Stock Market Closing, 31st January, 2023: આવતીકાલે નાણામંત્રી નિર્મલા સીતારમણ બજેટ 2023 રજૂ કરશે. બજેટ પહેલા ભારતીય શેરબજાર વધારા સાથે બંધ થયું છે. અદાણી એન્ટરપ્રાઇઝનો એફપીઓ પૂરો ભરાયો છે.
આજે સેન્સેક્સ 49.49 પોઈન્ટના વધારા સાથે 59,549.90 પોઇન્ટ પર અને નિફ્ટી 13.20 પોઇન્ટના વધારા સાથે 17,662.15 વધારા પર બંધ થયા હતા. સોમવારે ભારતીય શેરબજાર 169.51 પોઇન્ટના વધારા સાથે 59,500.41 પોઇન્ટ પર અને નિફ્ટી 44.61 પોઇન્ટ વધારા સાથે 44.6 પર બંધ રહ્યા હતા.
રોકાણકારોની સંપત્તિ
આજે શેરબજારમાં વધારા બાદ રોકાણકારોની સંપત્તિ વધીને 270.55 કરોડ થઈ છે. સોમવારે માર્કેટ કેપ 268.78 લાખ કરોડ હતી. 27 જાન્યુઆરીએ BSE પર લિસ્ટેડ કંપનીઓનું માર્કેટ કેપ ઘટીને રૂ. 269.74 લાખ કરોડ થયું હતુ. જ્યારે 25 જાન્યુઆરી, બુધવારે માર્કેટ કેપ રૂ. 276.69 લાખ કરોડ હતું. ગત સપ્તાહે શુક્રવાર અને બુધવારના બે ટ્રેટિંગ સેશનમાં રોકાણકારોને 10 લાખ કરોડ રૂપિયાનું નુકસાન થયું હતું. 24 જાન્યુઆરી, મંગળવારે માર્કેટ કેપ રૂ. 280.37 લાખ કરોડ હતી.
આજે વધેલા - ઘટેલા શેર્સ
આજના ટ્રેડિંગ સેશનમાં મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા 3.41 ટકા, અલ્ટ્રાટેક સિમેન્ટ 3.09 ટકા, પાવર ગ્રીડ 3.02 ટકા, એસબીઆઇ 2.85 ટકા, આઇટીસી 2.21 ટકા, ટાઇટન કંપની 1.99 ટકા, ટાટા મોટર્સ 1.94 ટકા, એનટીપીસી 1.94 ટકા વધારા સાથે બંધ રહ્યા હતા. જ્યારે ટીસીએસ 2.27 ટકા, બજાજ ફાઇનાન્સ 2.26 ટકા, ટેક મહિન્દ્રા 2 ટકા, એશિયન પેઇન્ટ્સ 1.43 ટકા, સન ફાર્મા 1.30 ટકા, એચડીએફસી 0.91 ટકા, વિપ્રો 0.89 ટકા ઘટીને બંધ રહ્યા હતા.
બેંકિંગ શેર્સમાં ખરીદી
ભારતીય શેરબજાર સતત બીજા કારોબારી દિવસે તેજી સાથે બંધ થયું છે. રોકાણકારોની ખરીદી, ઝડપી આર્થિક સર્વેના અંદાજો અને વધુ સારા બજેટની અપેક્ષાને કારણે શેરબજારમાં તેજી જોવા મળી છે. બેકિંગ સેક્ટરના શેરોમાં જોરદાર ખરીદી જોવા મળી.
સેક્ટરની સ્થિતિ
આજના ટ્રેડિંગ સેશનમાં બેન્કિંગ, ઓટો, પબ્લિક સેક્ટર બેન્ક, એફએમસીજી, મેટલ્સ, મીડિયા, એનર્જી અને કન્ઝ્યુમર ડ્યુરેબલ્સનાં શેરમાં ખરીદી જોવા મળી હતી. જ્યારે આઈટી, હેલ્થકેર, ફાર્મા સેક્ટરના શેરમાં વેચવાલી જોવા મળી રહી છે. મિડકેપ અને સ્મોલકેપ શેરોમાં ખરીદારી જોવા મળી રહી છે. સેન્સેક્સના 30 શેરોમાંથી 16 વધ્યા અને 14 નુકસાન સાથે બંધ થયા. નિફ્ટીના 50માંથી 24 શેર ઉછાળા સાથે જ્યારે 26 નુકસાન સાથે બંધ થયા હતા.
આજે સવારે કેવી થઈ હતી શરૂઆત
આજે બીએસઈનો સેન્સેક્સ ગઈકાલના 59500.41ની સામે 270.42 પોઈન્ટ વધીને 59770.83 પર ખુલ્યો હતો જ્યારે નિફ્ટી ગઈકાલના 17648.95ની સામે 82.50 પોઈન્ટ વધીને 17731.45 પર ખુલ્યો હતો. બેંક નિફ્ટીની વાત કરીએ તો તે ગઈકાલના 40387.45ની સામે 176.40 પોઈન્ટ વધીને 40563.85 પર ખુલ્યો હતો.