Stock Market Closing, 21st February, 2023: સપ્તાહના બીજા કારોબારી દિવસે ભારતીય શેરબજાર સપાટ સ્તરે બંધ રહ્યું. પીએસયુ બેંક, રિયલ્ટી શેર 1 ટકા ઘટ્યા. રોકાણકારોની સંપત્તિ 265.23 લાખ કરોડ છે.
સતત ત્રીજા કારોબારી દિવસે ઘટાડા સાથે બંધ રહ્યું બજાર
ભારતીય શેરબજારનો સૂચકાંક સેન્સેક્સ 18.82 પોઇન્ટના ઘટાડા સાથે 60,672.75 પોઇન્ટ પર બંધ રહ્યો. નિફ્ટી 17.90 પોઇન્ટના ઘટાડા સાથે 17,826.70 પર બંધ રહી. સોમવારે સેન્સેક્સ 311.03 પોઇન્ટના ઘટાડા સાથે 60,691.54પોઇન્ટ પર, નિફ્ટી 103.22 પોઇન્ટના ઘટાડા સાથે 18760.90 પોઇન્ટ પર બંધ રહ્યા. શુક્રવારે ભારતીય શેરબજાર લાલ નિશાન સાથે બંધ થયું હતું. ભારતીય શેરબજારનો સૂચકાંક સેન્સેક્સ 316.94 પોઇન્ટના ઘટડા સાથે 61,002.57 પોઇન્ટ પર બંધ રહ્યો હતો, જ્યારે નિફ્ટી 90.10 પોઇન્ટના ઘટાડા સાથે 17945.70 પોઇન્ટ પર બંધ થયો હતો.
કેમ થયો ઘટાડો
મંગળવારનો દિવસ પણ ભારતીય શેરબજાર માટે ઘણો નિરાશાજનક રહ્યો છે. સવારે બજાર જોરદાર મોમેન્ટમ સાથે ખુલ્યું હતું પરંતુ પ્રોફિટ બુકિંગના કારણે દિવસના અંતે ઘટાડા સાથે બંધ થયું.
વધેલા-ઘટેલા શેર્સ
આજના કારોબારમાં એનટીપીસી 3.19 ટકા, પાવર ગ્રીડ 0.93 ટકા, ટાટા સ્ટીલ 0.76 ટકા, એચડીએફસી 0.48 ટકા, એચડીએફસી બેન્ક 0.44 ટકા, લાર્સન 0.40 ટકા, આઈસીઆઈસીઆઈ બેન્ક 0.35 ટકા, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા વધીને બંધ રહ્યા હતા. ટાટા મોટર્સ 1.42 ટકા, સન ફાર્મા 1.40 ટકા, વિપ્રો 1.19 ટકા, અલ્ટ્રાટેક સિમેન્ટ 1.12 ટકા, ટીસીએસ 1.05 ટકા, ટેક મહિન્દ્રા 0.87 ટકા, બજાજ ફિનસર્વ 0.85 ટકા, એચસીએલમાં 0.85 ટકાનો સમાવેશ થાય છે. બેન્ક 0.61 ટકા, કોટક મહિન્દ્રા બેન્ક 0.50 ટકા, ITC 0.44 ટકા ઘટીને બંધ થયા.
રોકાણકારોને નુકસાન
આજના ટ્રેડિંગ સેશનમાં રોકાણકારોને નુકસાન થયું છે. BSE પર લિસ્ટેડ કંપનીઓનું માર્કેટ કેપ ઘટીને રૂ. 265.23 લાખ કરોડ થયું છે, જે સોમનાર પર રૂ. 265.91 લાખ કરોડ હતું. એટલે કે આજના વેપારમાં રોકાણકારોને રૂ.68,000 કરોડનું નુકસાન થયું છે.
આજે સવારે કેવી થઈ હતી શરૂઆત
આજે બીએસઈનો સેન્સેક્સ ગઈકાલના 60691.54ની સામે 78.89 પોઈન્ટ વધીને 60770.43 પર ખુલ્યો હતો જ્યારે નિફ્ટી ગઈકાલના 17844.6ની સામે 61.20 પોઈન્ટ વધીને 17905.8 પર ખુલ્યો હતો. બેંક નિફ્ટીની વાત કરીએ તો તે ગઈકાલના 40701.7ની સામે 83.20 પોઈન્ટ વધીને 40784.9 પર ખુલ્યો હતો.
BSE Sensex | 60,708.09 | 60,976.59 | 60,583.72 | 0.03% |
BSE SmallCap | 27,918.39 | 28,066.32 | 27,895.94 | -0.30% |
India VIX | 14.01 | 14.30 | 13.38 | 4.67% |
NIFTY Midcap 100 | 30,556.80 | 30,788.25 | 30,519.05 | -0.36% |
NIFTY Smallcap 100 | 9,351.45 | 9,413.00 | 9,338.80 | -0.36% |
NIfty smallcap 50 | 4,226.65 | 4,261.70 | 4,220.85 | -0.34% |
Nifty 100 | 17,604.40 | 17,699.25 | 17,579.10 | -0.13% |
Nifty 200 | 9,218.95 | 9,269.70 | 9,206.05 | -0.16% |
Nifty 50 | 17,826.70 | 17,924.90 | 17,800.30 | -0.10% |