Stock Market Closing, 20th March 2023: વૈશ્વિક બેંકો કાચી પડવાની અસર ભારતીય શેરબજાર પર જોવા મળી, સપ્તાહના પ્રથમ કારોબારી દિવસે શેરબજાર ઘટડા સાથે બંધ થયું. દિવસની શરૂઆતમાં 900 પોઇન્ટનો કડાકો બોલ્યો હતો, જોકે દિવસના અંતે થોડા સુધારા સાથે બંધ રહ્યું.

કેવો રહ્યો આજનો કારોબારી દિવસ

ભારતીય શેરબજારનો સૂચકાંક સેન્સેક્સ આજે 360.95 પોઇન્ટના ઘટાડા સાથે 57,628.95 પોઇન્ટ અને નિફ્ટી 117.24 પોઇન્ટના ઘટાડા સાથે 17861.08 પોઇન્ટ પર બંધ રહ્યા.

શેરબજારમાં કેમ થયો ઘટાડો

અમેરિકા અને યુરોપમાં બેન્કિંગ કટોકટીનો માર ભારતીય શેરબજારને સહન કરવો પડ્યો છે. સપ્તાહના પ્રથમ કારોબારી દિવસે ભારતીય શેરબજારમાં મોટો ઘટાડો જોવા મળ્યો છે. રોકાણકારોના પ્રોફિટ-બુકિંગને કારણે દિવસ દરમિયાન સેન્સેક્સમાં 900 પોઈન્ટ અને નિફ્ટીમાં 270 પોઈન્ટનો ઘટાડો નોંધાયો હતો. જોકે નીચલા સ્તરેથી બજારમાં રિકવરી પાછી આવી હતી

સેક્ટરોલ અપડેટ

આજના કારોબારમાં બેન્કિંગ, આઈટી, મેટલ્સ, એનર્જી, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ, ઓઈલ એન્ડ ગેસ અને હેલ્થકેર સેક્ટરના શેરમાં ઘટાડો જોવા મળ્યો છે. જ્યારે એફએમસીજી, મીડિયા સેક્ટરના શેરમાં તેજી જોવા મળી હતી. મિડ-કેપ અને સ્મોલ-કેપ સૂચકાંકો પણ નીચે બંધ થયા છે. સેન્સેક્સના 30 શેરોમાંથી 5 શેર લીલા નિશાનમાં અને 25 લાલ નિશાનમાં બંધ થયા હતા. નિફ્ટીના 50 શેરોમાંથી 13 વધ્યા જ્યારે 37 ઘટીને બંધ થયા.


વધેલા – ઘટેલા શેર્સ

આજના વેપારમાં HUL 2.61 ટકા, BPCL 2.35 ટકા, ITC 0.87 ટકા, ગ્રાસિમ 0.48 ટકા, નેસ્લે 0.42 ટકા, કોટક મહિન્દ્રા 0.39 ટકા, સન ફાર્મા 0.37 ટકાના વધારા સાથે બંધ થયા હતા. ઘટતા શેરો પર નજર કરીએ તો, બજાજ ફિનસર્વ 4.33 ટકા, અદાણી એન્ટરપ્રાઇઝ 3.82 ટકા, બજાજ ફાઇનાન્સ 3.17 ટકા, હિન્દાલ્કો 2.76 ટકા અને વિપ્રો 2.48 ટકા ઘટીને બંધ થયા હતા.

રોકાણકારોની સંપત્તિમાં ઘટાડો

રોકાણકારોની સંપત્તિમાં ઘટાડો થયો છે. શેરબજાર BSE પર લિસ્ટેડ કંપનીઓનું માર્કેટ કેપ ઘટીને રૂ. 255.64 લાખ કરોડ થયું છે, જે શુક્રવારે રૂ. 257.59 લાખ કરોડ હતું. એટલે કે, આજના ટ્રેડિંગ સેશનમાં, રોકાણકારોની સંપત્તિમાં રૂ. 1.95 લાખ કરોડનો ઘટાડો થયો છે.

આજે કેવી થઈ હતી શરૂઆત

આજના દિવસે શરૂઆતે BSE સેન્સેક્સ 216.38 પોઈન્ટ એટલે કે 0.37 ટકાના ઘટાડા સાથે 57773 ના સ્તર પર ટ્રેડ કરી રહ્યો હતો. NSE નિફ્ટી 33.45 પોઈન્ટ એટલે કે 0.20 ટકાના ઘટાડા સાથે 17066 ના સ્તર પર ખૂલ્યા હતા.


ઈન્ડેક્સનું નામ બંધ થવાનું સ્તર ઉચ્ચ સ્તર નિમ્ન સ્તર બદલાવ ટકામાં
BSE Sensex 57,701.18 57,829.23 57,084.91 -0.50%
BSE SmallCap 26,911.84 27,128.41 26,780.96 -0.94%
India VIX 16.01 17.22 14.52 0.08
NIFTY Midcap 100 29,782.55 30,139.35 29,543.15 -1.03%
NIFTY Smallcap 100 9,005.85 9,122.10 8,948.65 -0.98%
NIfty smallcap 50 4,100.25 4,142.00 4,070.20 -0.67%
Nifty 100 16,852.90 16,922.75 16,700.25 -0.66%
Nifty 200 8,846.20 8,889.35 8,767.55 -0.71%
Nifty 50 16,988.40 17,066.60 16,828.35 -0.65%