Stock Market Closing, 23rd May, 2023: સપ્તાહના બીજા કારોબારી દિવસે ભારતીય શેરબજાર વધારા સાથે બંધ રહ્યું હતું. આજે સેન્સેક્સ સપાટ સ્તરે બંધ થયો હતો. આજના સાધારણ વધારા બાદ રોકાણકારોની સંપત્તિ વધીને 279.78 લાખ કરોડ થઈ છે. જે સોમવારે 278.88 લાખ કરોડ હતી.
આજે કેવી રહી માર્કેટની ચાલ
દિવસભર ઉતાર-ચઢાવ વચ્ચે કારોબારી દિવસના અંતે ભારતીય શેરબજારનો સૂચકાંક સેન્સેક્સ 18.11 પોઇન્ટના વધારા 61981.79 સાથે પોઇન્ટ પર અને નિફ્ટી 33.6 પોઇન્ટ વધીને 18348 પોઇન્ટ પર બંધ રહ્યા હતા. સોમવારે સેન્સેક્સ 234 પોઇન્ટ વધીને અને નિફ્ટી 100.55 પોઇન્ટ વધીને બંધ રહ્યા હતા.
બપોર બાદ પ્રોફિટ બુકિંગના કારણે સપાટ સ્તરે બંધ
ભારતીય શેરબજાર સપાટ બંધ રહ્યું છે. બપોર બાદ માર્કેટમાં પ્રોફિટ બુકિંગના કારણે બજાર નીચે આવ્યું હતું. પરંતુ તેમ છતાં અદાણી ગ્રુપના શેરમાં અદભૂત ઉછાળો અને મિડ-કેપ્સના ઉત્સાહને કારણે બજાર તેજ હતું.
વધેલા-ઘટેલા શેર્સ
આજના કારોબારમાં અદાણી એન્ટરપ્રાઇઝ, ડિવિઝ લેબ, બજાજ ફિનસર્વ, આઈશર મોટર્સ, યુપીએલ અને એસબીઆઈ લાઈફ વધારા સાથે બંધ થયા છે. જ્યારે એપોલો હોસ્પિટલ, એચસીએલ ટેક, ગ્રાસિમ, ટેક મહિન્દ્રા, કોટક મહિન્દ્રા, એલએન્ડટી જેવા શેર ઘટાડા સાથે બંધ થયા છે. મિડકેપ શેર્સમાં અદાણી પાવર, બાલક્રિષ્ના ઈન્ડસ્ટ્રીઝ, એકસાઇડ ઈન્ડસ્ટ્રીઝ અને બજાજ હોલ્ડિંગ્સ વધ્યા, જ્યારે ભારત ઈલેક્ટ્રિક્સ, કોલગેટ, ક્લિન સાયન્સ ઘટ્યા. સ્મોલકેપ શેર્સમાં સ્પાઇસ જેટ, એનસીસી, બોરોસિલમાં નબળાઈ જોવા મળી, જ્યારે ઝુઆરી એગ્રો કેમિકલ, નેકલ ઈન્ડસ્ટ્રીઝ, વાલિન્ટ ઓર્ગેનિક ઉછાળા સાથે બંધ થયા.
રોકાણકારોની સંપત્તિમાં વધારો
આજના ટ્રેડિંગ સેશનમાં બજારમાં ફ્લેટ ટ્રેડિંગ છતાં શેરબજારના રોકાણકારોની સંપત્તિમાં ઉછાળો આવ્યો છે. BSE પર લિસ્ટેડ કંપનીઓનું માર્કેટ કેપ વધીને રૂ. 279.78 લાખ કરોડ થયું છે, જે સોમવારે રૂ. 278.88 લાખ કરોડ હતું. એટલે કે આજના વેપારમાં રોકાણકારોની સંપત્તિમાં રૂ. 90,000 કરોડનો ઉછાળો આવ્યો છે.
આજે સવારે કેવી થઈ હતી શરૂઆત
ભારતીય ઇન્ડેક્સ 23 મેના રોજ નિફ્ટી 18350 ની આસપાસ ખુલ્યો હતો. સેન્સેક્સ 145.08 પોઈન્ટ અથવા 0.23% વધીને 62,108.76 પર અને નિફ્ટી 57.40 પોઈન્ટ અથવા 0.31% વધીને 18,371.80 પર હતો. લગભગ 1364 શેર વધ્યા હતા, 651 શેર ઘટ્યા અને 92 શેર યથાવત હતા. અદાણી એન્ટરપ્રાઇઝિસ, અદાણી પોર્ટ્સ, બીપીસીએલ, બ્રિટાનિયા અને બજાજ ફાઇનાન્સ નિફ્ટીમાં ટોપ ગેઈનર્સ હતા, જ્યારે અપોલો હોસ્પિટલ, કોલ ઇન્ડિયા, ડિવિસ લેબ્સ, કોટક મહિન્દ્રા બેન્ક અને બજાજ ઓટો ટોપ લુઝર્સ હતા.