Stock Market Closing, 29th May 2023:  ભારતીય શેરબજારમાં સતત બીજા અને સપ્તાહના પ્રથમ કારોબારી દિવસે તેજી જોવા મળી. બે દિવસમાં સેન્સેક્સમાં 950થી વધુ પોઇન્ટનો ઉછાળો આવ્યો છે. આજના વધારા બાદ રોકાણકારોની સંપત્તિ વધીને 283.80 લાખ કરોડ થઈ છે, જે શુક્રવારે 282.61 લાખ કરોડ હતી. તમામ સેક્ટર આજે ગ્રીન ઝોનમાં બંધ થયા.


આજે કેમ આવ્યો ઉછાળો


વૈશ્વિક સારા સંકેતો અને રોકાણકારોની ખરીદીના પગલે આજે શેરબજારમાં ઉછાળો આવ્યો હતો. આજે ભારતીય શેરબજારનો સૂચકાંક સેન્સેક્સ 344.69 પોઇન્ટ વધીને 62846.38 પોઇન્ટ પર અને નિફ્ટી 91.65 પોઇન્ટ વધીને 18591 પોઇન્ટ પર બંધ રહ્યા. ગત સપ્તાહના અંતિમ કારોબારી દિવસે સેન્સેક્સ 629.07 પોઇન્ટ અને નિફ્ટી 178.2 પોઇન્ટ વધીને બંધ રહ્યા હતા.


સેન્સેક્સ – નિફ્ટીના હાલ


સેન્સેક્સ અને નિફ્ટીની હાલ જોઈએ તો રોકાણકારોને આજે સારી કમાણી થઈ છે. સેન્સેક્સના 30માંથી 20 શેરો ઉછાળા સાથે અને 10 શેરો ઘટાડા સાથે બંધ થયા. નિફ્ટીના 50માંથી 34 શેરમાં તેજી જોવા મળી, જ્યારે 16 શેર લાલ નિશાનમાં બંધ થયા.




સેક્ટોરિયલ ઈન્ડેક્સ


આજે નિફ્ટીના આઈટી અને ઓઇલ એન્ડ ગેસ ઇન્ડેક્સ છોડીને બાકીના તમામ સેક્ટોરિયલ ઈન્ડેક્સ તેજી સાથે લીલા નિશાનમાં ધ થયા. કન્ઝ્યુમર ડ્યૂરેબલ્સમાં સૌથી વધારે 1.3 ટકાનો ઉછાળો જોવા મળ્યો છે. આ ઉપરાંત ફાયનાન્સિયલ સર્વિસેઝ 1.11 ટકા વધ્યો. મેટર શેર્સમાં પણ 0.94 ટકા મજબૂતી સાથે બંધ થયા.


સેન્સેક્સમાં કયા શેર્સ વધ્યા


સેન્સેક્સના 30માંથી 20 શેર્સમાં ઉછાળો જોવા મળ્યો. જેમાં એમએન્ડએમ 3.71 ટકા વધીને બંધ થયો. ટાઈટન 2.5 ટકા વધીને બંધ થયો છે. ટાટા સ્ટીલ 1.88 ટકા, એસબીઆઈ 1.55 ટકા મજબૂતી સાથે બંધ થયા છે. આ સિવાય અલ્ટ્રાટેક સિમેન્ટ, ઈન્ડસઈન્ડ બેંક, આઈટીસી, એચડીએફસી બેંક, એનટીપીસી, બજાજ ફિનસર્વ, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ, ટાટા મોટર્સ, બજાજ ફાયનાન્સ, ભારતી એરટેલ, નેસ્લે, કોટક મહિન્દ્રા બેંક, એશિયન પેઇન્ટન્સ, એલએન્ડટી અને એક્સિસ બેંકના શેર ઉછાળા સાથે બંધ થયા છે.


આજે કેવી થઈ હતી શરૂઆત


ભારતીય શેરબજારમાં આજે BSE સેન્સેક્સ 299.85 પોઈન્ટ એટલે કે 0.48 ટકાના વધારા સાથે 62,801.54 પર ખુલ્યો હતો. NSE નો નિફ્ટી 119.80 પોઈન્ટ એટલે કે 0.65 ટકાના વધારા સાથે 18,619.15 પર ખુલ્યો હતો.








આ પણ વાંચોઃ


Post Office Scheme: પોસ્ટ ઓફિસની આ તગડી સ્કીમમાં કરો રોકાણ, પૈસા થઈ જશે ડબલ!