Stock Market Closing, 23rd November 2022: ભારતીય શેરબજાર મામૂલી વધારા સાથે બંધ થયું છે. દિવસના કારોબારમાં બજારમાં સારી તેજી જોવા મળી હતી. સેન્સેક્સ 363 પોઈન્ટ્સ જ્યારે નિફ્ટી 80 પોઈન્ટના વધારા સાથે ટ્રેડ થઈ રહ્યો હતો. પરંતુ બજાર બંધ થાય તે પહેલા પ્રોફિટ-બુકિંગ પાછું આવ્યું, જેના કારણે મુંબઈ સ્ટોક એક્સચેન્જનો ઈન્ડેક્સ સેન્સેક્સ 91 પોઈન્ટના વધારા સાથે 61,510 પોઈન્ટ પર બંધ થયો, જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 23 પોઈન્ટના મામૂલી વધારા સાથે 18,267 પોઈન્ટ પર બંધ થયો. આજે સવારે પણ તેજી સાથે શરબજારની શરૂઆત થઈ હતી અને દિવસ દરમિયાન આ ટ્રેન્ડ જાળવી રાખ્યો હતો.
સેક્ટર્સની સ્થિતિ
માર્કેટમાં મેટલ્સ, આઈટી, ઈન્ફ્રા અને કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ સેક્ટરને બાદ કરતાં તમામ સેક્ટરના શેરમાં વધારો થયો હતો. બેન્કિંગ, ઓટો, પીએસયુ, ફાર્મા, મીડિયા જેવા સેક્ટરના શેરો જોરદાર બંધ થયા છે. મિડ-કેપ અને સ્મોલ-કેપ શેર પણ જોરદાર બંધ રહ્યા હતા. બેંક નિફ્ટી 272 પોઈન્ટના વધારા સાથે 42,729 પોઈન્ટ પર બંધ રહ્યો હતો. નિફ્ટીના 50માંથી 24 શેર ઉછાળા સાથે જ્યારે 26 નુકસાન સાથે બંધ થયા હતા. બીજી તરફ સેન્સેક્સના 30 શેરોમાંથી 13 શેર તેજી સાથે અને 17 શેર લાલ નિશાનમાં બંધ થયા હતા.
આ શેર વધ્યા
આજે કેટલાક શેરોમાં ખરીદી જોવા મળી હતી અને વધારા સાથે બંધ થયા હતા. તેમાં SBI 1.44%, બજાજ ફાઇનાન્સ 1.43%, ડૉ. રેડ્ડીઝ લેબ 1.31%, કોટક મહિન્દ્રા 0.85%, સન ફાર્મા 0.76%, મારુતિ સુઝુકી 0.74%, NTPC 0.60%, Axis Bank 0.5% , ICICI બેન્ક 0.45 ટકા, HDFC 0.43 ટકાના વધારા સાથે બંધ થયા હતા.
આજે આ શેર ઘટ્યાં
આજે પાવર ગ્રીડ 1.08 ટકા, ટેક મહિન્દ્રા 0.66 ટકા, ભારતી એરટેલ 0.54 ટકા, બજાજ ફિનસર્વ 0.51 ટકા, અલ્ટ્રાટેક સિમેન્ટ 0.50 ટકા, એચયુએલ 0.45 ટકા, 0.39 ટકા. , રિલાયન્સ 0.31 ટકા, નેસ્લે 0.31 ટકા TCS 0.28 ટકાના ઘટાડા સાથે બંધ થયા છે.