Stock Market Closing, 5th June, 2023: ભારતીય શેરબજાર માટે સપ્તાહનો પ્રથમ કારોબારી દિવસ શુકનવંતો સાબિત થયો. આજે સવારે શેરબજાર તેજી સાથે ખૂલ્યું હતું અને દિવસભર આ ટ્રેન્ડ જળવાઈ રહ્યો. કારોબારી દિવસના અંતે રોકાણકારોની સંપત્તિ 286.06 લાખ કરોડ છે. વિપ્રોએ 12000 કરોડ રૂપિયાના શેર બાયબેકના પ્લાન માટે 16 જૂનની તારીખ નક્કી કરી છે. જેના કારણે આજે કંપનીના શેરમાં 8 ટકાથી વધુનો વધારો નોંધાયો છે.
આજે ભારતીય શેરબજારનો સૂચકાંક સેન્સેક્સ પોઇન્ટ વધીને પોઇન્ટ અને નિફ્ટી પોઇન્ટ વધીને પોઇન્ટ પર બંધ રહ્યા. મજબૂત માસિક વેચાણના આંકડાઓ અને સેમિકન્ડક્ટર ચિપની અછતની સ્થિતિમાં સુધારો થવાને કારણે નિફ્ટી ઓટો આજે ઓલ ટાઇમ હાઇને સ્પર્શ્યો હતો.
આજે બેન્કિંગ, ઓટો, ફાઈનાન્સિયલ સર્વિસ, મેટલ,ફાર્મા, રિયલ્ટી શેરમાં વધારો જોવા મળ્યો. જયારે એફએમસીજી, આઈટી, પીએસયુ બેંક અને હેલ્થકેર શેર્સમાં ઘટાડો થયો. નિફ્ટીના 50 શેરોમાંથી 26 શેર ઉછાળા સાથે જ્યારે 24 નુકસાન સાથે બંધ થયા હતા. સેન્સેક્સના 30 શેરોમાંથી 16 શેર ઉછાળા સાથે બંધ થયા હતા જ્યારે 14 નુકસાન સાથે બંધ થયા હતા.
વિપ્રોએ સ્ટોક એક્સચેન્જને આપેલી જાણકારીમાં શું કહ્યું
વિપ્રોએ સ્ટોક એક્સચેન્જને આપેલી જાણકારીમાં કહ્યું, કંપનીએ 16 જૂને રેકોર્ડ ડેટ નક્કી કરી છે. રેકોર્ડ ડેટનો અર્થ તે તારીખે રોકાણકારો પાસે જેટલા વિપ્રોના શેર હશે તેઓ આ બાયબેક પ્રોગ્રામમાં હિસ્સો લઈ શકે છે. કંપનીએ બાયબેકમાં 26 કરોડથી વધારે શેર બાયબેક કરશે. જે કુલ શેરના 4.91 ટકા છે. આ માટે કંપનીએ 445 રૂપિયા ફ્લોર પ્રાઇસ નક્કી કરી છે.
કયા શેર વધ્યા- ઘટ્યા
આજે એક્સિસ બેંક, ટાટા મોટર્સ, એલએન્ડટી, ગ્રાસિસ, ટાટા સ્ટિલ, અજંતા ફાર્મા, રાજેશ એક્સપોર્ટ, ટોરોન્ટ પાવર, હિન્દુસ્તાન એરોન, ઝી એન્ટરટેન, ધ-હાઇ ટેક, મઝગાંલ ડોક, જીઈ પાવર ઈન્ડિયા, ઈન્ડો રામા સિન્થેટિક, કારટ્રેડ ટ્રેક વધીને બંધ થયા. જ્યારે ડિવિઝ લેબ, એશિયન પેંટ્સ, ટેક મહિન્દ્રા, હિરો મોટોકોર્પે, નેસ્લે ઈન્ડિયા, બીપીસીએલ, મેક્સ હેલ્થકે, એબી કેપિટલ, એમફેસિસ, ઈન્ડો વિંડ, વિનસ રેમડિઝ, આઈનોક્સ ગ્રીન ઘટાડા સાથે બંધ થયા.
આજે સવારે તેજી સાથે થઈ હતી શરૂઆત
આજના કારોબારી દિવસની શરૂઆતે BSE સેન્સેક્સ 212.08 પોઈન્ટ એટલે કે 0.34 ટકાના વધારા સાથે 62,759.19 પર ખુલ્યો હતો. બીજી તરફ, NSEનો નિફ્ટી 77.90 પોઈન્ટ અથવા 0.42 ટકાના વધારા સાથે 18,612 પર ખુલ્યો હતો.
રોકાણકારોની સંપત્તિમાં વધારો
શેરબજારમાં આવેલી તેજીના કારણે રોકાણકારોની સંપત્તિમાં તેજી આવી છે. આજે, બજારના બંધ સમયે, BSE માં લિસ્ટેડ કંપનીઓનું માર્કેટ કેપ રૂ. 286.06 લાખ કરોડ રહ્યું છે, જ્યારે 2 જૂને માર્કેટ કેપ અગાઉના સત્રમાં રૂ. 285.30 લાખ કરોડ હતું. એટલે કે આજના સત્રમાં રોકાણકારોની સંપત્તિમાં રૂ. 76000 કરોડનો વધારો જોવા મળ્યો છે.