Stock Market Closing 16th January, 2023: ભારતીય શેરબજાર માટે સપ્તાહનો પ્રથમ કારોબારી દિવસ નબળો રહ્યો. સેન્સેક્સ 150થી વધુ પોઇન્ટના ઘટાડા સાથે બંધ રહ્યો.  તમામ સેકટર રેડ ઝોનમાં બંધ રહ્યા હતા. માર્કેટ કેપ ઘટીને 280.71 લાખ કરોડ  રૂપિયા થઈ છે.

શેરબજાર કેટલા પોઇન્ટના ઘટાડા સાથે રહ્યું બંધ

ભારતીય શેરબજારનો સૂચકાંક સેન્સેક્સ 168.21 પોઇન્ટના ઘટાડા સાથે 60,092.97 પર, નિફ્ટી  63.09 પોઇન્ટના ઘટાડા સાથે 17,891.65 પોઇન્ટ પર બંધ રહ્યા. શેરબજાર નફાવસૂલીના કારણે ઘટાડા સાથે બંધ થયું.


આજે સવારે કેવી થઈ હતી શરૂઆત

આજે બીએસઈનો સેન્સેક્સ શુક્રવારના 60261.18ની સામે 289.32 પોઈન્ટ વધીને 60550.5 પર ખુલ્યો હતો જ્યારે નિફ્ટી શુક્રવારના 17956.6ની સામે 76.55 પોઈન્ટ વધીને 18033.15 પર ખુલ્યો હતો. બેંક નિફ્ટીની વાત કરીએ તો તે શુક્રવારના 42371.25ની સામે 251.25 પોઈન્ટ વધીને 42622.5 પર ખુલ્યો હતો. આજે સવારે બેંક, ફાઇનાન્સિયલ અને આઇટી સહિતના મોટાભાગના સેક્ટરમાં ખરીદી જોવા મળી હતી.


સેક્ટરની સ્થિતિ

આજના ટ્રેડિંગ સેશનમાં આઈટી, પીએસયુ બેન્ક, એફએમસીજી, એનર્જી, શેરોમાં ઉછાળો નોંધાયો હતો જ્યારે બેન્કિંગ, મેટલ્સ, ફાર્મા, રિયલ એસ્ટેટ, મીડિયા, ઈન્ફ્રા સેક્ટરના શેરોમાં ઘટાડો નોંધાયો હતો. મિડકેપ અને સ્મોલકેપ શેરોમાં પણ પ્રોફિટ બુકિંગ જોવા મળ્યું હતું.

રોકાણકારોની સંપત્તિમાં ઘટાડો

આજના વેપારમાં, BSE પર લિસ્ટેડ કંપનીઓનું માર્કેટ કેપ રૂ. 280.68 લાખ કરોડ હતું, જ્યારે શુક્રવારે અગાઉના ટ્રેડિંગ સેશનમાં રૂ. 281.14 લાખ કરોડ હતું. એટલે કે રોકાણકારોની સંપત્તિમાં 46000 કરોડ રૂપિયાનો ઘટાડો થયો છે.

ઈન્ડેકસનું નામ બંધ થવાનું સ્તર ઉચ્ચ સ્તર નિમ્ન સ્તર બદલાવ (ટકાવારીમાં)
BSE Sensex 60,092.97 60,586.77 59,963.83 -0.28%
BSE SmallCap 28,830.05 29,007.89 28,810.77 -0.10%
India VIX 15.02 15.36 14.46 0.04
NIFTY Midcap 100 31,253.05 31,522.10 31,218.75 -0.24%
NIFTY Smallcap 100 9,668.95 9,739.35 9,658.30 -0.07%
NIfty smallcap 50 4,338.40 4,371.95 4,334.80 -0.06%
Nifty 100 18,074.20 18,212.00 18,029.00 -0.29%
Nifty 200 9,460.35 9,533.40 9,439.70 -0.28%
Nifty 50 17,894.85 18,049.65 17,853.65 -0.34%