Stock Market Closing, 31st July 2023: જુલાઈ મહિનાના અંતિમ દિવસે શેરબજારમાં વધારા સાથે બંધ થયું હતું. જેના કારણે છેલ્લા ચાર કારોબારી સપ્તાહથી બજારમાં ચાલી આવતી મંદીને બ્રેક લાગી હતી. આ પહેલા ગત સપ્તાહના અંતિમ કારોબારિ દિવસ શુક્રવારે માર્કેટ ઘટાડા સાથે બંધ રહ્યું હતું. આજના વધારા બાદ રોકાણકારોની સંપત્તિ વધીને 306.62 લાખ કરોડ પર પહોંચી છે, જે ગત સપ્તાહે 304.10 લાખ કરોડ હતી. આજે ઉજ્જીવન સ્મોલ ફાયનાન્સ બેંકનો શેર 10 ટકાના વધારા સાથે 52 સપ્તાહની ટોચ 49.15 પર પહોંચ્યો હતો અને 48.20ના સ્તર પર બંધ રહ્યો હતો.
આજના કારોબારી દિવસે માર્કેટની શરૂઆત ઘટાડા સાતે થઈ હતી પરંતુ દિવસના અંતે મજબૂતી સાથે બંધ થયું હતું. સેન્સેક્સ 367.47 પોઇન્ટના વધારા સાથે 66527.67 પોઇન્ટ પર અને નિફ્ટી 107.75 પોઇન્ટ વધીને 19753.80 પોઇન્ટ પર બંધ થયા હતા. બેંક નિફ્ટી 183 પોઇન્ટ વધી 45651.10 પર બંધ રહી.
નિફ્ટીના ટોચના વધનારા ઘટનારા શેર્સ
આજે તમામ સેક્ટર ગ્રીન ઝોનમાં બંધ થયા હતા. આજે 2163 શેર વધ્યા, 1414 શેર ઘટ્યા અને 187 શેરમાં કોઈ બદલાવ થયો નહોતો. નિફ્ટીના ટોચના વધેલા શેર્સમાં એનટીપી, પાવર ગ્રીડ કોર્પોરેશન, અદાણી પોર્ટ્સ, ઓએનજીસી અને હિન્દાલકો ઈન્ડસ્ટ્રીઝ હતા. જ્યારે અપોલો હોસ્પિટલ્સ, બ્રિટાનિયા ઈન્ડસ્ટ્રીઝ, એચડીએફસી લાઇફ, ડિવિસ લેબ અને બજાજ ફાયનાન્સ ટોચના ઘટના હતા. ઓટો, ઓઈલ એન્ડ ગેસ, મેટલ. કેપિટલ ગુડ્સ એન્ડ ઈન્ફોર્મેશન ટેકનોલોજી 1 થી 2 ટકા વઝ્યા હતા. બીએસઈ મિડકેપ અને સ્મોલકેપમાં 1 ટકાનો વધારો થયો હતો.
આજે શેરબજારમાં કેમ આવ્યો ઉછાળો
વૈશ્વિક સંકેતો અને કંપનીઓના સારા પરિણામોના કારણે આજે રોકાણકારોની ખરીદી નીકળતાં બજારમાં તેજી આવી. આજના સત્રમાં આઈટી, એનર્જી શેરમાં તેજી રહી. જ્યારે મિડકેપમાં પણ ખરીદી જોવા મળી. આજના ટ્રેડમાં આઈટી, એનર્જી, કન્ઝ્યુમર ડ્યૂરેબલ બેંકિંગ, ઓટો, ફાર્મા, રિયલ એસ્ટેટ, મીડિયા, મેટલ્સ, ઓયલ એન્ડ ગેસ સેક્ટરના શેરમાં ખરીદી જોવા મળી. નિફ્ટીનો મિડ કેપ ઈન્ડેક્સ લાઇફટાઇમ હાઇ પર પહોંચ્યો હતો. સેન્સેક્સના 30 શેરમાંથી 24 શેર તેજી સાથે અને 6 ઘટડા સાથે બંધ થયા. જ્યારે નિફ્ટીના 50 શેરમાંથી 36 શેરમાં તેજી અને 14માં ઘટાડો જોવા મળ્યો.
આજે કેવી થઈ હતી શરૂઆત
આજે સવારે પ્રોફિટ બુકિંગના કારણે શેરબજારની ઘટાડા સાથે શરૂઆત થઈ હતી. સવારે સેન્સેક્સ 80.79 પોઈન્ટ ઘટીને 66,079.41 પર અને નિફ્ટી 27.70 પોઈન્ટ ઘટીને 19,618.30 પર ખૂલ્યા હતા.