Stock Market Closing, 3rd April, 2023: નાણાકીય વર્ષ 2023-24નો પ્રથમ કારોબારી દિવસ ભારતીય શેરબજાર માટે શાનદાર રહ્યો. આજે સેન્સેક્સ વધારા સાથે બંધ રહ્યો. રોકાણકારોની સંપત્તિ 259.70 લાખ કરોડ થઈ છે.

કેટલા વધારા સાથે બંધ રહ્યું શેરબજાર

ભારતીય શેરબજારનો સૂચકાંક સેન્સેક્સ આજે 114.92 પોઇન્ટના વધારા સાથે 59,106.44 અને નિફ્ટી 38.3 પોઇન્ટના વધારા સાથે 17398.05 પોઇન્ટ પર બંધ રહ્યા.

કેમ લીલા નિશાનમાં બંધ થયું બજાર

બેન્કિંગ-ઓટો સેક્ટરના શેર્સમાં રોકાણકારોની ખરીદીને કારણે બજાર લીલા નિશાનમાં બંધ થયું છે.

સેક્ટરોલ અપડેટ

આજના કારોબારમાં બેન્કિંગ, ઓટો, ફાર્મા, ઈન્ફ્રા, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ જેવા સેક્ટરના શેર તેજી સાથે બંધ થયા છે. જ્યારે આઈટી, ઓઈલ એન્ડ ગેસ, હેલ્થકેર, એફ.એમ.સી.જી. મેટલ્સ અને એનર્જી સેક્ટરના શેર ઘટીને બંધ થયા હતા. આજે બજારમાં મિડકેપ અને સ્મોલકેપ સેક્ટરના શેરમાં સારી વૃદ્ધિ જોવા મળી છે. નિફ્ટીના 50 શેરોમાંથી 34 વધ્યા અને 16 નુકસાન સાથે બંધ થયા. જ્યારે સેન્સેક્સના 30 શેરોમાંથી 22 શેરો ઉછાળા સાથે અને 8 નુકસાન સાથે બંધ થયા હતા.

વધેલા-ઘટેલા શેર્સ

આજના ટ્રેડિંગ સેશનમાં મારુતિ સુઝુકીનો હિસ્સો 2.50%, બજાજ ફાઇનાન્સ 1.74%, ભારતી એરટેલ 1.56%, NTPC 1.40%, બજાજ ફિનસર્વ 1.26%, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા 1.18%, HCL ટેક 1.12%, Indus Indus બેન્ક 3%, ટાટા મોટર્સ 0.89%ના વધારા સાથે બંધ થયા. જ્યારે ITC 1.17 ટકા, ઇન્ફોસિસ 1.17 ટકા, HUL 0.89 ટકા ઘટીને બંધ થયા છે.

રોકાણકારોની સંપત્તિમાં વધારો થયો

નવા નાણાકીય વર્ષના પ્રથમ ટ્રેડિંગ દિવસે રોકાણકારોની સંપત્તિમાં ઉછાળો આવ્યો છે. BSE પર લિસ્ટેડ કંપનીનું માર્કેટ કેપિટલાઇઝેશન રૂ. 259.63 લાખ કરોડ સુધી પહોંચી ગયું છે, જે શુક્રવાર, 31 માર્ચ, 2023ના રોજ રૂ. 258.19 લાખ કરોડ હતું. એટલે કે આજના ટ્રેડિંગમાં રોકાણકારોની સંપત્તિમાં રૂ. 1.44 લાખ કરોડનો ઉછાળો આવ્યો છે. થયા. જ્યારે સેન્સેક્સના 30 શેરોમાંથી 22 શેરો ઉછાળા સાથે અને 8 નુકસાન સાથે બંધ થયા હતા.


આજે સવારે કેવી થઈ હતી શરૂઆત

નવા નાણાકીય વર્ષના પ્રથમ ટ્રેડિંગ સપ્તાહના પ્રથમ દિવસે, બીએસઈનો 30 શેરનો સૂચકાંક સેન્સેક્સ 139.64 પોઈન્ટ અથવા 0.24 ટકાના વધારા સાથે 59,131.16 પર ખુલ્યો હતો. આ સાથે NSEનો 50 શેરવાળો સૂચકાંક નિફ્ટી 68.20 અંક એટલે કે 0.39 ટકાના વધારા સાથે 17,427.95 પર ખુલવામાં સફળ રહ્યો છે.

ઈન્ડેક્સનું નામ બંધ થવાનું સ્તર ઉચ્ચ સ્તર નિમ્ન સ્તર બદલાવ (ટકામાં)
BSE Sensex 59,106.44 59,204.82 58,793.08 0.00
BSE SmallCap 27,271.27 27,307.59 27,042.08 0.01
India VIX 12.59 13.49 12.47 -2.71%
NIFTY Midcap 100 30,166.75 30,200.10 30,049.05 0.00
NIFTY Smallcap 100 9,061.60 9,093.60 9,026.65 0.01
NIfty smallcap 50 4,124.65 4,150.85 4,099.40 0.01
Nifty 100 17,224.75 17,256.20 17,141.45 0.0022
Nifty 200 9,030.65 9,046.25 8,990.50 0.0025
Nifty 50 17,398.05 17,428.05 17,312.75 0.0022