Stock Market Closing, 19th June 2023: સપ્તાહના પ્રથમ કારોબારી દિવસે ભારતીય શેરબજાર ઘટાડા સાથે બંધ રહ્યું. ઓલટાઈમ હાઈ નજીક પહોંચ્યા બાદ સેન્સેક્સમાં ઘટાડો જોવા મળ્યો હતો. આજના કારોબારમાં અદાણી એન્ટરપ્રાઇઝ ટોપ લૂઝર હતો. રોકાણકારોએ પ્રોફિટ બુકિંગ કરતાં આજે શેરબજારમાં મંદી જોવા મળી હતી. આજના ઘટાડા બાદ માર્કેટ કેપ ઘટીને 292.58 લાખ કરોડ થઈ છે, ગત સપ્તાહે માર્કેટ કેપ 292.73 લાખ કરોડ હતી.
શેરબજારમાં કેટલો અને કેમ ઘટાડો થયો
સપ્તાહના પ્રથમ કારોબારી દિવસના અંતે સેન્સેક્સ 216.28 પોઇન્ટના ઘટાડા સાથે 63168.30 પોઇન્ટ અને નિફ્ટી 70.55 પોઇન્ટ ઘટીને 18755.45 પોઇન્ટ પર બંધ થયા હતા. બેંકિંગ એને એફએમસીજી શેર્સમાં પ્રોફિટ બુકિંગના કારણે આજે શેરબજારમાં ઘટાડો થયો. અદાણી એન્ટરપ્રાઇઝિસ, કોટક મહિન્દ્રા બેંક, હીરો મોટોકોર્પ, એક્સિસ બેંક અને અદાણી પોર્ટ્સ નિફ્ટીમાં ટોપ લુઝર્સ હતા, જ્યારે ગેઈનર્સમાં HDFC લાઇફ, બજાજ ફાઇનાન્સ, બજાજ ફિનસર્વ, ટેક મહિન્દ્રા અને TCSનો સમાવેશ થાય છે.
સેક્ટર અપડેટ
આજના કારોબારમાં ઓટો, ફાર્મા, હેલ્થકેર સેક્ટરમાં તેજી જોવા મળી, જ્યારે બેંકિંગ, આઈટી, ઓઈલ એન્ડ ગેસ, એફએમસીજી, મેટલ્સ, મીડિયા, ઈન્ફ્રા, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ અને કોમોડિટી સેક્ટરના શેરમાં ઘટાડો જોવા મળ્યો. નિફ્ટીના 50 શેરમાંથી 15 શેર તેજી સાથે તો 35 શેર ઘટાડા સાથે બંધ થયા. જ્યારે સેન્સેક્સના 30 શેરમાંથી 11 શેર તેજી સાથે તો 19 શેર ઘટાડા સાથે બંધ થયા.
આજે કેવી થઈ હતી શરૂઆત
આજે સવારે સેન્સેક્સ 89.63 પોઈન્ટ અથવા 0.14 ટકાના વધારા સાથે 63,474.21 પર ખુલ્યો હતો. NSEનો 50 શેરવાળો ઈન્ડેક્સ નિફ્ટી 47.30 પોઈન્ટ અથવા 0.25 ટકાના વધારા સાથે 18,873.30 ના સ્તર પર ખુલવામાં સફળ રહ્યો હતો. ડૉ. રેડ્ડીઝ લેબ્સ, અપોલો હોસ્પિટલ્સ, બજાજ ફિનસર્વ, આઈશર મોટર્સ અને હિન્દાલ્કો નિફ્ટીમાં ટોપ ગેઈનર્સ હતા, જ્યારે ઈન્ડસઈન્ડ બેન્ક, હીરો મોટોકોર્પ, એનટીપીસી, એચયુએલ અને એચડીએફસી લાઈફ ટોપ લુઝર્સ હતા.
BSEના માર્કેટ કેપમાં ઘટાડો
ભારતીય શેરબજારમાં ઘટાડાને કારણે BSE પર લિસ્ટેડ કંપનીઓનું માર્કેટ કેપ રેકોર્ડ નીચે સરકી ગયું છે. બજાર બંધ થતાં BSEનું માર્કેટ કેપ રૂ. 292.58 લાખ કરોડ પર બંધ થયું છે, જ્યારે અગાઉના ટ્રેડિંગ સેશનમાં માર્કેટ કેપ રૂ. 292.73 લાખ કરોડ હતું. આજના ટ્રેડિંગ સેશનમાં રોકાણકારોની સંપત્તિમાં રૂ. 15,000 કરોડનું નુકસાન થયું છે.
ઇન્ડેક્સનું નામ | બંધ થવાનું સ્તર | ઉચ્ચ સ્તર | નિમ્ન સ્તર | બદલાવ ટકામાં |
BSE MidCap | 28,309.66 | 28,526.99 | 28,296.87 | -0.08% |
BSE Sensex | 63,162.02 | 63,574.69 | 63,047.83 | -0.35% |
BSE SmallCap | 32,360.73 | 32,531.56 | 32,330.24 | 0.21% |
India VIX | 11.23 | 11.50 | 10.33 | 3.55% |
NIFTY Midcap 100 | 35,158.05 | 35,396.85 | 35,122.90 | 0.04% |
NIFTY Smallcap 100 | 10,769.15 | 10,824.70 | 10,749.60 | 0.27% |
NIfty smallcap 50 | 4,845.60 | 4,877.00 | 4,829.30 | 0.17% |
Nifty 100 | 18,732.80 | 18,855.75 | 18,698.25 | -0.35% |
Nifty 200 | 9,913.90 | 9,978.80 | 9,898.40 | -0.30% |
Nifty 50 | 18,755.45 | 18,881.45 | 18,719.15 | -0.37% |