Stock Market Closing, 23rd December, 2022: ભારતીય શેરબજાર માટે શુક્રવારનો દિવસ બ્લેક ફ્રાઇડે સાબિત થયો. છેલ્લા સાત ટ્રેડિંગ સત્રમાં રોકાણકારોના 16 લાખ કરોડથી વધુ રૂપિયા ડૂબી ગયા છે. આજે તમામ સેકટર્સમાં ઘટાડો જોવા મળ્યો. આજે સેન્સેક્સ 900થી વધુ પોઈન્ટના ઘટાડા સાથે બંધ રહ્યું. 

સેન્સેક્સ 60 હજારથી નીચે

સેન્સેક્સ 980.93 પોઇન્ટના ઘટાડા સાથે 59,845.29 પોઇન્ટ, નિફ્ટી 50 320.55 પોઇન્ટના ઘટાડા સાથે 17,805.80 પોઇન્ટ અને નિફ્ટી બેંક 740.75 પોઇન્ટના ઘટાડા સાથે 41,668.05 પોઇન્ટ પર બંધ રહ્યા.

રોકાણકારોના કેટલા કરોડ ડૂબ્યા

શેરબજારમાં ઘટાડાની સુનામીમાં રોકાણકારોને એક જ દિવસમાં 8.20 લાખ કરોડ રૂપિયાથી વધુનું નુકસાન થયું છે. ગુરુવારે જ્યારે બજાર બંધ થયું ત્યારે BSE પર લિસ્ટેડ કંપનીઓનું માર્કેટ કેપ રૂ. 280.53 લાખ કરોડ હતું, જે શુક્રવારના મોટા ઘટાડા બાદ ઘટીને રૂ. 272.37 લાખ કરોડ પર આવી ગયું છે.


BSE ની સાઈટ પ્રમાણે Top Gainers


BSE ની સાઈટ પ્રમાણે Top Losers


ઇન્ડેકસનું નામ બંધ થવાનું સ્તર ઉચ્ચ સ્તર નિમ્ન સ્તર ફેરફાર (ટકામાં)
BSE Sensex 59,891.18 60,546.88 59,765.56 -1.54%
BSE SmallCap 27,324.16 28,195.04 27,214.49 -3.86%
India VIX 16.16 16.48 14.4825 01:32:10
NIFTY Midcap 100 30,157.65 31,103.85 30,101.20 -3.76%
NIFTY Smallcap 100 9,182.55 9,565.00 9,159.15 -4.72%
NIfty smallcap 50 4,117.70 4,292.30 4,105.05 -4.66%
Nifty 100 17,888.05 18,193.00 17,855.15 -2.13%
Nifty 200 9,332.90 9,508.40 9,315.85 -2.34%
Nifty 50 17,806.80 18,050.45 17,779.50 -1.77%
Nifty 50 USD 7,589.33 7,589.33 7,589.33 0.00%
Nifty 50 Value 20 8,956.00 9,076.00 8,942.80 -1.73%
Nifty 500 15,046.00 15,349.35 15,018.75 -2.50%
Nifty Midcap 150 11,383.05 11,711.15 11,360.05 -3.51%
Nifty Midcap 50 8,400.35 8,638.10 8,382.15 -3.35%
Nifty Next 50 40,753.80 42,075.80 40,627.00 -3.72%

શેરબજારમાં ઘટડાનું વાવાઝોડું

શુક્રવારે બજારમાં કુલ 3643 શેરનો વેપાર થયો હતો જેમાંથી 3168 શેરમાં ઘટાડો નોંધાયો હતો. જ્યારે માત્ર 400 શેરમાં જ ઉછાળો જોવા મળ્યો હતો. 75 શેરના ભાવમાં કોઈ ફેરફાર થયો નથી. 633 શેરમાં લોઅર સર્કિટ જ્યારે 112 શેરમાં અપર સર્કિટ લાદવામાં આવી છે.