Stock Market Closing, 17th February, 2023: શુક્રવારે ભારતીય શેરબજાર લાલ નિશાન સાથે બંધ થયું છે. ભારતીય શેરબજારનો સૂચકાંક સેન્સેક્સ 316.94 પોઇન્ટના ઘટડા સાથે 61,002.57 પોઇન્ટ પર બંધ રહ્યો છે જ્યારે નિફ્ટી 90.10 પોઇન્ટના ઘટાડા સાથે 17945.70 પોઇન્ટ પર બંધ થયો છે.
સેક્ટર અપડેટ
આજે ટ્રેડિંગ સત્રમાં માત્ર એનર્જી, ઇન્ફ્રા, કોમોડિટી સેક્ટરના સ્ટોકમાં તેજી જોવા મળી. તો બીજી તરફ બેંકિંગ, ઓટો, આઈટી, ફાર્મા, મેટલ્સ, મીડિયા, રિયલ એસ્ટેટ, એફએમસીજી સેક્ટર કે શેર ઘટાડા સાથે બંધ રહ્યા. મિડકેપ અને સ્મોલ કેપ શેર પણ ઘટાડા સાથે બંધ રહ્યા. નિફ્ટીના 50 શેરોમાં 14 શેર તેજી સાથે 36 ઘટાડા સાથે બંધ રહ્યા. સેન્સેક્સના 30 શેરોમાં 7 શેરમાં તેજી જોવા મળી તો 23 ઘટાડા સાથે બંધ રહ્યા.
ઈન્ડેક્સનું નામ | બંધ થવાનું સ્તર | ઉચ્ચ સ્તર | નિમ્ન સ્તર | બદલાવ (ટકાવારીમાં) |
BSE Sensex | 61,029.52 | 61,302.72 | 60,810.67 | |
BSE SmallCap | 28,045.25 | 28,187.59 | 28,018.53 | -0.24% |
India VIX | 13.09 | 13.52 | 10.80 | 0.02 |
NIFTY Midcap 100 | 30,642.05 | 30,863.15 | 30,591.80 | -0.79% |
NIFTY Smallcap 100 | 9,417.55 | 9,496.25 | 9,402.55 | -0.57% |
NIfty smallcap 50 | 4,261.40 | 4,298.55 | 4,257.05 | -0.78% |
Nifty 100 | 17,721.05 | 17,808.55 | 17,666.30 | -0.53% |
Nifty 200 | 9,275.45 | 9,321.80 | 9,249.40 | -0.56% |
Nifty 50 | 17,944.20 | 18,034.25 | 17,884.60 | -0.51% |
ટોપ ગેઈનર્સ
ટોપ લુઝર્સ
જાણો શુગર શેરોમાં શા માટે ઘટાડો નોંધાયો
કેટલાક દિવસો પહેલા શેર માર્કેટમાં શુગર શેર મિઠાસ આપી રહ્યા હતા પરંતુ હવે આ મિઠાસ કડવી લાગવા લાગી છે. ઉપરના સ્તરોથી ઘણા શુગર શેર અડધા લેવલે આવી ગયા છે. બજારના નિષ્ણાતોનું કહેવું છે કે નબળા ત્રિમાસિક પરિણામો અને સસ્તી ખાંડના કારણે શેર દબાણમાં આવ્યા છે. બપોરે 2 વાગ્યાની આસપાસ NSE પર મવાના સુગર્સનો શેર 1.35 ટકા, રાણા સુગર 0.44 ટકા, અવધ સુગર 2 ટકા, શ્રી રેણુકા સુગર 1.04 ટકા, દ્વારિકેશ સુગર 0.73 ટકા ઘટીને ટ્રેડ થઈ રહ્યો હતો.
બજાર નિષ્ણાતોનું કહેવું છે કે ઓક્ટોબર-ડિસેમ્બર ક્વાર્ટરમાં ખાંડ ક્ષેત્ર સાથે જોડાયેલી કંપનીઓના પરિણામો નબળા રહ્યા છે. જેના કારણે ખાંડના સ્ટોકમાં ભારે ઘટાડો જોવા મળ્યો છે. આની સાથે જ ખાંડના વેચાણમાં પણ મંદી હોવાનું નિષ્ણાતોનું કહેવું છે. આ સિવાય ફેબ્રુઆરીમાં ખાંડ 5% સસ્તી થઈ છે. તે જ સમયે, ઉત્પાદનને જોતા, વધારાની ખાંડની નિકાસ કરવામાં આવી છે. ઓછા ઉત્પાદનના કિસ્સામાં નિકાસને મંજૂરી નથી. આ તમામ કારણોને લીધે ખાંડના સ્ટોકમાં ઘટાડો જોવા મળી રહ્યો છે.
સવારે નિફ્ટી 18000 નીચે ખુલ્યો હતો
વૈશ્વિક બજારમાં મંદીની ચાલની વચ્ચે આજે સપ્તાના અંતિમ દિવસે ભારતીય શેરબજારમાં પણ ઘટાડા સાથે શરૂઆત થઈ હતી. આજે બીએસઈનો સેન્સેક્સ ગઈકાલના 61319.51ની સામે 325.97 પોઈન્ટ ઘટીને 60993.54 પર ખુલ્યો હતો જ્યારે નિફ્ટી ગઈકાલના 18035.85ની સામે 61 પોઈન્ટ ઘટીને 17974.85 પર ખુલ્યો હતો. બેંક નિફ્ટીની વાત કરીએ તો તે ગઈકાલના 41631.35ની સામે 117.35 પોઈન્ટ ઘટીને 41514 પર ખુલ્યો હતો.
9-16 કલાકે સેન્સેક્સ 321.96 પોઈન્ટ અથવા 0.53% ઘટીને 60,997.55 પર અને નિફ્ટી 85.80 પોઈન્ટ અથવા 0.48% ઘટીને 17,950 પર હતો. લગભગ 814 શેર વધ્યા હતા, 1071 શેર ઘટ્યા હતા અને 124 શેર યથાવત રહ્યા હતા. ટાટા સ્ટીલ, બીપીસીએલ, અલ્ટ્રાટેક સિમેન્ટ, જેએસડબલ્યુ સ્ટીલ અને હિન્દાલ્કો ઈન્ડસ્ટ્રીઝ નિફ્ટીમાં સૌથી વધુ વધનારા સ્ટોક હતા. જ્યારે નેસ્લે ઈન્ડિયા, હીરો મોટોકોર્પ, એચસીએલ ટેક, ટેક મહિન્દ્રા અને સિપ્લા સૌથી વધુ ઘટનારા સ્નુટોક હતા.