Stock Market Closing, 18th September 2023: આજે શેર માર્કેટમાં ફરી એકવાર મંદીનો માહોલ જોવા મળ્યો હતો, આજે કારોબારી દિવસના અંતે માર્કેટમાં સુસ્ત કારોબાર રહ્યાં હતા. સ્ટૉક માર્કેટના બન્ને ઇન્ડેક્સ ઘટાડા સાથે બંધ થયા હતા. બીએસઇનો ઇન્ડેક્સ સેન્સેક્સ આજે દિવસના અંતે 0.36 ટકાના ઘટાડા અને 241.79 પૉઇન્ટના ઘટાડા સાથે 67,596.84ના સ્તરે બંધ થયો હતો. સાથે સાથે નિફ્ટીમાં પણ ઘટાડો જોવા મળ્યો હતો. કારોબારી દિવસના અંતે એનએસઇનો ઇન્ડેક્સ નિફ્ટી 0.29 ટકાના ઘટાડા સાથે 59.05 પૉઇન્ટ ઘટ્યો અને 20,133.30ના સ્તરે બંધ રહ્યો હતો. આમ આજે બન્ને ઇન્ડેક્સ ઘટાડા સાથે બંધ થયા હતા, દિવસ દરમિયાન માર્કેટમાં સુસ્ત કારોબાર જોવા મળ્યા હતા.
સેન્સેક્સ-નિફ્ટી ઘટાડા સાથે બંધ
આજે સપ્તાહના પહેલા દિવસે શેરબજારમાં કારોબાર ઘટાડા સાથે બંધ થયો છે. આજનો દિવસ બજાર માટે ખાસ ન હતો અને દિવસભર રેડ ઝોનમાં ટ્રેડિંગ ટ્રેન્ડ જોવા મળ્યો હતો. નિફ્ટીના 12માંથી 8 સેક્ટરમાં ઘટાડા સાથે આજે ટ્રેડિંગ બંધ થયું હતું. PSU અને ખાનગી બેંકોએ આજે બજારનો મૂડ બગાડ્યો છે અને પાવર શેરોમાં રેકોર્ડ ઉછાળો જોવા મળી રહ્યો છે અને તેઓ બજારમાં થોડી ચમક ઉમેરી રહ્યા છે.
સ્મૉલકેપ ઈન્ડેક્સમાં આજે પણ ઘટાડો યથાવત
સ્મૉલકેપ ઇન્ડેક્સમાં વધુ ઘટાડો જોવા મળ્યો હતો અને NSEના માત્ર 860 શેરમાં જ લાભ સાથે ટ્રેડિંગ જોવા મળ્યું હતું અને 1367 શેરમાં ઘટાડા સાથે ટ્રેડિંગ જોવા મળ્યું હતું. જ્યારે બેન્ક નિફ્ટી આજે 46,000 ની સપાટી જાળવી શક્યો નથી.
શેરબજાર આજે કયા સ્તરે બંધ રહ્યું?
આજના કારોબારમાં BSE સેન્સેક્સ 241.79 પોઈન્ટ અથવા 0.36 ટકાના ઘટાડા સાથે 67,596.84 ના સ્તર પર બંધ થયો. આ સિવાય NSEનો નિફ્ટી 59.05 પોઈન્ટ અથવા 0.29 ટકાના ઘટાડા સાથે 20,133.30 ના સ્તર પર બંધ થયો હતો.
બેન્ક નિફ્ટીએ 46,000નું સ્તર ગુમાવ્યું
બેન્ક નિફ્ટી આજે 46,000 ની સપાટી જાળવી શક્યો નથી અને 252 પોઈન્ટ ઘટીને 0.54 ટકાના ઘટાડા સાથે 45980 ના સ્તર પર બંધ થયો છે.
કેવી રહી સેન્સેક્સ-નિફ્ટી શેરોની સ્થિતિ
સેન્સેક્સના 30માંથી 16 શેરોમાં તેજીના ગ્રીન સિગ્નલ પર ટ્રેડિંગ બંધ થયું હતું, જ્યારે 14 શેરોમાં ઘટાડાનું રેડ સિગ્નલ પ્રબળ હતું. આ ઉપરાંત એનએસઈનો નિફ્ટી આજે લાલ નિશાનમાં જોવા મળ્યો હતો કારણ કે તેના 50માંથી 26 શેરો ઘટાડા સાથે ટ્રેડિંગ બંધ થયા હતા. તે જ સમયે તેના 24 શેર્સમાં ઘટાડો પ્રબળ હતો.
નિફ્ટીના સેક્ટૉરિયલ ઈન્ડેક્સની સ્થિતિ
આજે નિફ્ટીના 12માંથી 8 સેક્ટરમાં ઘટાડા સાથે ટ્રેડિંગ બંધ થયું હતું. રિયલ્ટી સેક્ટરમાં સૌથી વધુ 1.37 ટકાનો ઘટાડો નોંધાયો હતો અને મીડિયા શેરોમાં 1.27 ટકાની નબળાઈ સાથે ટ્રેડિંગ બંધ થયું હતું. મેટલ શેર 1.11 ટકાના ઘટાડા સાથે બંધ થયા છે. આઇટી સેક્ટરમાં 0.68 ટકા અને નાણાકીય સેક્ટરમાં 0.60 ટકાનો ઘટાડો નોંધાયો હતો.
સેન્સેક્સના ટોપ ગેઇનર્સ અને લૂઝર્સ
ટોપ ગેઇનર્સમાં પાવર ગ્રીડ 3.01 ટકાના વધારા સાથે, ટાઇટન 2.73 ટકાના વધારા સાથે, M&M 2.65 ટકાના વધારા સાથે, NTPC 2.07 ટકાના વધારા સાથે અને બજાજ ફિનસર્વ 1.35 ટકાના વધારા સાથે બંધ રહ્યો હતો. ટોપ લૂઝર્સમાં HDFC બેન્ક 1.98 ટકા, ભારતી એરટેલ 1.71 ટકા, ઇન્ફોસિસ 1.40 ટકા, અલ્ટ્રાટેક સિમેન્ટ 1.36 ટકા અને ટાટા સ્ટીલ 1.21 ટકાના ઘટાડા સાથે બંધ થયા હતા.