Stock Market Closing: ભારતીય શેરબજારના રોકાણકારો માટે સપ્તાહનો ત્રીજો કારોબારી દિવસ ખૂબ ખરાબ રહ્યો. ધીમી શરૂઆત સાથે જેમ દિવસ આગળ વધતો ગયો તેમ ઘટાડો વધતો ગયો. આજે તમામ સેકટર લાલ નિશાનમાં બંધ થયા. આજના કડાકા બાદ રોકાણકારોની સંપત્તિ ઘટીને 276.69 લાખ કરોડ થઈ ગઈ છે, રોકાણકારોને 3.68 લાખ કરોડ રૂપિયાનું નુકસાન થયું છે.

કેટલા પોઇન્ટના કડાકા સાથે બંધ રહ્યું માર્કેટ

ભારતીય શેરબજારનો સૂચકાંક સેન્સેક્સ 773.69 પોઇન્ટના કડાકા સાથે 60205.06 પોઇન્ટ પર અને નિફ્ટી 206.8 પોઇન્ટના ઘટાડા સાથે 17911.60 પોઇન્ટ પર બંધ રહ્યા.

શેરબજારમાં કેમ બોલ્યો કડાકો

બુધવારે શેરબજારની શરૂઆત થવાની સાથે જ વેચવાલીનો સિલલિસો શરૂ થયો હતો અને દબાણ એટલું વધ્યું કે માર્કેટ ક્રેશ થઈ ગયું. પબ્લિક સેકટરની બેંકોમાં જોરદાર ઘટાડો થયો. એશિયાના સૌથી ધનિક વ્યકતિ ગૌતમ અદાણીની કંપનીના શેરમાં પણ કડાકો બોલ્યો.


સેક્ટરની સ્થિતિ

બજારની મંદીના તોફાનમાંથી કોઈ પણ ક્ષેત્ર બચ્યું ન હતું. બેન્કિંગ, આઈટી, ફાર્મા, મેટલ્સ, એનર્જી, એફએમસીજી, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ, ઈન્ફ્રા જેવા તમામ સેક્ટરના શેરો બંધ થયા. મિડકેપ અને સ્મોલકેપ શેરોમાં પણ ઘટાડો જોવા મળ્યો હતો. સેન્સેક્સના 30 શેરોમાંથી માત્ર 8 શેરો ઉછાળા સાથે બંધ થયા હતા, જ્યારે બાકીના 22 શેરો ઘટ્યા હતા. નિફ્ટીના 50 શેરોમાંથી 10 વધ્યા અને 40 નુકસાન સાથે બંધ થયા.

આજે વધેલા-ઘટેલા શેર્સ

આજના ટ્રેડિંગ સેશનમાં મારુતિ સુઝુકી 0.98 ટકા, હિન્દાલ્કો 0.92 ટકા, બજાજ ઓટો 0.84 ટકા, એચયુએલ 0.84 ટકા, ટાટા સ્ટીલ 0.50 ટકા, હીરો મોટોકોર્પ 0.47 ટકા, જેએસડબ્લ્યુ સ્ટીલ 0.2 ટકા, ઓએનજી 0.3 ટકા. , ભારતી એરટેલ 0.11 ટકા બંધ છે. જ્યારે અદાણી પોર્ટ્સ 6.31 ટકા, ઇન્ડસઇન્ડ બેન્ક 4.63 ટકા, SBI 4.32 ટકા, HDFC બેન્ક 2.76 ટકા, સિપ્લા 2.53 ટકા, HDFC 2.33 ટકા, એક્સિસ બેન્ક 1.96 ટકા ઘટીને બંધ થયા હતા.

ઈન્ડેક્સનું નામ બંધ થવાનું સ્તર ઉચ્ચ સ્તર નિમ્ન સ્તર બદલાવ (ટકાવારીમાં)
BSE Sensex 60,205.06 60,899.21 60,081.36 -1.27%
BSE SmallCap 28,154.89 28,414.69 28,069.02 -0.94%
India VIX 14.66 15.42 13.52 7.30%
NIFTY Midcap 100 30,694.30 31,117.60 30,614.60 -1.47%
NIFTY Smallcap 100 9,420.95 9,532.85 9,397.50 -1.16%
NIfty smallcap 50 4,252.70 4,303.90 4,239.05 -1.16%
Nifty 100 17,974.35 18,219.90 17,950.40 -1.49%
Nifty 200 9,393.05 9,521.30 9,379.05 -1.48%
Nifty 50 17,891.95 18,100.60 17,846.15 -1.25%

 

રોકાણકારોને નુકસાન

માર્કેટમાં આજના ઘટાડાથી રોકાણકારોને ભારે નુકસાન થયું છે. BSE પર લિસ્ટેડ કંપનીઓનું માર્કેટ કેપ ઘટીને રૂ. 276.69 લાખ કરોડ થયું છે, જે મંગળવારે રૂ. 280.37 લાખ કરોડ હતું. એટલે કે આજના બિઝનેસમાં રોકાણકારોને 3.68 લાખ કરોડ રૂપિયાનું નુકસાન થયું છે.


શેરબજારની સાથે અદાણી ગ્રુપના શેર્સમાં પણ બોલ્યો કડાકો

બુધવારે અદાણી ગ્રુપના શેરમાં મોટો ઘટાડો જોવા મળ્યો. અમેરિકાના હિંડનબર્ગ રિસર્ચ એલએલસીએ જણાવ્યું હતું કે કંપની અદાણી ગ્રુપના શેર વેચી રહી છે. રિસર્ચ ફર્મનું કહેવું છે કે અદાણી ગ્રૂપના શેર તેમના વાજબી મૂલ્યાંકન કરતાં 85 ટકા મોંઘા છે. હિંડનબર્ગ રિસર્ચે તેના અહેવાલમાં આ જૂથ પર માર્કેટ મેનીપ્યુલેશન અને એકાઉન્ટિંગ છેતરપિંડીનો આરોપ પણ મૂક્યો છે.