Stock Market Closing, 20th September 2022: ભારતીય શેરબજારમાં માટે મંગળવારનો દિવસ મંગળ સાબિત થયો. સપ્તાહના સતત બીજા દિવસે ભારતીય શેરબજાર તેજી સાથે બંધ થયું. આજે ફાર્મા અને ઓટો શેર્સમાં તેજી જોવા મળી. ભારતીય શેરબજારનો સૂચકાંક સેન્સેક્સ 578.51 પોઇન્ટના ઉછાળા સાથે 59719.14 પર બંધ રહ્યો, જ્યારે નિફ્ટીમાં પણ 194 પોઈન્ટનો વધારો થયો. નિફ્ટી 17816.25 પર પહોંચી છે. બે દિવસમાં ભારતીય શેરબજારમાં 800 પોઇન્ટનો ઉછાળો આવ્યો છે. બે દિવસમાં ભારતીય શેરબજારમાં 800 પોઇન્ટનો ઉછાળો આવ્યો છે.
મંગળવારના ટ્રેડિંગ સેશનમાં બેન્કિંગ સેક્ટર, ઓટો, આઈટી, ફાર્મા, એફએમસીજી, મીડિયા, ઓઈલ એન્ડ ગેસ સેક્ટર, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ, એનર્જી, મેટલ્સ સેક્ટરના શેર ઉછાળા સાથે બંધ થયા છે. બજારમાં આજની તેજીમાં સ્મોલ કેપ અને મિડ કેપ ઈન્ડેક્સમાં પણ ખરીદી જોવા મળી હતી. નિફ્ટીના 50 શેરોમાંથી માત્ર 44 શેર જ લીલા નિશાનમાં બંધ થયા હતા, માત્ર 6 શેરો ઘટ્યા હતા. સેન્સેક્સના 30 શેરોમાંથી માત્ર 24 શેર જ લીલા નિશાનમાં બંધ થયા છે, બાકીના 6 શેર લાલ નિશાનમાં બંધ થયા છે.
BSE પર કુલ 3602 શેરનું ટ્રેડિંગ થયું હતું, જેમાં 2106 શેર વધીને અને 1365 શેર લાલ નિશાનમાં બંધ થયા હતા. 131 શેરની કિંમતમાં કોઈ ફેરફાર થયો નથી. આજના ટ્રેડિંગ સેશનમાં 316 શેરમાં અપર સર્કિટ લાગી હતી જ્યારે 176 શેર નીચલી સર્કિટ સાથે બંધ થયા હતા. શેરબજારની માર્કેટ મૂડી વધીને રૂ. 283.32 લાખ કરોડ થઈ ગઈ છે.
વધનારા શેર્સ
આજના ટ્રેડિંગ સેશનમાં સન ફાર્મા 4.22 ટકા, ડૉ. રેડ્ડી 3.31 ટકા, ટાટા સ્ટીલ 2.86 ટકા, ઇન્ડસઇન્ડ બેન્ક 2.77 ટકા, ટાઇટન કંપની 2.10 ટકા, બજાજ ફિનસર્વ 1.97 ટકા, એશિયન પેઇન્ટ્સ 1.935 ટકાના વધારા સાથે બંધ થયા હતા.
ઘટનારા શેર્સ
જો આપણે ઘટતા શેરો પર નજર કરીએ તો, નેસ્લે 0.64 ટકા, ITC 0.22 ટકા, ઇન્ફોસિસ 0.21 ટકા, પાવર ગ્રીડ 0.15 ટકા, રિલાયન્સ 0.11 ટકા, મારુતિ સુઝુકી 0.06 ટકાના ઘટાડા સાથે બંધ થયા છે.
સોમવારે પણ 300 પોઇન્ટનો વધારો
ભારતીય શેરબજાર માટે સપ્તાહનો પ્રથમ કારોબારી દિવસ શાનદાર રહ્યો હતો. સોમવારની નબળી શરૂઆત થયા બાદ શેરબજાર તેજી સાથે બંધ થયું હતું. એફએમસીજી શેરમાં ઉછાળો જોવા મળ્યો તો મેટલ સ્ટોકમાં ઘટાડો થયો. ભારતીય શેરબજાર 300.14 પોઇન્ટના ઉછાળા સાથે 59141.23 પોઇન્ટ અને નિફ્ટી 91.4 પોઇન્ટના વધારા સાથે 17622.25 પોઇન્ટ પર બંધ રહ્યા હતા.