Stock Market Closing, 24th March 2023: સપ્તાહનો અંતિમ કારોબારી દિવસ પણ ભારતીય શેરબજાર માટે નિરાશાજનક રહ્યો. સતત બીજા કારોબારી દિવસે ભારતીય શેરબજાર ઘટાડા સાથે બંધ રહ્યું. આજે સેન્સેક્સમાં 400 પોઈન્ટનો ઘટાડો થયો. બે દિવસમાં સેન્સેક્સમાં 650થી વધુ પોઇન્ટનું ગાબડું પડ્યું છે. જેના કારણે રોકાણકારોના કરોડો રૂપિયા સ્વાહા થઈ ગયા છે. રોકાણકારોની સંપત્તિ ઘટીને 254.63લાખ કરોડ થઈ ગઈ છે.

આજે કેટલો થયો ઘટાડો

આજે સેન્સેક્સ 398.18 પોઇન્ટના ઘટાડા સાથે 57,527.10 પોઇન્ટ પર અને 135.05 પોઇન્ટના ઘટાડા સાથે 17,818.41 અંક પર બંધ રહ્યા. ગુરુવારે સેન્સેક્સ 289.31 પોઇન્ટના ઘટાડા સાથે 27,925.28 પોઇન્ટ પર અને નિફ્ટી 80.62 પોઇન્ટના ઘટાડા સાથે 17953.46 અંક પર બંધ રહ્યા હતા.  બુધવારે સેન્સેક્સ 139.91 પોઇન્ટના વધારા સાથે 58,214.59 પોઇન્ટ અને નિફ્ટી 49.47 અંકના વધારા સાથે 18037.52 પોઇન્ટ પર બંધ થયા હતા. મંગળવારે સેન્સેક્સ  445.73 પોઇન્ટના વધારા સાથે 58,074.68 પોઇન્ટ પર અને નિફ્ટી 119.1 પોઇન્ટ સાથે 17,107.50 પોઇન્ટ પર બંધ રહ્યા. સોમવારે સેન્સેક્સ 360.95 પોઇન્ટના ઘટાડા સાથે 57,628.95 પોઇન્ટ અને નિફ્ટી 117.24 પોઇન્ટના ઘટાડા સાથે 17861.08 પોઇન્ટ પર બંધ રહ્યા હતા.


સેક્ટરોલ અપડેટ

બજારમાં આજે તમામ સેક્ટરના શેરમાં ઘટાડો જોવા મળ્યો હતો. બેન્કિંગ, ઓટો, આઈટી, ફાર્મા, હેલ્થકેર, એનર્જી, ઓઈલ એન્ડ ગેસ, એફએમસીજી, મેટલ્સ, મીડિયા, ઈન્ફ્રા જેવા ક્ષેત્રોમાં ઘટાડો થયો છે. સેન્સેક્સના 30 શેરોમાંથી 5 શેર ઉછાળા સાથે બંધ થયા જ્યારે 25 શેર નુકસાન સાથે બંધ થયા. નિફ્ટીના 50 શેરોમાંથી 10 શેરો ઉછાળા સાથે અને 40 શેરો ઘટાડા સાથે બંધ થયા છે.

વધેલા શેર્સ

સિપ્લા 0.94%, કોટક મહિન્દ્રા 0.74%, ઈન્ફોસીસ 0.44%, ડૉ. રેડ્ડી 0.39%, અપોલો હોસ્પિટલ 0.24%, ટેક મહિન્દ્રા 0.23%, ડિવિસ લેબ 0.14%, પાવર ગ્રીડ 0.11%, વિપ્રો 0.07%, આજે ટ્રેડિંગમાં 0.07% વધીને બંધ થયા છે.

ઘટેલા શેર્સ

શેરોમાં ઘટાડો જોવામાં આવે તો બજાજ ફિનસર્વ 3.83 ટકા, બજાજ ફાઇનાન્સ 3.15 ટકા, અદાણી એન્ટરપ્રાઇઝ 2.97 ટકા, ટાટા સ્ટીલ 2.67 ટકા, હિન્દાલ્કો 2.61 ટકા, અદાણી પોર્ટ્સ 2.59 ટકા, કોલ ઈન્ડિયા 2.30 ટકાના ઘટાડા સાથે બંધ થયા હતા.

રોકાણકારોને નુકસાન

શેરબજારમાં ઘટાડાને કારણે રોકાણકારોને ભારે નુકસાન થયું છે. BSE પર લિસ્ટેડ કંપનીઓનું માર્કેટ કેપ ઘટીને રૂ. 254.63 લાખ કરોડ થયું છે, જે ગુરુવારે રૂ. 257.10 લાખ કરોડ હતું. આજના ટ્રેડિંગ સેશનમાં રોકાણકારોને 2.47 લાખ કરોડ રૂપિયાનું નુકસાન થયું છે.

આજે કેવી થઈ હતી શરૂઆત

સવારે માર્કેટમાં ટ્રેડિંગ શરૂ થયું ત્યારે બીએસઈનો 30 શેરનો ઈન્ડેક્સ સેન્સેક્સ નજીવા વધારા સાથે 58,000 પોઈન્ટના મનોવૈજ્ઞાનિક સ્તરને પાર કરી ગયો હતો. જોકે, થોડા જ સમયમાં તે ફરી નીચે આવી ગયો હતો. એ જ રીતે NSE નિફ્ટી પણ ક્યારેક ગ્રીન અને ક્યારેક રેડ ઝોનમાં જતો હતો.

ઈન્ડેક્સનું નામ બંધ થવાનું સ્તર ઉચ્ચ સ્તર નિમ્ન સ્તર બદલાવ ટકાવારીમાં
BSE Sensex 57,527.10 58,066.40 57,422.98 -0.69%
BSE SmallCap 26,767.00 27,188.43 26,732.13 -1.37%
India VIX 15.24 15.43 14.2025 0.0518
NIFTY Midcap 100 29,565.45 29,944.75 29,504.40 -1.17%
NIFTY Smallcap 100 8,923.90 9,099.85 8,903.55 -1.67%
NIfty smallcap 50 4,092.05 4,168.30 4,081.95 -1.45%
Nifty 100 16,831.80 16,998.40 16,806.10 -0.75%
Nifty 200 8,828.10 8,918.75 8,814.25 -0.80%
Nifty 50 16,945.05 17,109.45 16,917.35 -0.77%