Stock Market Closing, 15th February, 2023: ભારતીય શેરબજાર સતત બીજા દિવસે વધારા સાથે બંધ થયું. સેન્સેક્સમાં છેલ્લા બે કારોબારી દિવસમાં 850થી વધુ પોઇન્ટનો વધારો થયો. આજે નિફ્ટી 18 હજારને પાર બંધ થઈ. રોકાણકારોની સંપત્તિ 267.39 લાખ કરોડ થઈ છે.
સેન્સેક્સમાં કેટલો થયો વધારો
ભારતીય શેરબજારનો સૂચકાંક સેન્સેક્સ 242.83 પોઇન્ટના વધારા સાથે 61,275.09 પોઇન્ટ પર, નિફ્ટી 86 પોઇન્ટ વધીને 18,075.85 પોઇન્ટ પર અને બેંક નિફ્ટી 82.70 પોઇન્ટના વધારા સાથે 41,731.05 પોઇન્ટ પર બંધ થયા. મંગળવારે સેન્સેક્સ 600.42 પોઇન્ટના વધારા સાથે 61,032.26 પોઇન્ટ પર બંધ રહ્યો, નિફ્ટી 151.95 પોઇન્ટના ઉછાળા સાથે 17,922.85 પોઇન્ટ અને બેંક નિફ્ટી 334.80 પોઇન્ટના વધારા સાથે 41,617 પોઇન્ટ પર બંધ રહ્યા. સોમવારે સેન્સેક્સ 250.86 પોઇન્ટના ઘટાડા સાથે 60,431.84 અને નિફ્ટી 86.06 અંકના ઘટાડા સાથે 18,689.12 પર બંધ થયા.
સેન્સેક્સ અને નિફ્ટીની સ્થિતિ
આજે સેન્સેક્સના 30માંથી 20 શેરો તેજી સાથે બંધ થયા છે અને 10 શેરોમાં ઘટાડો નોંધાયો છે. તે જ સમયે, નિફ્ટીના 50 માંથી 37 શેરો આજે લીલા નિશાનમાં મજબૂત રીતે બંધ થયા છે અને 13 શેરો ઘટાડા સાથે બંધ થયા છે.
સેક્ટર અપડેટ
આજે એફએમસીજી અને ફાર્મા સેક્ટર સિવાય અન્ય તમામ સૂચકાંકો ઉછાળા સાથે બંધ થયા હતા. આજના વધતા સેક્ટર પર નજર કરીએ તો બેન્ક, ઓટો, ફાયનાન્સિયલ સર્વિસ, આઈટી, મીડિયા, મેટલ, પીએસયુ બેન્ક અને પ્રાઈવેટ બેન્કના શેર લીલા નિશાનમાં બંધ થયા છે. કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ, હેલ્થકેર, રિયલ્ટી અને ઓઈલ એન્ડ ગેસ શેરોમાં આજે ઉછાળો નોંધાયો છે.
સેન્સેક્સ અને નિફ્ટીના વધેલા અને ઘટેલા શેર્સ
આજે સેન્સેક્સના 30માંથી 20 શેરો ઉછાળા સાથે બંધ થયા અને તેમાંથી ટેક મહિન્દ્રા, રિલાયન્સ, બજાજ ફિનસર્વ, ભારતી એરટેલ, ટાટા સ્ટીલ અને એમએન્ડએમ સૌથી વધુ ઉછળ્યા. બીજી તરફ નિફ્ટીના 50માંથી 37 શેરોમાં ટેક મહિન્દ્રા સૌથી વધુ વધ્યો, આ સિવાય અપોલો હોસ્પિટલ, બજાજ ફિનસર્વ, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ અને ગ્રાસિમના શેરમાં પણ વધારો થયો.
આજના નિફ્ટીમાં ઘટી રહેલા શેરોમાં HUL, સન ફાર્મા, ONGC, L&T અને IndusInd Bank સૌથી વધુ ઘટ્યા છે. એક્સિસ બેંક, પાવરગ્રીડ, એનટીપીસી, એચડીએફસી, એચડીએફસી બેંક, સન ફાર્મા, આઇટીસી, એચયુએલ, એલએન્ડટી અને ઇન્ડસઇન્ડ બેંક સેન્સેક્સના ઘટતા શેરોમાં સામેલ છે.
આજે કેવી થઈ હતી શરૂઆત
આજે બીએસઈનો સેન્સેક્સ ગઈકાલના 61032.26ની સામે 42.21 પોઈન્ટ ઘટીને 60990.05 પર ખુલ્યો હતો જ્યારે નિફ્ટી ગઈકાલના 17929.85ની સામે 33.25 પોઈન્ટ ઘટીને 17896.6 પર ખુલ્યો હતો. બેંક નિફ્ટીની વાત કરીએ તો તે ગઈકાલના 41648.35ની સામે 26.25 પોઈન્ટ વધીને 41674.6 પર ખુલ્યો હતો.