Stock Market Closing, 19th October, 2022: દિવાળી પહેલા શેરબજારમાં તેજી જોવા મળી રહી છે. સતત ત્રીજા દિવસે શેરબજાર વધારા સાથે બંધ થયું છે. મેટલ અને આઈટી શેર પર આજે દબાણ જોવા મળ્યું. સેન્સેક્સે 59 હજારની અને નિફ્ટીએ 17500ની સપાટી વટાવી છે.
ત્રણ દિવસમાં સેન્સેક્સમાં 1100થી વધુ પોઇન્ટનો ઉછાળો
આજે સેન્સેક્સ 146.59 પોઇન્ટના વધારા સાથે 59107.19 અને નિફ્ટી 25.3 પોઇન્ટના વધારા સાથે 17512.25 પર બંધ થયા છે. આજે આઈટી, પાવર અને મેટલ શેરમાં ઘટાડો થયો હતો. જ્યારે એફએમસીજી અને રિયલ્ટી શેર લીલા નિશાનમાં બંધ થયા. ત્રણ દિવસમાં સેન્સેક્સમાં 1100 પોઇન્ટથી વધુનો ઉછાળો આવ્યો છે.
ઓટો, આઈટી, મેટલ્સ, એનર્જી સેક્ટરમાં પ્રોફિટ-બુકિંગ
નિફ્ટી એફએમસીજી સૌથી શ્રેષ્ઠ સેક્ટર અને નિફ્ટી આઈટી સૌથી ખરાબ સેક્ટર રહ્યું. જે સેક્ટરમાં તેજી જોવા મળી તેના પર નજર કરીએ તો બેન્કિંગ, ફાર્મા, એફએમસીજી સેક્ટરના શેરમાં ઉછાળો જોવા મળ્યો છે. જ્યારે ઓટો, આઈટી, મેટલ્સ, એનર્જી જેવા સેક્ટરના શેરોમાં પ્રોફિટ-બુકિંગ જોવા મળ્યું. મિડ કેપ અને સ્મોલ કેપ સૂચકાંકોમાં નજીવો વધારો થયો હતો. નિફ્ટીના 50 શેરોમાંથી માત્ર 18 શેર જ ઉછાળા સાથે બંધ થયા અને 32 શેર ઘટીને બંધ થયા જ્યારે સેન્સેક્સના 30 શેરોમાંથી 10 શેર ઉછાળા સાથે બંધ થયા અને 20 શેર ઘટીને બંધ થયા.
આ શેરના વધ્યા ભાવ
આજે વધેલા શેરો પર નજર કરીએ તો નેસ્લે 2.14 ટકા, HDFC 2.13 ટકા, રિલાયન્સ 1.88 ટકા, ITC 1.79 ટકા, એક્સિસ બેન્ક 1.69 ટકા, HDFC બેન્ક 1.02 ટકા, અલ્ટ્રાટેક સિમેન્ટ 0.89 ટકા, પાવર ગ્રીડ 0.68 ટકા વધ્યા છે.
આ શેરમાં થયો ઘટાડો
આજે ઘટેલા શેરો પર નજર કરીએ તો NTPC 1.77 ટકા, SBI 1.64 ટકા, બજાજ ફિનસર્વ 1.54 ટકા, HCL ટેક 1.41 ટકા, ડૉ. રેડ્ડી 1.12 ટકા, ઇન્ફોસિસ 1.03 ટકા, મારુતિ સુઝુકી 0.92 ટકા ઘટીને બંધ થયા હતા.
ધનતેરસ પહેલા સોના અને ચાંદીના ભાવમાં ઘટાડાની ચાલ - જાણો આજના લેટેસ્ટ ભાવ
આ અઠવાડિયે શનિવારે ધનતેરસનો તહેવાર છે અને આ પહેલા વાયદા બજારની સાથે રિટેલ બુલિયન માર્કેટમાં પણ જોરદાર તેજી જોવા મળી રહી છે, જોકે આજે સોનાની કિંમતમાં નબળાઈ જોવા મળી રહી છે. આજે સોનાનો કારોબાર 50397 રૂપિયા પ્રતિ 10 ગ્રામના દરે શરૂ થયો હતો અને તે 50401 રૂપિયા સુધી ગયો હતો. બીજી તરફ સોનાના ભાવ 50290 રૂપિયા પ્રતિ 10 ગ્રામ સુધી જોવામાં આવ્યા છે.