Stock Market Closing, 28th March, 2023: ભારતીય શેરબજાર માટે સપ્તાહનો બીજો કારોબારી દિવસ ખાસ ન રહ્યો. આજના દિવસે શેરબજાર સપાટ સ્તરે બંધ થયું. દિવસના અંતે સેન્સેકસ ઘટાડા સાથે બંધ થયો. રોકાણકારોની સંપત્તિ 252.06 લાખ કરોડ છે.


આજે કેવી રહી બજારની ચાલ


આજના કારોબારી દિવસના અંતે સેન્સેક્સ 40.14 પોઇન્ટના ઘટાડા સાથે 57,613.72 પોઇન્ટ પર અને નિફ્ટી 34.23 અંકના ઘટાડા સાથે 17821.78 અંક પર બંધ રહ્યા હતા. સપ્તાહના પ્રથમ દિવસે સેન્સેક્સ 126.76 પોઇન્ટના વધારા સાથે 57653.86 પોઇન્ટ પર અને નિફ્ટી 21.82 પોઇન્ટના વધારા સાથે 17840.23 પોઇન્ટ પર બંધ રહ્યા હતા.


કેમ થયો ઘટાડો


રોકાણકારો દ્વારા પ્રોફિટ બુકિંગના કારણે માર્કેટમાં ઘટાડો થયો છે. ભલે સેન્સેક્સ-નિફ્ટી નજીવા અંકોના ઘટાડા સાથે બંધ થયા હોય. પરંતુ બજારમાં ઘટાડો જોરદાર રહ્યો છે. ઘટાડાને કારણે સ્મોલ કેપ્સ અને મિડ કેપ્સને સૌથી વધુ  નુકસાન થયું.


સેક્ટર અપડેટ


આજના કારોબારમાં માત્ર બેન્કિંગ શેરોમાં જ ઉછાળો નોંધાયો હતો જ્યારે આઈટી, ઓટો, મેટલ્સ, એનર્જી, એફએમસીજી, ઓઈલ એન્ડ ગેસ સેક્ટરના શેરમાં નોંધપાત્ર ઘટાડો થયો હતો. મિડકેપ અને સ્મોલ કેપ શેરોમાં પણ ઘટાડો નોંધાયો હતો. નિફ્ટીના 50 શેરોમાંથી 18 શેરો ઉછાળા સાથે જ્યારે 32 નુકસાન સાથે બંધ થયા હતા. સેન્સેક્સના 30 શેરોમાંથી 11 શેરો ઉછાળા સાથે જ્યારે 19 નુકસાન સાથે બંધ થયા હતા. કુલ 3644 શેરનું કામકાજ થયું હતું જેમાં 2500 શેર લાભ સાથે અને 1045 શેર નુકસાન સાથે બંધ થયા હતા.


વધેલા-ઘટેલા શેર


આજના કારોબારમાં ઇન્ડસઇન્ડ બેન્ક 2.13 ટકા, પાવર ગ્રીડ 1.20 ટકા, HDFC બેન્ક 1.06 ટકા, NTPC 0.61 ટકા, રિલાયન્સ 0.47 ટકા, ટાટા સ્ટીલ 0.20 ટકા વધીનેને બંધ થયા છે. જ્યારે ટેક મહિન્દ્રા 2.90 ટકા, ટાટા મોટર્સ 2.29 ટકા, ભારતી એરટેલ 1.94 ટકા ઘટીને બંધ થયા છે.




રોકાણકારોને ભારે નુકસાન


ભારતીય શેરબજારમાં સ્મોલ કેપ કે મિડ કેપ શેરોમાં ઘટાડાને કારણે રોકાણકારોને ભારે નુકસાન થયું છે. BSE પર લિસ્ટેડ કંપનીઓનું માર્કેટ કેપ ઘટીને રૂ. 252 લાખ કરોડ થઈ ગયું છે, જે સોમવારે રૂ. 253.51 લાખ કરોડ હતું. આજના ટ્રેડિંગ સેશનમાં રોકાણકારોને 1.51 લાખ કરોડ રૂપિયાનું નુકસાન થયું છે.


સવારે કેવી થઈ હતી શરૂઆત


સકારાત્મક વૈશ્વિક સંકેતો વચ્ચે મંગળવારે સ્થાનિક સૂચકાંકો લીલા રંગમાં ખુલ્યા હતા. સેન્સેક્સના 30 શેરોમાંથી 18 શેરોમાં વધારો અને 12 શેરોમાં ઘટાડો જોવા મળ્યો હતો. નિફ્ટીમાં પણ આવી જ હાલત હતી. 50 માંથી 25 શેરો તેજી સાથે ટ્રેડ થઈ રહ્યા હતા અને 25 શેરો ઘટાડા સાથે ટ્રેડ થઈ રહ્યા હતા.