Stock Market Closing, 15th March 2023: ભારતીય શેરબજાર માટે સપ્તાહનો સતત ત્રીજો અને સળંગ પાંચમો કારોબારી દિવસ નિરાશાજનક રહ્યો. આજે સવારે વધારા સાથે શરૂઆત થયા બાદ દિવસના અંતે શેરબજાર ઘટાડા સાથે બંધ રહ્યું હતું.
કેટલા ઘટાડા સાથે બંધ રહ્યું શેરબજાર
ભારતીય શેરબજાર 344.29 પોઇન્ટના ઘટાડા સાથે 57555.90 પોઇન્ટ પર અને નિફ્ટી 71.15 પોઇન્ટના ઘટાડા સાથે 16,972.15 પર બંધ રહ્યા. મંગળવારે ભારતીય શેરબજાર આજે 337.66 પોઇન્ટના ઘટાડા સાથે 57,900.19 પોઇન્ટ પર અને નિફ્ટી 113.05 પોઇન્ટના ઘટાડા સાથે 17922.48 પોઇન્ટ પર બંધ રહ્યા હતા. સોમવારે સેન્સેક્સ 897.25 પોઇન્ટના કડાકા સાથે 58,237.85 પોઇન્ટ પર અને નિફ્ટી 271.68 પોઇન્ટના ઘટાડા સાથે 18035.53 પર બંધ રહ્યા હતા.
રોકાણકારોને નુકસાન
આજે શેરબજારમાં ઘટાડાથી રોકાણકારોને ફરી નુકશાની વેઠવી પડી છે. BSE પર લિસ્ટેડ કંપનીઓનું માર્કેટ કેપ ઘટીને રૂ. 255.76 લાખ કરોડ થયું છે, જે મંગળવારે રૂ. 256.53 લાખ કરોડ હતું. એટલે કે આજના વેપારમાં રોકાણકારોને રૂ.77,000 કરોડનું નુકસાન થયું છે.
સેક્ટર અપડેટ
આજના ટ્રેડિંગ સેશનમાં ફાર્મા, મેટલ્સ, કોમોડિટી, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ, હેલ્થકેર સેક્ટરના શેરમાં ઉછાળો જોવા મળ્યો છે. જ્યારે બેન્કિંગ, આઈટી, ઓટો, એફએમસીજી, મીડિયા, ઈન્ફ્રા, ઓઈલ એન્ડ ગેસ સેક્ટરના શેરમાં વેચવાલી જોવા મળી છે. જો કે સ્મોલ કેપ અને મિડ કેપ શેરોમાં તેજી જોવા મળી છે. નિફ્ટીના 50 શેરોમાંથી 20 શેરો ઉછાળા સાથે બંધ થયા જ્યારે 30 શેર નુકસાન સાથે બંધ થયા. જ્યારે સેન્સેક્સના 30 શેરોમાંથી 8 વધ્યા અને 22 નુકસાન સાથે બંધ થયા.
વધેલા ઘટેલા શેર્સ
આજના કારોબારમાં એશિયન પેઈન્ટ્સ 2.99 ટકા, ટાટા સ્ટીલ 2.07 ટકા, ટાઇટન કંપની 1.76 ટકા, લાર્સન 1.47 ટકા, પાવર ગ્રીડ 1.44 ટકા, કોટક મહિન્દ્રા 1.12 ટકા, અલ્ટ્રાટેક સિમેન્ટ 108 ટકા સાથે બંધ રહ્યા હતા. જ્યારે ભારતી એરટેલ 2 ટકા, ઇન્ડસઇન્ડ બેન્ક 1.85 ટકા, રિલાયન્સ 1.74 ટકા, HDFC બેન્ક 1.54 ટકા, SBI 1.49 ટકા, HUL 1.48 ટકા ઘટીને બંધ થયા છે.
આજે કેમ થયો ઘટોડો
સવારે જોરદાર ખુલવા છતાં અને બપોર સુધી તેજીથી વેપાર કરવા છતાં બજારે તેની ગતિ જાળવી રાખી નહોતી. રોકાણકારોની વેચવાલીથી ભારતીય બજાર ફરી ઘટાડા સાથે બંધ થયું.
આજે કેવી થઈ હતી શરૂઆત
આજે બીએસઈનો સેન્સેક્સ ગઈકાલના 57900.19ની સામે 368.35 પોઈન્ટ વધીને 58268.54 પર ખુલ્યો હતો જ્યારે નિફ્ટી ગઈકાલના 17043.3ની સામે 123.15 પોઈન્ટ વધીને 17166.45 પર ખુલ્યો હતો. બેંક નિફ્ટીની વાત કરીએ તો તે ગઈકાલના 39411.4ની સામે 366.50 પોઈન્ટ વધીને 39777.9 પર ખુલ્યો હતો.
ઈન્ડેક્સનું નામ | બંધ થવાનું સ્તર | ઉચ્ચ સ્તક | નિમ્ન સ્તર | બદલાવ ટકાવારીમાં |
BSE Sensex | 57,548.00 | 58,473.63 | 57,455.67 | -0.61% |
BSE SmallCap | 27,155.76 | 27,448.80 | 27,141.61 | 0.00 |
India VIX | 16.30 | 16.51 | 14.52 | 0.00 |
NIFTY Midcap 100 | 29,971.25 | 30,248.25 | 29,919.95 | 0.00 |
NIFTY Smallcap 100 | 9,080.15 | 9,160.65 | 9,062.00 | 0.00 |
NIfty smallcap 50 | 4,107.45 | 4,140.75 | 4,099.50 | 0.01 |
Nifty 100 | 16,825.05 | 17,044.10 | 16,795.50 | -0.37% |
Nifty 200 | 8,840.90 | 8,951.40 | 8,826.05 | -0.31% |
Nifty 50 | 16,972.15 | 17,211.35 | 16,938.90 | -0.42% |
ગત 4 દિવસમાં રોકાણકારોને કેટલું થયું નુકસાન
બજારોમાં ઘટાડાનો ટ્રેન્ડ 9 માર્ચથી ચાલી રહ્યો છે અને ગઈકાલે 14 માર્ચે સતત ચોથા દિવસે રોકાણકારોને ઘટાડાનો મોટો આંચકો લાગ્યો હતો. માત્ર 4 દિવસમાં ભારતીય બજારમાં રોકાણકારોને 9.56 લાખ કરોડ રૂપિયાનું નુકસાન થયું છે. આ એક મોટો આંકડો છે અને રોકાણકારોના પાકીટમાંથી 9.5 લાખ કરોડથી વધુની રકમ સ્વાહા થઈ ગઈ છે.