Stock Market Closing, 7th November, 2022:  સપ્તાહના પ્રથમ કારોબારી દિવસે શેરબજારમાં તેજી જોવા મળી. સેન્સેક્સ 61,189 પોઇન્ટ અને નિફ્ટી 18,200 પોઇન્ટ પાર પર બંધ થયા. આજે પીએસયુ બેંક, મેટલ અને ઓટોમાં તેજી જોવા મળી. નિફ્ટી પીએસયુ બેંક શ્રેષ્ઠ સેક્ટર રહ્યું, જયારે નિફ્ટી ફાર્મા સૌથી ખરાબ સેક્ટર રહ્યું.


મુંબઈ સ્ટોક એક્સચેન્જનો સેન્સેક્સ આજે કારોબારના અંતે 239 પોઈન્ટના ઉછાળા સાથે 61,189 પોઈન્ટ પર બંધ થયો હતો જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 84 પોઈન્ટના ઉછાળા સાથે 18,199 પોઈન્ટ પર બંધ થયો હતો.


 માર્કેટમાં આજે ફાર્મા, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ અને હેલ્થકેર સેક્ટર સિવાય તમામ સેક્ટરના શેરોમાં જબરદસ્ત ખરીદી જોવા મળી હતી. બેન્ક નિફ્ટી, નિફ્ટી આઈટી, નિફ્ટી ઓટો, નિફ્ટી એફએમસીજી, મેટલ્સ, એનર્જી જેવા સેક્ટરમાં મોટો ફાયદો જોવા મળ્યો. નિફ્ટીના 50 શેરોમાંથી 36 શેર વધ્યા હતા અને 14 શેર ઘટીને બંધ થયા હતા. સેન્સેક્સના 30 શેરોમાંથી 20 શેર ઉછાળા સાથે અને 10 ઘટાડા સાથે બંધ થયા હતા.


બજારનું પ્રી-ઓપનિંગ કેવું હતું


આજે, શેરબજારની શરૂઆત પહેલા, BSE સેન્સેક્સ 15 અંકોના નજીવા વધારા સાથે 60965 ના સ્તર પર જોવામાં આવ્યો હતો, જ્યારે NSE નિફ્ટી 93 અંક અથવા 0.51 ટકાના વધારા સાથે 18210 ના સ્તર પર કારોબાર કરી રહ્યો હતો. . ઓપનિંગમાં સેન્સેક્સ વારંવાર લાલ નિશાનમાં સરકી રહ્યો હતો અને ભાગ્યે જ લીલા નિશાનમાં આવી રહ્યો હતો.


ગત સપ્તાહે કેવું રહ્યું માર્કેટ


ઇક્વિટી માર્કેટમાં તેજીના વલણ વચ્ચે ગયા સપ્તાહે ટોચની દસ મૂલ્યવાન કંપનીઓમાંથી સાતની માર્કેટ મૂડીમાં રૂ. 1,33,707.42 કરોડનો વધારો થયો છે. સૌથી વધુ ફાયદો રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ (RIL)માં નોંધાયો હતો. ગયા સપ્તાહે, BSE બેન્ચમાર્ક સેન્સેક્સ 990.51 પોઈન્ટ્સ અથવા 1.65 ટકા વધ્યો હતો. તેના કારણે ટોચની કંપનીઓની માર્કેટ મૂડીમાં પણ વધારો થયો હતો. ટોચની દસ કંપનીઓમાંથી સાતની મૂડીમાં રૂ. 1.33 લાખ કરોડનો વધારો થયો છે.


ટોપ 10માંથી 7 કંપનીઓના માર્કેટ કેપમાં વધારો  


ટોચની દસ મૂલ્યવાન કંપનીઓમાં, RIL, Tata Consultancy Services (TCS), HDFC બેન્ક, Infosys, State Bank of India (SBI), HDFC Ltd અને ITCના માર્કેટ કેપમાં વધારો થયો છે. બીજી તરફ, ICICI બેંક, હિન્દુસ્તાન યુનિલિવર લિમિટેડ (HUL) અને ભારતી એરટેલની માર્કેટ મૂડીમાં ઘટાડો નોંધાયો હતો.