્ફોસિસ, ટેક મહિન્દ્રા, એલટીઆઈ માઈન્ડ ટ્રી અને એચસીએલ ટેકનોલોજી નિફ્ટીના ટોપ ગેઇનર્સ હતા. જ્યારે એચડીએસએફસી લાઈફ, એમએન્ડએમ, પાવર ગ્રિડ કોર્પોરેશન, ટાઈટન કંપની અને ડો.રેડ્ડી લેબ ટોપ લૂઝર્સ હત. બીએસઆઈ મિડકેપ અને સ્મોલકેપ 1 ટકા વધ્યા હતા.તમામ સેક્ટર લીલા નિશાનમાં બંધ થયા હતા.
શેરબજારમાં કેમ આવી તેજી અને બનાવ્યો નવો રેકોર્ડ
સપ્તાહના અંતિમ કારોબારી દિવસે આઈટી શેર્સમાં જોરદાર ખરીદી જોવા મળી. જેના કારણે બંને મુખ્ય સૂચકાંક બીએસઈ સેન્સેક્સ અને એનએસઈ નિફ્ટીએ નવો રેકોર્ડ બનાવ્યો. કારોબાર દરમિયાન એક સમયે સેન્સેક્સ 66159.79 પોઇન્ટ સુધી પહોંચ્યું હતો, જે અત્યાર સુધીનું સૌથી નવું ઊંચુ સ્તર છે. આજના કારોબારમાં નિફ્ટી એક સમયે 19,595.35 પોઈન્ટની ઊંચી સપાટીએ પહોંચ્યો હતો, જે નિફ્ટીની નવી ઓલ ટાઈમ હાઈ લેવલ પણ છે.
આઈટી શેરોમાં આવી તેજી
આજના કારોબારમાં સેન્સેક્સની 30માંથી માત્ર 10 કંપનીઓને જ નુકસાન થયું છે, જ્યારે 20 કંપનીઓના શેર મજબૂતી સાથે બંધ થયા છે. આઈટી શેરોની આગેવાનીમાં આજે માર્કેટમાં તેજી જોવા મળી હતી. સેન્સેક્સ પર ટીસીએસના શેરમાં સૌથી વધુ 5.15 ટકાનો વધારો થયો હતો. એ જ રીતે ટેક મહિન્દ્રા, ઈન્ફોસિસ, એચસીએલ ટેક અને વિપ્રો જેવા મોટા આઈટી શેરોમાં પણ 4.50 ટકા સુધીનો ઉછાળો નોંધાયો હતો. સેન્સેક્સમાં ટોચના પાંચ લાભકર્તા આઇટી સેક્ટરના હતા. IT કંપનીઓને ઉત્તમ ત્રિમાસિક પરિણામોથી મદદ મળી છે.
આજે કેવી થઈ હતી શરૂઆત
આજે BSE નો 30 શેરવાળો ઈન્ડેક્સ સેન્સેક્સ 216.02 પોઈન્ટ અથવા 0.33 ટકાના વધારા સાથે 65774.91ના સ્તર અને નિફ્ટીએ 79.70 પોઈન્ટ અથવા 0.41 ટકાના વધારા સાથે 19493.05 ના સ્તર પર ખૂલ્યા હતા.
આઈટી ઈન્ડેક્સ બન્યો બજારનો ટોપ ગેનર ઈન્ડેક્સ
આઈટી ઈન્ડેક્સે આજે બજારમાં ઈતિહાસ રચ્યો અને 1000 પોઈન્ટથી વધુની ઊંચાઈએ ટ્રેડ થયો. 1000 પોઈન્ટના વધારા સાથે તે બજારનો ટોપ ગેનર ઈન્ડેક્સ બન્યો. નિફ્ટીના આઈટી ઈન્ડેક્સમાં પણ બજારને મજબૂત સપોર્ટ મળી રહ્યો છે અને સેન્સેક્સમાં પણ 65900ની ઉપરના સ્તરો જોવા મળ્યા છે. આઈટી ઈન્ડેક્સમાં 4 ટકાથી વધુનો ઉછાળો જોવા મળ્યો.
Join Our Official Telegram Channel: