Stock Market Closing, 3rd February 2023: ભારતીય શેરબજાર માટે સપ્તાહનો અંતિમ દિવસ શાનદાર રહ્યો. સેન્સેક્સ 900થી વધુ અને નિફ્ટી 222 પોઇન્ટના ઉછાળા સાથે બંધ રહ્યા. માર્કેટ કેપ 266.55 લાખ કરોડ રહ્યું. અદાણી એન્ટરપ્રાઇઝ 52 સપ્તાહના નીચા સ્તર રૂ. 1017.45થી વધીને રૂ.1586.80 પર બંધ રહ્યો
છેલ્લા ત્રણ દિવસમાં સેન્સેક્સ કેટલો વધ્યો
ભારતીય શેરબજારનો સૂચકાંક સેન્સેક્સ આજે 909.64 પોઇન્ટ (+1.52 ટકા)ના વધારા સાથે 909.6 પોઇન્ટ અને નિફ્ટી 243.65 પોઇન્ટ (+1.38 ટકા)ના વધારા સાથે 17854.05 પર બંધ રહ્યા. બેંક નિફ્ટી 830 પોઇન્ટ (+2.04 ટકા)ના વધારા સાથે 41499.70 પર બંધ રહી. ગુરુવારે સેન્સેક્સ 224.16 પોઇન્ટના વધારા સાથે 59,932.24 પોઇન્ટ અને નિફ્ટી -5.9 પોઇન્ટના ઘટાડા સાથે 17610 પર બંધ થયા હતા. બુધવારે સેન્સેક્સ 158.18 પોઇન્ટના વધારા સાથે 59708.08 પોઇન્ટ અને નિફ્ટી 57.12 પોઇન્ટના ઘટાડા સાથે 17616.30 પર બંધ થયા હતા. છેલ્લા ત્રણ દિવસમાં સેન્સેક્સમાં આશરે 1300 પોઇન્ટનો વધારો થયો છે.
વધનારા-ઘટનારા શેર્સ
આજના કારોબારમાં અદાણી પોર્ટસ 7.87 ટકા, ટાઇટન કંપની 6.72 ટકા, બજાજ ફાઇનાન્સ 5.19 ટકા, બજાજ ફિનસર્વ 5.15 ટકા, HDFC બેન્ક 3.36 ટકા, HDFC 3.11 ટકા, આઇશર મોટર્સ 3.09 ટકા, S30 ટકા. યુપીએલ 2.77 ટકાના વધારા સાથે બંધ થયા. જ્યારે Divi's Lab 11.71 ટકા, BPCL 1.66 ટકા, ટાટા કન્ઝ્યુમર 1.43 ટકા, હિન્દાલ્કો 1.14 ટકા, NTPC 0.81 ટકા, HDFC લાઇફ 0.77 ટકાના ઘટાડા સાથે બંધ થયા.
રોકાણકારોની સંપત્તિ
આજે રોકાણકારોની સંપત્તિ વધીને 266.55 લાખ કરોડ થઈ છે. શેરબજારમાં વધારો થવા છતાં ગુરુવારે રોકાણકારોની સંપત્તિ ઘટીને 265.84 લાખ કરોડ થઈ હતી. જે બુધવારે 266.68 લાખ કરોડ હતી. મંગળવારે શેરબજારમાં વધારા બાદ રોકાણકારોની સંપત્તિ વધીને 268.78 લાખ કરોડ થઈ હતી. 27 જાન્યુઆરીએ BSE પર લિસ્ટેડ કંપનીઓનું માર્કેટ કેપ ઘટીને રૂ. 269.74 લાખ કરોડ થયું હતુ. જ્યારે 25 જાન્યુઆરી, બુધવારે માર્કેટ કેપ રૂ. 276.69 લાખ કરોડ હતું. ગત સપ્તાહે શુક્રવાર અને બુધવારના બે ટ્રેટિંગ સેશનમાં રોકાણકારોને 10 લાખ કરોડ રૂપિયાનું નુકસાન થયું હતું. 24 જાન્યુઆરી, મંગળવારે માર્કેટ કેપ રૂ. 280.37 લાખ કરોડ હતી.
ઈન્ડેક્સનું નામ | બંધ થવાનું સ્તર | ઉચ્ચ સ્તર | નિમ્ન સ્તર | બદલાવ (ટકાવારીમાં) |
BSE Sensex | 60,841.88 | 60,905.34 | 60,013.06 | 1.52% |
BSE SmallCap | 27,862.68 | 28,119.23 | 27,586.08 | -0.47% |
India VIX | 14.40 | 15.76 | 14.27 | -8.49% |
NIFTY Midcap 100 | 30,378.10 | 30,566.75 | 29,926.85 | -0.18% |
NIFTY Smallcap 100 | 9,415.55 | 9,507.10 | 9,311.30 | -0.35% |
NIfty smallcap 50 | 4,252.15 | 4,295.60 | 4,202.10 | -0.56% |
Nifty 100 | 17,687.35 | 17,701.80 | 17,422.20 | 0.01 |
Nifty 200 | 9,249.80 | 9,255.40 | 9,111.45 | 0.01 |
Nifty 50 | 17,854.05 | 17,870.30 | 17,584.20 | 0.01 |
આજે સવારે કેવી થઈ હતી શરૂઆત
આજે બીએસઈનો સેન્સેક્સ ગઈકાલના 59932.24ની સામે 417.77 પોઈન્ટ વધીને 60350.01 પર ખુલ્યો હતો જ્યારે નિફ્ટી ગઈકાલના 17610.4ની સામે 111.35 પોઈન્ટ વધીને 17721.75 પર ખુલ્યો હતો. બેંક નિફ્ટીની વાત કરીએ તો તે ગઈકાલના 40669.3ની સામે 350.05 પોઈન્ટ વધીને 41019.35 પર ખુલ્યો હતો.