Stock Market Closing, 22nd December, 2022: ભારતીય શેરબજાર આજે પણ ઘટાડા સાથે બંધ રહ્યું. સેન્સેક્સ 241.02 પોઇન્ટના ઘટાડા સાથે 60,826.22 પોઇન્ટ, નિફ્ટી 50 71.75 પોઇન્ટના ઘટાડા સાથે 18,127 પર બંધ રહ્યા. નિફ્ટી આઈટી બેસ્ટ સેક્ટર અને નિફ્ટી પીએસયુ બેંક સૌથી ખરાબ સેક્ટર રહ્યું. બે દિવસમાં સેન્સેક્સમાં આશરે 900 પોઇન્ટનો ઘટાડો થયો છે.





BSE ની સાઈટ મુજબ આજના Top Gainers




BSE ની સાઈટ મુજબ આજના Top Losers





આજે સવારે કેવી થઈ હતી શરૂઆત


આજે બીએસઈનો સેન્સેક્સ ગઈકાલના 61067.24ની સામે 189.93 પોઈન્ટ વધીને 61257.17 પર ખુલ્યો હતો જ્યારે નિફ્ટી ગઈકાલના 18199.1ની સામે 89.70 પોઈન્ટ વધીને 18288.8 પર ખુલ્યો હતો. બેંક નિફ્ટીની વાત કરીએ તો તે ગઈકાલના 42,617.95ની સામે 246.05 પોઈન્ટ વધીને 42864.00 પર ખુલ્યો હતો.


બુધવારના ભારે ઘટાડા બાદ આજે સેન્સેક્સ અને નિફ્ટી બંને સૂચકાંકો મજબૂત થયા હતા. શરૂઆતના કારોબારમાં સેન્સેક્સમાં 300થી વધુ પોઈન્ટનો વધારો થયો હતો. જ્યારે નિફ્ટી 18300ને પાર કરી ગયો હતો. બેંક અને આઈટી શેરોમાં સારી ખરીદી જોવા મળી હતી.


વિદેશી રોકાણકારોની બમ્પર વેચવાલી


ભારતીય મૂડી બજારમાંથી વિદેશી રોકાણકારોની મૂડી પાછી ખેંચવાની પ્રક્રિયા સતત ચાલુ છે. છેલ્લા ટ્રેડિંગ સેશનમાં પણ વિદેશી સંસ્થાકીય રોકાણકારોએ શેર વેચીને રૂ. 1,119.11 કરોડ પાછા ખેંચ્યા હતા. જોકે, આ સમયગાળા દરમિયાન સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોએ રૂ. 1,757.37 કરોડના શેર ખરીદ્યા હતા.


NSE પર F&O પ્રતિબંધ હેઠળના સ્ટોક્સ


નેશનલ સ્ટોક એક્સચેન્જે 22 ડિસેમ્બર માટે તેની F&O પ્રતિબંધ સૂચિ હેઠળ GNFC, ઇન્ડિયાબુલ્સ હાઉસિંગ ફાઇનાન્સ અને IRCTCને જાળવી રાખ્યા છે. F&O સેગમેન્ટ હેઠળ આ રીતે પ્રતિબંધિત સિક્યોરિટીઝમાં એવી કંપનીઓનો સમાવેશ થાય છે જ્યાં ડેરિવેટિવ કોન્ટ્રાક્ટ્સ માર્કેટ-વાઇડ પોઝિશન લિમિટના 95 ટકાને વટાવી ગયા છે.