Stock Market Closing, 9th June 2023: સપ્તાહનો અંતિમ કારોબારી દિવસ ભારતીય શેરબજાર માટે ખરાબ રહ્યો. આજે દિવસની શરૂઆત તેજી સાથે થઈ હતી પણ દિવસના અંતે માર્કેટ ઘટાડા સાથે બંધ રહ્યું. આજના ઘટાડા બાદ રોકાણકારોની 286.72 સંપત્તિ લાખ કરોડ છે, જે ગઈકાલે 287.51 લાખ કરોડ હતી. , જે ગઈકાલે 287.51 લાખ કરોડ હતી.
ભારતીય શેરબજારનો સૂચકાંક સેન્સેક્સ આજે 223.01 પોઇન્ટના ઘટાડા સાથે 62625.63 પોઇન્ટ અને નિફ્ટી 71.15 પોઇન્ટના ઘટાડા સાથે 18563.40 પર બંધ રહ્યા હતા.
કેમ થયો ઘટાડો
સપ્તાહના છેલ્લા અને સતત બીજા ટ્રેડિંગ સેશનમાં ભારતીય શેરબજાર ઘટાડા સાથે બંધ થયું હતું. સારા વૈશ્વિક સંકેતો છતાં રોકાણકારોએ બજારમાં પ્રોફિટ બુકિંગ કર્યું હતું.
આજે વધનારા-ઘટનારા શેર્સ
ઈન્ડસઈન્ડ બેંક, એક્સિસ બેંક, પાવરગ્રીડ, ટાટા મોટર્સ, એનટીપીસી, બજાજ ફાયનાન્સ, આઈસીઆઈસીઆઈ બેંક, એચડીએફસી બેંક, ટાઈટન ટોચના વધનારા શેર્સ હતા. જ્યારે નેસ્લે, એચડીએફસી. સનફાર્મા, ભારતીએરટેલ, મારુતિ, વિપ્રો, એમ એન્ડ એમ, રિલાયન્સ, કોટક બેંક, ટીસીએસ, એશિયન પેઇન્ટ, આઈટીસી, એચસીએલ ટેક, હિન્દુસ્તાન યુનિલીવર, ટાટા સ્ટીલ ઘટનારા હતા.
રોકાણકારોની સંપત્તિમાં ઘટાડો
આજના કારોબારમાં પણ માર્કેટમાં ઘટાડાથી રોકાણકારોને નુકસાન થયું છે. બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું માર્કેટ કેપ ઘટીને રૂ. 286.72 લાખ કરોડ થયું છે. જ્યારે ગુરુવારે તે રૂ. 287.51 લાખ કરોડ હતો. એટલે કે આજના કારોબારમાં રોકાણકારોની સંપત્તિમાં રૂ.79,000 કરોડનું નુકસાન થયું છે.
આજે કેવી થઈ હતી શરૂઆત
આજે સવારે સેન્સેક્સ લગભગ 120 પોઈન્ટના વધારા અને નિફ્ટી લગભગ 35 પોઈન્ટના વધારા સાથે ખૂલ્યા હતા. લગભગ 1407 શેર વધ્યા, 618 શેર ઘટ્યા અને 108 શેર યથાવત હતા.હીરો મોટોકોર્પ, બ્રિટાનિયા ઈન્ડસ્ટ્રીઝ, ટાટા મોટર્સ, એસબીઆઈ લાઈફ ઈન્સ્યોરન્સ અને ટાઈટન કંપની નિફ્ટીમાં ટોપ ગેઈનર્સ હતા, જ્યારે ડિવિસ લેબ્સ, સિપ્લા, એશિયન પેઈન્ટ્સ, સન ફાર્મા અને ટાટા કન્ઝ્યુમર ટોપ લુઝર્સ હતા.
અદાણીના શેર્સમાં શું થયું
સપ્તાહના અંતિમ દિવસે અદાણી ગ્રૂપના શેરોની શરૂઆત સારી રહી હતી, પરંતુ બિઝનેસના અંત સુધીમાં અદાણી ગ્રૂપના મોટાભાગના નુકસાનમાં બંધ થયા. શુક્રવારે પણ અદાણી ગ્રૂપના મોટાભાગના શેરમાં કારોબારની શરૂઆતમાં જ તેજી જોવા મળી હતી. જોકે, દિવસના ટ્રેડિંગના અંતે આ ચિત્ર સંપૂર્ણપણે બદલાઈ ગયું હતું. કારોબારના અંત પછી માત્ર 4 શેરોમાં જ નજીવો વધારો થયો હતો, જ્યારે 6ને નુકસાન સહન કરવું પડ્યું હતું. ગઇકાલે અદાણી પાવરના એક શેરને બાદ કરતાં બાકીના 9 શેર ખોટમાં હતા.
આજના કારોબારમાં અદાણી પાવરની ગતિ અટકી ગઈ. અદાણી પાવરમાં સતત સારી વૃદ્ધિ જોવા મળી રહી હતી. ગુરુવારે ભારે વેચવાલીમાં પણ તે દોઢ ટકા મજબૂત હતો. આ પહેલા બુધવારે તેનો શેર લગભગ 4.50 ટકાના વધારા સાથે બંધ થયો હતો. અદાણી પાવરનો સ્ટોક આ સપ્તાહે 10 ટકાથી વધુ મજબૂત થયો છે. આજે તેમાં 1 ટકાથી વધુનો ઘટાડો જોવા મળ્યો હતો.