Stock Market Closing, 9th March, 2023: ભારતીય શેરબજાર માટે આજનો નિરાશાજનક રહ્યો. પ્રોફિટ બુકિંગના કારણે શેરબજાર 500થી વધુ પોઈન્ટના ઘટાડા સાથે બંધ રહ્યું.
આજે કેટલા પોઇન્ટના ઘટાડા સાથે બંધ થયું માર્કેટ
ભારતીય શેરબજારનો સૂચકાંક સેન્સેક્સ આજે 541.83 પોઇન્ટના ઘટાડા સાથે 59,806.28 પોઇન્ટ પર અને નિફ્ટી 168.08 પોઇન્ટના ઘટાડા સાથે પોઇન્ટ પર 18496.18 બંધ થયા. રોકાણકારોની સંપત્તિ 264.19 લાખ કરોડ થઈ છે.
શેરબજારમાં કેમ થયો ઘટાડો
આજના ટ્રેડિંગ સેશનમાં રોકાણકારો દ્વારા ભારે વેચવાલી અને પ્રોફિટ-બુકિંગ જોવા મળ્યું. જેના કારણે શેરબજાર ઘટાડા સાથે બંધ થયું.
સેક્ટર અપડેટ
આજના કારોબારમાં તમામ સેક્ટરના શેર ઘટીને બંધ થયા છે. બેંકિંગ, ઓટો, આઈટી, મેટલ્સ, એનર્જી એફએમસીજી, ફાર્મા, હેલ્થકેર. રિયલ એસ્ટેટ, મીડિયા. તેલ અને ગેસ ઉપરાંત કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ સેક્ટરના શેર પણ બંધ થયા છે. મિડકેપ અને સ્મોલકેપ શેરોમાં પણ પ્રોફિટ બુકિંગ જોવા મળ્યું હતું. નિફ્ટીના 50 શેરોમાથી 14 વધીને અને 36 ઘટીને બંધ થયા હતા. જ્યારે સેન્સેક્સના 30 શેરમાંથી 7 શેર વધારા સાથે અને 23 શેર ઘટાડા સાથે બંધ થયા.
વધેલા શેર્સ
આજના કારોબારમાં ટાટા સ્ટીલ 1.60 ટકા, લાર્સન 1.03 ટકા, અપોલો હોસ્પિટલ 0.96 ટકા, ભારતી એરટેલ 0.89 ટકા, એક્સિસ બેંક 0.80 ટકા, જેએસડબલ્યુ સ્ટીલ 0.71 ટકા, સિપ્લા 0.51 ટકા, એનટીપીસી 0.34 ટકા, હિન્ડાલકો 0.27 ટકા અને નેસ્લે 0.09 ટકા તેજી સાથે બંધ થયા.
ઘટેલા શેર્સ
ઘટનારા શેર્સ પર નજર કરીએ તો અદાણી એન્ટરપ્રાઇઝ 4.24 ટકા, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા 3.24 ટકા, એસબીઆઈ લાઇફ ઈન્શ્યોરન્સ 2.88 ટકા, રિલાયન્સ 2.40 ટકા, અદાણી પોર્ટસ 2.08 ટકા, બજાજા ફિનસર્વ 2.05 ટકા, આઈશર મોટર્સ 1.80 ટકા ઘટાડા સાથે બંધ થયા.
આજે કેવી થઈ હતી શરૂઆત
આજે બીએસઈનો સેન્સેક્સ ગઈકાલના 60348.09ની સામે 119 પોઈન્ટ વધીને 60467.09 પર ખુલ્યો હતો જ્યારે નિફ્ટી ગઈકાલના 17754.4ની સામે 17.65 પોઈન્ટ વધીને 17772.05 પર ખુલ્યો હતો. બેંક નિફ્ટીની વાત કરીએ તો તે ગઈકાલના 41577.1ની સામે 44.45 પોઈન્ટ ઘટીને 41532.65 પર ખુલ્યો હતો.
ઈન્ડેક્સનું નામ | બંધ થવાનું સ્તર | ઉચ્ચ સ્તર | નિમ્ન સ્તર | બદલાવ ટકાવારીમાં |
BSE Sensex | 59,773.60 | 60,467.09 | 59,761.45 | -0.95% |
BSE SmallCap | 28,108.76 | 28,321.36 | 28,107.97 | -0.23% |
India VIX | 12.73 | 12.84 | 11.78 | 2.21% |
NIFTY Midcap 100 | 30,948.65 | 31,258.85 | 30,901.65 | -0.55% |
NIFTY Smallcap 100 | 9,410.90 | 9,511.45 | 9,395.50 | -0.54% |
NIfty smallcap 50 | 4,243.95 | 4,286.05 | 4,237.60 | -0.47% |
Nifty 100 | 17,398.30 | 17,582.30 | 17,382.00 | -0.88% |
Nifty 200 | 9,140.40 | 9,235.25 | 9,131.25 | -0.84% |
Nifty 50 | 17,589.60 | 17,772.35 | 17,573.60 | -0.93% |