Stock Market Closing, 31st October 2022: દિવાળી બાદ શેરબજારમાં રોનક આવી છે. આજે સેન્સેક્સ 60 હજારને પાર બંધ રહ્યો છે. સેન્સેક્સમાં 787.74 અને નિફ્ટીમાં 225.4 પોઇન્ટનો વધારો થયો છે. સેન્સેક્સ 60746.59 અને નિફ્ચી 18012.20ને પર બંધ થયા છે. તમામ સેક્ટર ગ્રીન ઝોનમાં બંધ થયા છે. અલ્ટ્રાટેક સિમેન્ટનો શેર આજે સૌથી વધુ વધ્યો હતો. આ શેર 4.17 ટકાના વધારા સે 6714.95 રૂપિયા પર બંધ થયો છે, જ્યારે એપોલો હોસ્પિટલના શેરમાં સૌથી મોટો ઘટાડો જોવા મળ્યો. આ શેર 1.08 ટકના ઘટાડા સાથે 4517.50 રૂપિયા પર બંધ થયો છે. મારુતિ, રિલાયન્સ, બજાજ ફાયનાન્સ, બંધન બેંક, નાયકા શેરમાં સૌથી વધારે ટર્ન ઓવર થયું હતું.
કયા સ્તરે બંધ થયું માર્કેટ ?
આજે શેરબજારમાં BSE સેન્સેક્સ 786.74 પોઈન્ટ અથવા 1.31 ટકાના વધારા સાથે 60,746 પર બંધ થયો હતો. NSE નો નિફ્ટી 225.40 પોઈન્ટ અથવા 1.27 ટકાના ઉછાળા સાથે 18,012 ના સ્તર પર બંધ થયો છે.
બજાર નિષ્ણાતનો શું છે અભિપ્રાય
બુલિશ બેરિશ હેડ ઑફ રિસર્ચ અનમોલ દાસના કહેવા મુજબ, ગયા વર્ષે ઑક્ટોબરમાં સેન્સેક્સે તેની ઑલ-ટાઇમ હાઈ બનાવ્યા પછી આ પાંચમી વખત છે જ્યારે તે 60,000ની સપાટીને વટાવી ગયો છે. ઉપરાંત, આ સતત ત્રીજો મહિનો છે જ્યારે સેન્સેક્સમાં 60,000ની ઉપરનું સ્તર જોવા મળ્યું છે. આ તેજી પાછળનું કારણ મુખ્યત્વે બીજા ક્વાર્ટરના પરિણામો અને સ્થાનિક રોકાણકારોનો ટેકો છે. 60,000 ની નીચે સેન્સેક્સ માટેનો ટેકો એ સંકેત છે કે જ્યારે તે 60,000ને વટાવે છે ત્યારે તેમાં વધુ તેજી જોવા મળી શકે છે. આ વલણ દર્શાવે છે કે 60 હજારી પછી સેન્સેક્સ માટે સાનુકૂળ વાતાવરણ છે અને બજાર તેના માટે તૈયાર છે.
નવેમ્બરમાં બેંકો 10 દિવસ બંધ રહેશે, જો જરૂરી કામ હોય તો જુઓ રજાની સંપૂર્ણ યાદી
નવેમ્બર મહિનામાં બેંક સંબંધિત કોઈ કામ કરવા માંગો છો, તો આ સમાચાર તમારા માટે ઉપયોગી સાબિત થશે. આ સમાચારમાં તમને નવેમ્બર મહિનામાં બેંકો બંધ થવાની માહિતી મળશે. તમારે બેંકની રજાઓની યાદી એકવાર જોવી જ જોઈએ.
- 1 નવેમ્બર 2022 - કન્નડ રાજ્યોત્સવ/કુટ - બેંગ્લોર અને ઇમ્ફાલમાં બેંકો બંધ
- 6 નવેમ્બર 2022 - રવિવાર (સાપ્તાહિક રજા)
- 8 નવેમ્બર 2022 - ગુરુ નાનક જયંતિ/કાર્તિકા પૂર્ણિમા/રહસ પૂર્ણિમા/વંગાલા ઉત્સવ - અગરતલા, બેંગ્લોર, ગંગટોક, ગુવાહાટી, ઇમ્ફાલ, કોચી, પણજી, પટના, શિલોંગ અને તિરુવનંતપુરમ સિવાય બેંકો બંધ
- 11 નવેમ્બર 2022 - કનકદાસ જયંતિ / વાંગલા ઉત્સવ - બેંગ્લોર અને શિલોંગમાં બેંકો બંધ
- 12 નવેમ્બર 2022 - શનિવાર (મહિનાનો બીજો શનિવાર)
- 13 નવેમ્બર 2022 - રવિવાર (સાપ્તાહિક રજા)
- 20 નવેમ્બર 2022 - રવિવાર (સાપ્તાહિક રજા)
- 23 નવેમ્બર 2022 - સેંગ કુત્સાનેમ- શિલોંગમાં બેંક બંધ
- 26 નવેમ્બર 2022 - શનિવાર (મહિનાનો ચોથો શનિવાર)
- 27 નવેમ્બર 2022 - રવિવાર (સાપ્તાહિક રજા)