Stock Market Closing On 17 August 2023: છેલ્લા બે ટ્રેડિંગ સેશનમાં, ભારતીય શેરબજારે નીચલા સ્તરેથી અદભૂત રિકવરી દર્શાવી હતી પરંતુ ગુરુવારે આવું થઈ શક્યું નહીં. આઈટી, એફએમસીજી અને એનર્જી શેરોમાં પ્રોફિટ બુકિંગના કારણે બજારમાં વેચવાલી જોવા મળી હતી. આજના કારોબારના અંતે BSE સેન્સેક્સ 388 પોઈન્ટ ઘટીને 65,151 અને નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 100 પોઈન્ટના ઘટાડા સાથે 19,365 પોઈન્ટ પર બંધ થયો હતો.

 

ક્ષેત્રની સ્થિતિઆજના કારોબારમાં એફએમસીજી, બેન્કિંગ, આઈટી, એનર્જી, ફાર્મા, ઈન્ફ્રા, હેલ્થકેર, ઓઈલ એન્ડ ગેસ સેક્ટરના શેરો ઘટીને બંધ થયા છે. ઓટો સેક્ટરમાં પણ ઘટાડો જોવા મળ્યો છે. માત્ર કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ સેક્ટરના શેરોમાં જ તેજી જોવા મળી હતી. મિડ કેપ અને સ્મોલ કેપ શેરોમાં તેજી ચાલુ છે. સેન્સેક્સના 30 શેરોમાંથી માત્ર 8 જ વધ્યા હતા જ્યારે 22 ઘટ્યા હતા. જ્યારે નિફ્ટીના 50 શેરોમાંથી 17 શેર વધીને અને 33 ઘટીને બંધ રહ્યા હતા.

ઈન્ડેક્સનું નામબંધ થવાનું સ્તરઉચ્ચ સ્તરનિમ્ન સ્તરફેરફાર ટકાવારીમાં
BSE MidCap30,390.1030,537.1630,355.510.00
BSE Sensex65,151.0265,535.1465,046.10-0.59%
BSE SmallCap35,364.2835,520.7335,318.600.19%
India VIX12.2412.6712.110.95%
NIFTY Midcap 10037,895.5038,013.8037,832.900.25%
NIFTY Smallcap 10011,745.3011,811.1511,731.650.14%
NIfty smallcap 505,341.355,366.005,328.600.22%
Nifty 10019,264.6019,361.6019,236.30-0.48%
Nifty 20010,263.9510,308.5510,249.55-0.38%
Nifty 5019,365.2519,461.5519,326.25-0.51%

રોકાણકારોને નુકસાનઆજના કારોબારમાં બજારના રોકાણકારોની સંપત્તિમાં ઘટાડો નોંધાયો છે. BSE પર લિસ્ટેડ કંપનીઓનું માર્કેટ કેપ પાછલા સત્રમાં રૂ. 304.36 લાખ કરોડથી ઘટીને રૂ. 303.90 લાખ કરોડ થયું હતું. એટલે કે આજના વેપારમાં રોકાણકારોને રૂ.46,000 કરોડનું નુકસાન થયું છે.

ટોપ ગેઈનર્સ

ટોપ લૂઝર્સ

સેન્સેક્સમાં ઉતાર ચઢાવ

સેન્સેક્સ 65500 નીચે ખુલ્યો હતો

 નબળા વૈશ્વિક સંકેતોને કારણે શેરબજારની શરૂઆત નબળી રહી હતી. જોકે, શરૂઆતની નબળાઈ બાદ નીચલા સ્તરેથી રિકવરી જોવા મળી. બજારના મુખ્ય સૂચકાંકો સપાટ વેપાર કરતા જોવા મળ્યા હતા. BSE સેન્સેક્સ 65,500 અને નિફ્ટી 19,400 ની નજીક ટ્રેડ કરી રહ્યા હતા. સેન્સેક્સ 41.48 પોઈન્ટ અથવા 0.06 ટકા ઘટીને 65,497.94 પર અને નિફ્ટી 21.00 પોઈન્ટ અથવા 0.11 ટકા ઘટીને 19,444 પર હતો. લગભગ 1436 શેર વધ્યા, 571 શેર ઘટ્યા અને 125 શેર યથાવત. BSE સેન્સેક્સમાં સામેલ શેરોમાં મિશ્ર કારોબાર જોવા મળી રહ્યો હતો. ટાઈટનનો શેર એક ટકાની મજબૂતાઈ સાથે ઈન્ડેક્સમાં ટોપ ગેનર હતો, જ્યારે ITC ટોપ લૂઝર જોવા મળ્યો હતો.